Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 144 of 272
PDF/HTML Page 156 of 284

 

background image
કચ્છાવતી, આવર્ત્તા, લાંગલાવર્ત્તા, પુષ્કલા, પુષ્કલાવતી.
હવે, ક્ષેત્રોની મધ્યમાં જે નગરીઓ છે તેમનાં નામ કહે છેઃ ક્ષેમા, ક્ષેમપુરી, રિષ્ટા,
રિષ્ટપુરી, ખડ્ગા, મંજૂષા, ઔષધિ અને પુંડરીકિણી.
હવે પછી, શીતા નદીની દક્ષિણ દિશામાં નિષધ પર્વતની ઉત્તરે જે આઠ ક્ષેત્રો છે,
તેનું કથન કરે છે. તે આ પ્રમાણેપૂર્વોક્ત જે દેવારણ્યની વેદિકા છે તેની પશ્ચિમે ક્ષેત્ર
છે, ત્યાર પછી વક્ષાર પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, ત્યાર પછી વિભંગા નદી છે, પછી
ક્ષેત્ર છે, ત્યાર પછી વક્ષાર પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, ત્યાર પછી વિભંગા નદી છે,
ત્યાર પછી ક્ષેત્ર છે, ત્યાર પછી વક્ષાર પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી
છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, પછી મેરુની પૂર્વ દિશાના
પૂર્વભદ્રશાલ વનની વેદી છે. એવી રીતે નવ ભીંત વચ્ચે આઠ ક્ષેત્રો જાણવાં.
હવે, તેમનાં નામ ક્રમપૂર્વક કહે છેવચ્છા, સુવચ્છા, મહાવચ્છા, વચ્છાવતી,
રમ્યા, રમ્યકા, રમણીયા અને મંગલાવતી.
હવે, તેમની મધ્યમાં આવેલી નગરીઓનાં નામ કહે છેઃ સુસીમા, કુંડલા,
અપરાજિતા, પ્રભાકરી, અંકા, પદ્મા, શુભા અને રત્નસંચયા.એ પ્રમાણે પૂર્વવિદેહક્ષેત્રના
आवर्त्ता ५, लाङ्गलावर्त्ता ६, पुष्कला ७, पुष्कलावती ८ चेति इदानीं क्षेत्रमध्य-
स्थितनगरीणां नामानि कथ्यन्तेक्षेमा १, क्षेमपुरी २, रिष्टा ३, रिष्टपुरी ४, खङ्गा ५,
मञ्जूषा ६, औषधी ७, पुण्डरीकिणी ८ चेति
अत ऊर्ध्वं शीताया दक्षिणविभागे निषधपर्वतादुत्तरविभागे यान्यष्टक्षेत्राणि तानि
कथ्यन्ते तद्यथापूर्वोक्ता या देवारण्यवेदिका तस्याः पश्चिमभागे क्षेत्रमस्ति, तदनन्तरं
वक्षारपर्वतस्ततः परं क्षेत्रं, ततो विभङ्गा नदी, ततश्च क्षेत्रं, तस्माद्वक्षारपर्वतस्ततश्च क्षेत्रं, ततो
विभङ्गा नदी, ततः क्षेत्रं, ततो वक्षारपर्वतः, ततः क्षेत्रं, ततो विभङ्गा नदी, तदनन्तरं क्षेत्रं,
ततो वक्षारपर्वतस्ततः क्षेत्रं, ततो मेरुदिग्भागे पूर्वभद्रशालवनवेदिका भवतीति नवभित्ति-
मध्येऽष्टौ क्षेत्राणि ज्ञातव्यानि
इदानीं तेषां क्रमेण नामानि कथ्यन्तेवच्छा १, सुवच्छा
२, महावच्छा ३, वच्छावती ४, रम्या ५, रम्यका ६, रमणीया ७, मङ्गलावती ८ चेति
इदानीं तन्मध्यस्थितनगरीणां नामानि कथ्यन्तेसुसीमा १, कुण्डला २, अपराजिता ३,
प्रभाकरी ४, अङ्का ५, पद्मा ६, शुभा ७, रत्नसंचया ८ चेति, इति पूर्वविदेहक्षेत्रविभाग-
૧૪૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ