ચાર ઇન્દ્રો જાણવા. વચ્ચેનાં ચાર યુગલોમાં પોતપોતાના પ્રથમ સ્વર્ગનાં નામવાળા ચાર
ઇન્દ્રો છે. આ રીતે સમૂહરૂપે સોળ સ્વર્ગોમાં બાર ઇન્દ્રો જાણવા. સોળ સ્વર્ગોથી ઉપર
એક રાજુમાં નવ ગ્રૈવેયક, નવ અનુદિશ અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવો છે. ત્યારપછી
બાર યોજન આગળ જતાં આઠ યોજન જાડી અને મનુષ્યલોક (અઢી દ્વીપ) જેવડી
પિસ્તાળીસલાખ યોજનના વિસ્તારવાળી મોક્ષશિલા છે. તેની ઉપર ઘનોદધિ, ઘનવાત અને
તનુવાત નામના ત્રણ વાયુ છે. ત્યાં તનુવાત વલયની મધ્યમાં અને લોકના અંતે કેવળજ્ઞાનાદિ
અનંત ગુણસહિત સિદ્ધો છે.
હવે, સ્વર્ગનાં પટલોની સંખ્યા કહે છે — સૌધર્મ અને ઇશાન સ્વર્ગમાં એકત્રીસ,
સાનત્કુમાર અને માહેન્દ્ર સ્વર્ગમાં સાત, બ્રહ્મ અને બ્રહ્મોત્તર સ્વર્ગમાં ચાર, લાંતવ અને
કાપિષ્ટ સ્વર્ગમાં બે, શુક્ર અને મહાશુક્ર સ્વર્ગમાં એક, શતાર અને સહસ્રાર સ્વર્ગમાં એક,
આનત અને પ્રાણત સ્વર્ગમાં ત્રણ, અને આરણ તથા અચ્યુત સ્વર્ગમાં ત્રણ પટલ છે. નવ
ગ્રૈવેયકોમાં નવ, નવ અનુદિશોમાં એક અને પાંચ અનુત્તરોમાં એક પટલ છે. એ રીતે
સમૂહમાં ઉપર ઉપર ત્રેસઠ પટલ જાણવાં. તે જ કહ્યું છે૧ કે-‘‘સૌધર્મ યુગલમાં એકત્રીસ,
સાનત્કુમાર યુગલમાં સાત, બ્રહ્મયુગલમાં ચાર, લાંતવ યુગલમાં બે, શુક્ર યુગલમાં એક,
શતાર યુગલમાં એક, આનત આદિ ચાર સ્વર્ગોમાં છ, પ્રત્યેક ત્રણે ગ્રૈવેયકોમાં ત્રણ ત્રણ,
स्वकीयस्वकीयस्वर्गनामानश्चत्वार इन्द्रा विज्ञेयाः, मध्ययुगलचतुष्टये पुनः स्वकीय-
स्वकीयप्रथमस्वर्गाभिधान एकैक एवेन्द्रो भवति, उपरितनयुगलद्वयेऽपि स्वकीयस्वकीय-
स्वर्गनामानश्चत्वार इन्द्रा भवन्तिः इति समुदायेन षोडशस्वर्गेषु द्वादशेन्द्रा ज्ञातव्याः ।
षोडशस्वर्गादूर्ध्वमेकरज्जमध्ये नवग्रैवेयकनवानुदिशपञ्चानुत्तरविमानवासिदेवास्तिष्ठन्ति । ततः परं
तत्रैव द्वादशयोजनेषु गतेष्वष्टयोजनबाहुल्या मनुष्यलोकवत्पञ्चाधिकचत्वारिंशल्लक्षयोजनविस्तारा
मोक्षशिला भवति । तस्या उपरि घनोदधिघनवाततनुवातत्रयमस्ति । तत्र तनुवातमध्ये लोकान्ते
केवलज्ञानाद्यनन्तगुणसहिताः सिद्धाः तिष्ठन्ति ।
इदानीं स्वर्गपटलसंख्या कथ्यते — सौधर्मेशानयोरेकत्रिंशत्, सनत्कुमारमाहेन्द्रयोः सप्त,
ब्रह्मब्रह्मोत्तरयोश्चत्वारि, लान्तवकापिष्टयोर्द्धयम्, शुक्रमहाशुक्रयोः पटलमेकम्, शतार-
सहस्रारयोरेकम्, आनतप्राणतयोस्त्रयम्, आरणाच्युतयोस्त्रयमिति । नवसु ग्रैवेयकेषु नवकं,
नवानुदिशेषु पुनरेकं, पञ्चानुत्तरेषु चैकमिति समुदायेनोपर्युपरि त्रिषष्टिपटलानि ज्ञातव्यानि ।
तथा चोक्तम् — ‘‘इगत्तीससत्तचत्तारिदोण्णिएक्केक्कछक्कचदुकप्पे । तित्तियएक्केकिंदियणामा उडु
૧. ત્તિલોકપન્નતિ. ૮/૧૫૯
૧૫૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ