કથન કરે છે. પૂર્વે કહેલી જે ભૂતારણ્યવન – વેદિકા છે તેની પૂર્વે ક્ષેત્ર છે, ત્યાર પછી વક્ષાર
પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત
છે, પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર
છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, ત્યાર પછી
મેરુપર્વતની પશ્ચિમ દિશામાં પશ્ચિમ ભદ્રશાલ વનની વેદિકા છે. આવી રીતે નવ ભીંતોની
વચ્ચે આઠ ક્ષેત્રો છે. તેમનાં ક્રમથી નામ કહે છે — વપ્રા, સુવપ્રા, મહાવપ્રા, વપ્રકાવતી, ગંધા,
સુગંધા, ગંધિલા, ગંધમાલિની. તેની મધ્યમાં સ્થિત નગરીઓનાં નામ કહેવાય છે — વિજયા,
વૈજયંતી, જયંતી, અપરાજિતા, ચક્રપુરી, ખડ્ગપુરી, અયોધ્યા અને અવધ્યા.
હવે, જેમ ભરતક્ષેત્રમાં ગંગા અને સિંધુ એ બે નદીઓથી તથા વિજયાર્ધ પર્વતથી
પાંચ મ્લેચ્છ ખંડ અને એક આર્યખંડ એમ છ ખંડ થયા, તેમ પૂર્વોક્ત બત્રીસ વિદેહક્ષેત્રોમાં
ગંગા અને સિંધુ જેવી બે નદીઓ અને વિજયાર્ધ પર્વતથી પ્રત્યેક ક્ષેત્રના છ ખંડ જાણવા.
વિશેષ એ છે કે; આ બધાં ક્ષેત્રોમાં સદાય ચોથા કાળની આદિ જેવો કાળ રહે છે. ત્યાં
ઉત્કૃષ્ટ આયુષ્ય કરોડ પૂર્વનું છે અને શરીરની ઊંચાઈ પાંચસો ધનુષ્યની છે. પૂર્વનું માપ
કહે છે. ‘‘પૂર્વનું પ્રમાણ સિત્તેર લાખ, છપ્પન હજાર કરોડ વર્ષ જાણવું.’’
तेषां विभागभेदं कथयति । पूर्वभणिता या भूतारण्यवनवेदिका तस्याः पूर्वभागे क्षेत्रं भवति ।
तदनंतरं वक्षारपर्वतस्तदनंतरं क्षेत्रं, ततो विभंगा नदी, ततः क्षेत्रं, ततो वक्षारपर्वतः, ततश्च
क्षेत्रं, ततश्च विभंगा नदी, ततोऽपि क्षेत्रं, ततो वक्षारपर्वतस्ततः क्षेत्रं, ततो विभंगा नदी,
ततः क्षेत्रं, ततश्च वक्षारपर्वतस्ततः क्षेत्रं, ततो मेरुदिशाभागे पश्चिमभद्रशालवनवेदिका चेति
नवभित्तिषुं मध्येऽष्टौ क्षेत्राणि भवन्ति । तेषां क्रमेण नामानि कथ्यन्ते — वप्रा १, सुवप्रा २,
महावप्रा ३, वप्रकावती ४, गन्धा ५, सुगन्धा ६, गन्धिला ७, गन्धमालिनी ८ चेति ।
तन्मध्यस्थितनगरीणां नामानि कथ्यन्ते — विजया १, वैजयंती २, जयंती ३, अपराजिता
४, चक्रपुरी ५, खड्गपुरी ६, अयोध्या ७, अवध्या ८ चेति ।
अथ यथा — भरतक्षेत्रेगङ्गासिंधुनदीद्वयेन विजयार्धपर्वतेन च म्लेच्छखण्डपञ्चकमार्यखण्डं
चेति षट् खण्डानि जातानि । तथैव तेषु द्वात्रिंशत्क्षेत्रेषु गङ्गासिंधुसमाननदीद्वयेन विजयार्धपर्वतेन
च प्रत्येकं षट् खण्डानि ज्ञातव्यानि । अयं तु विशेषः । एतेषु क्षेत्रेषु सर्वदैव
चतुर्थकालादिसमानकालः । उत्कर्षेणं पूर्वकोटिजीवितं, पञ्चशतचापोत्सेधश्चेति विज्ञेयम् ।
पूर्वप्रमाणं कथ्यते । ‘‘पुव्वस्स हु परिमाणं सदरिं खलु सदसहस्सकोडीओ । छष्पण्णं च सहस्सा
૧૪૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ