Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 155 of 272
PDF/HTML Page 167 of 284

 

background image
માહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મોત્તર, લાંતવ, કાપિષ્ટ, શુક્ર, મહાશુક્ર, શતાર, સહસ્રાર, આનત, પ્રાણત,
આરણ અને અચ્યુત નામનાં સોળ સ્વર્ગ છે. ત્યાંથી આગળ નવ ગ્રૈવેયક વિમાન છે, ત્યાંથી
ઉપર નવ અનુદિશ નામનાં નવ વિમાનોનું એક પટલ છે, તેનાથી પણ ઉપર પાંચ અનુત્તર
નામનાં પાંચ વિમાનોનું એક પટલ છે. એ રીતે ઉક્ત ક્રમે ઉપર ઉપર વૈમાનિક દેવો રહે
છે. આ વાર્તિક અર્થાત્ સંગ્રહવાક્ય અથવા સમુદાય-કથન છે. આદિમાં બાર, મધ્યમાં આઠ
અને અંતે ચાર યોજન પ્રમાણ ગોળ વ્યાસવાળી, ચાળીસ યોજન ઊંચી જે મેરુ પર્વતની
ચૂલિકા છે તેની ઉપર દેવકુરુ અથવા ઉત્તરકુરુ નામની ઉત્તમ ભોગભૂમિના મનુષ્યના વાળના
અગ્રભાગ જેટલે અંતરે ૠજુ વિમાન છે. ચૂલિકા સહિત મેરુ પર્વતની ઊંચાઈનું પ્રમાણ
એક લાખ યોજન છે. તે (ઊંચાઈ)નાથી શરૂ કરીને દોઢ રાજુ પ્રમાણ જે આકાશક્ષેત્ર છે
ત્યાં સુધી સૌધર્મ અને ઇશાન નામનાં બે સ્વર્ગ છે. તેના ઉપર દોઢ રાજુ સુધી સાનત્કુમાર
અને માહેન્દ્ર નામનાં બે સ્વર્ગ છે, ત્યાંથી અર્ધા રાજુ સુધી બ્રહ્મ અને બ્રહ્મોત્તર નામનાં
બે સ્વર્ગ છે, ત્યાંથી પણ અર્ધા રાજુ સુધી લાંતવ અને કાપિષ્ટ નામનાં બે સ્વર્ગ છે. ત્યાંથી
ઉપર અર્ધા રાજુ સુધી શુક્ર અને મહાશુક્ર નામનાં બે સ્વર્ગ જાણવાં. ત્યારપછી અર્ધા રાજુ
સુધી શતાર અને સહસ્રાર નામનાં બે સ્વર્ગ છે, ત્યારપછી આગળ અર્ધા રાજુ સુધી આનત
અને પ્રાણત નામનાં બે સ્વર્ગ છે, ત્યારપછી અર્ધા રાજુ સુધી આકાશમાં આરણ અને
અચ્યુત નામનાં બે સ્વર્ગ છે. ત્યાં પ્રથમનાં બે યુગલોમાં પોતપોતાનાં સ્વર્ગનાં નામવાળા
लान्तवकापिष्टशुक्रमहाशुक्रशतारसहस्रारानतप्राणतारणाच्युतसंज्ञाः षोडश स्वर्गाः ततोऽपि
नवग्रैवेयकसंज्ञास्ततश्च नवानुदिशसंज्ञं नवविमानसंख्यमेकपटलं ततोऽपि पंचानुत्तरसंज्ञं
पंचविमानसंख्यमेकपटलं चेत्युक्तक्रमेणोपर्युपरि वैमानिकदेवास्तिष्ठन्तीति वार्त्तिकं सङ्ग्रहवाक्यं
समुदायकथनमिति यावत्
आदिमध्यान्तेषु द्वादशाष्टचतुर्योजनवृत्तविष्कम्भा
चत्वारिंशत्प्रमितयोजनोत्सेधा या मेरुचूलिका तिष्ठति तस्या उपरि कुरुभूमिजमर्त्यवालाग्रान्तरितं
पुनऋर्ृजुविमानमस्ति
तदादिं कृत्वा चूलिकासहितलक्षयोजनप्रमाणं मेरूत्सेधमान-
मर्द्धाधिकैकरज्जूप्रमाणं यदाकाशक्षेत्रं तत्पर्यन्तं सौधर्मैज्ञानसंज्ञं स्वर्गयुगलं तिष्ठति ततः
परमर्द्धाधिकैकरज्जुपर्यन्तं सानत्कुमारमाहेन्द्रसंज्ञं स्वर्गयुगलं भवति, तस्मादर्द्धरज्जुप्रमाणाकाश-
पर्यन्तं ब्रह्मब्रह्मोत्तराभिधानं स्वर्गयुगलमस्ति, ततोऽप्यर्द्धरज्जुपर्यन्तं लांतवकापिष्टनामस्वर्ग-
युगलमस्ति, ततश्चार्द्धरज्जुपर्यन्तं शुक्रमहाशुक्राभिधानं स्वर्गद्वयं ज्ञातव्यम्, तदनंतरमर्द्धरज्जुपर्यन्तं
शतारसहस्रारसंज्ञं स्वर्गयुगलं भवति, ततोऽप्यर्द्धरज्जुपर्यन्तमानतप्राणतनाम स्वर्गयुगलं, ततः
परमर्द्धरज्जुपर्यन्तमाकाशं यावदारणाच्युताभिधानं स्वर्गद्वयं ज्ञातव्यमिति
तत्र प्रथमयुगलद्वये
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૫૫