Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 145 of 272
PDF/HTML Page 157 of 284

 

background image
વિભાગોનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે, મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં પૂર્વપશ્ચિમ બાવીસ હજાર યોજન લાંબા
પશ્ચિમ ભદ્રશાલ વન પછી પશ્ચિમ વિદેહક્ષેત્ર છે, ત્યાં નિષધ પર્વતની ઉત્તરે અને શીતોદા
નદીની દક્ષિણે જે ક્ષેત્રો છે, તેના વિભાગ કહે છે
મેરુપર્વતની પશ્ચિમ દિશામાં જે પશ્ચિમ
ભદ્રશાલ વનની વેદિકા છે તેની પશ્ચિમે ક્ષેત્ર છે, ત્યાર પછી દક્ષિણથી ઉત્તરે લંબાયેલો
વક્ષાર પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી
વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત
છે, પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી
ક્ષેત્ર છે, ત્યાર પછી પશ્ચિમ સમુદ્રની પાસે જે ભૂતારણ્ય નામનું વન છે તેની વેદિકા છે.
આવી રીતે નવ ભીંતોની વચ્ચે આઠ ક્ષેત્ર છે. તેમનાં નામ કહે છે
પદ્મા, સુપદ્મા,
મહાપદ્મા, પદ્મકાવતી, શંખા, નલિના, કુમુદા, સલિલા. તેની વચ્ચે આવેલી નગરીઓનાં
નામ કહે છે
અશ્વપુરી, સિંહપુરી, મહાપુરી, વિજયાપુરી, અરજાપુરી, વિરજાપુરી,
અશોકાપુરી અને વિશોકાપુરી.
હવે શીતોદાની ઉત્તરે અને નીલકુલાચલની દક્ષિણે જે ક્ષેત્રો છે, તેમના વિભાગભેદનું
व्याख्यानं समाप्तम्
अथ मेरोः पश्चिमदिग्भागे पूर्वापरद्वाविंशतिसहस्रयोजनविष्कम्भो पश्चिमभद्रशाल-
वनानन्तरं पश्चिमविदेहस्तिष्ठति तत्र निषधपर्वतादुत्तरविभागे शीतोदानद्यादक्षिणभागे यानि
क्षेत्राणि तेषां विभाग उच्यते तथाहिमेरुदिग्भागे या पश्चिमभद्रशालवनवेदिका तिष्ठति
तस्याः पश्चिमभागे क्षेत्रं भवति, ततो दक्षिणोत्तरायतो वक्षारपर्वतस्तिष्ठति, तदनन्तरं क्षेत्रं,
ततो विभङ्गा नदी, ततः क्षेत्रं, ततो वक्षारपर्वतस्ततः क्षेत्रं, ततः विभङ्गा नदी, ततः क्षेत्रं,
ततो वक्षारपर्वतस्ततः क्षेत्रं, ततः विभङ्गा नदी, ततः क्षेत्रं, ततः वक्षारपर्वतस्ततः क्षेत्रं,
तदनन्तरं पश्चिमसमुद्रे समीपे यद्भूतारण्यवनं तिष्ठति तस्य वेदिका चेति नवभित्तिषु मध्येऽष्टौ
क्षेत्राणि भवन्ति
तेषां नामानि कथ्यन्तेपद्मा १, सुपद्मा २, महापद्मा ३, पद्मकावती
४, शंखा ५, नलिना ६, कुमुदा ७, सलिला ८ चेति तन्मध्यस्थितनगरीणां नामानि
कथयन्तिअश्वपुरी १, सिंहपुरी २, महापुरी ३, विजयापुरी ४, अरजापुरी ५, विरजापुरी
६, अशोकापुरी ७, विशोकापुरी ८ चेति
अत ऊर्ध्वं शीतोदाया उत्तरभागे नीलकुलपर्वताद्दक्षिणे भागे यानि क्षेत्राणि तिष्ठन्ति
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૪૫