નવ અનુદિશોમાં એક, પાંચ અનુત્તરોમાં એક — એમ સમૂહરૂપે ત્રેસઠ ઇન્દ્રક હોય છે.’’
હવે, આગળ પ્રથમ પટલનું વ્યાખ્યાન કરે છે. મેરુપર્વતની ચૂલિકાની ઉપર
મનુષ્યક્ષેત્ર જેટલા વિસ્તારવાળા પૂર્વોક્ત ૠજુ વિમાનની ઇન્દ્રક સંજ્ઞા છે. તેની ચારે
દિશાઓમાં પંક્તિરૂપે સર્વ દ્વીપ અને સમુદ્રોની ઉપર પ્રત્યેક દિશામાં જે અસંખ્ય યોજન
વિસ્તારવાળા ત્રેસઠ વિમાનો છે, તેની ‘શ્રેણીબદ્ધ’ સંજ્ઞા છે. પંક્તિરહિત પુષ્પોની પેઠે ચારે
વિદિશાઓમાં જે સંખ્યાત અને અસંખ્યાત યોજન વિસ્તારવાળાં વિમાનો છે, તેમની
‘‘પ્રકીર્ણક’’ સંજ્ઞા છે. એ રીતે સમૂહમાં પ્રથમ પટલનું લક્ષણ જાણવું. તેમાં પૂર્વ, પશ્ચિમ
અને દક્ષિણ — એ ત્રણ શ્રેણિઓનાં વિમાનો, તે ત્રણ દિશાઓની વચ્ચેની બે વિદિશાઓનાં
વિમાનો સૌધર્મ (નામના પ્રથમ સ્વર્ગ) સંબંધી છે. બાકીની બે વિદિશાનાં વિમાનો અને
ઉત્તર શ્રેણીનાં વિમાન ઇશાન સ્વર્ગ સંબંધી છે. જિન ભગવાને જોયા પ્રમાણે આ પટલથી
ઉપર સંખ્યાત અને અસંખ્યાત યોજન જતાં તે જ ક્રમ પ્રમાણે દ્વિતીય આદિ પટલ છે.
વિશેષ એ છે — ચારે શ્રેણીઓમાં પ્રત્યેક પટલમાં દરેક દિશામાં એકેક વિમાન ઓછું
થાય છે અને પાંચ અનુત્તર પટલમાં ચારે દિશાઓમાં એકેક વિમાન રહે છે. આ સૌધર્મ
આદિ વિમાનો ચોર્યાસી લાખ, સત્તાણું હજાર, ત્રેવીસ અકૃત્રિમ, સુવર્ણમય જિનગૃહોથી
શોભિત છે, એમ જાણવું.
आदि तेसट्ठी ।’’
अतः परं प्रथमपटलव्याख्यानं क्रियते । ऋजु विमानं यदुक्तं पूर्वं मेरुचूलिकाया उपरि
तस्य मनुष्यक्षेत्रप्रमाणविस्तारस्येन्द्रकसंज्ञा । तस्य चतुर्दिग्भागेष्वसंख्येययोजनविस्ताराणि
पंक्तिरूपेण सर्वद्वीपसमुद्रेषूपरि प्रतिदिशं यानि त्रिषष्टिविमानानि तिष्ठन्ति तेषां श्रेणीबद्धसंज्ञा ।
यानि च पंक्तिरहितपुष्पप्रकरवद्विदिक्चतुष्टये तिष्ठन्ति तेषां संख्येयासंख्येययोजनविस्ताराणां
प्रकीर्णकसंज्ञा । इति समुदायेन प्रथमपटललक्षणं ज्ञातव्यम् । तत्र पूर्वापरदक्षिण-
श्रेणित्रयविमानानि, तन्मध्ये विदिग्द्वयविमानानि च सौधर्मसम्बन्धीनि भवन्ति, शेषविदिग्द्वय-
विमानानि तथोत्तरश्रेणिविमानानि च पुनरीशानसम्बन्धीनि । अस्मात्पटलादुपरि जिनदृष्टमानेन
संख्येयान्यसंख्येयानि योजनानि गत्वा तेनैव क्रमेण द्वितीयादिपटलानि भवन्ति । अयं च
विशेषः — श्रेणीचतुष्टये पटले पटले प्रतिदिशमेकैकविमानं हीयते यावत् पञ्चानुत्तरपटले
चतुर्दिक्ष्वैकैकविमानं तिष्ठति । एते सौधर्मादिविमानाश्चतुरशीतिलक्षसप्तनवतिसहस्र-
त्रयोविंशतिप्रमिता अकृत्रिमसुवर्णमयजिनगृहमण्डिता ज्ञातव्या इति ।
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૫૭