હવે, દેવોના આયુષ્યનું પ્રમાણ કહે છે. ભવનવાસી દેવોમાં જઘન્ય આયુષ્ય દશ
હજાર વર્ષનું છે. અસુરકુમાર નામના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગર, નાગકુમારોનું
ત્રણ પલ્ય, સુપર્ણકુમારોનું અઢી પલ્ય, દ્વીપકુમારોનું બે પલ્ય અને બાકીના છ પ્રકારના
ભવનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દોઢ પલ્યનું છે. વ્યંતરદેવોમાં જઘન્ય આયુષ્ય દશ હજાર
વર્ષનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યથી કાંઈક અધિક છે. જ્યોતિષી દેવોમાં જઘન્ય
આયુષ્ય એક પલ્યના આઠમા ભાગ જેટલું છે. ચંદ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્ય અને એક
લાખ વર્ષ છે તથા સૂર્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્ય અને એક હજાર વર્ષ છે, બાકીના
જ્યોતિષી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આગમ અનુસાર જાણવું. સૌધર્મ અને ઇશાન સ્વર્ગના
દેવોનું જઘન્ય આયુષ્ય એક પલ્યથી કાંઈક અધિક અને ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરથી કાંઈક
અધિક છે. સાનત્કુમાર અને માહેન્દ્ર સ્વર્ગના દેવોનું આયુષ્ય સાત સાગરથી કાંઈક અધિક,
બ્રહ્મ-બ્રહ્મોત્તરમાં દશ સાગરથી કાંઈક અધિક, લાંતવ-કાપિષ્ટમાં ચૌદ સાગરથી કાંઈક
અધિક, શુક્ર – મહાશુક્રમાં સોળ સાગરથી કાંઈક અધિક, શતાર – સહસ્રારમાં અઢાર સાગરથી
કાંઈક અધિક, આનત – પ્રાણતમાં વીસ સાગર અને આરણ – અચ્યુતમાં બાવીસ સાગરનું
ઉત્કૃષ્ટ આયુષ્ય છે.
ત્યારપછી અચ્યુત સ્વર્ગથી ઉપર કલ્પાતીત નવ ગ્રૈવેયકોમાં દરેકમાં ક્રમશઃ બાવીસ
સાગર પ્રમાણથી એકેક સાગર વધારે વધારે છે અને એમ કરતાં છેલ્લી નવમી ગ્રૈવેયકમાં
એકત્રીસ સાગરનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. નવ અનુદિશ પટલમાં બત્રીસ સાગરનું અને પાંચ
अथ देवानामायुःप्रमाणं कथ्यते । भवनवासिषु जघन्येन दशवर्षसहस्राणि, उत्कर्षेण
पुनरसुरकुमारेषु सागरोपमं, नागकुमारेषु पल्यत्रयं, सुपर्णे सार्धद्वयं, द्वीपकुमारे द्वयं,
शेषकुलषट्के सार्धपल्यमिति । व्यन्तरे जघन्येन दशवर्षसहस्राणि, उत्कर्षेण पल्यमधिकमिति ।
ज्योतिष्कदेवे जघन्येन पल्याष्टमविभागः, उत्कर्षेण चन्द्रे लक्षवर्षाधिकं पल्यम्, सूर्ये सहस्राधिकं
पल्यं, शेषज्योतिष्कदेवानामागमानुसारेणेति । अथ सौधर्मैज्ञानयोर्जघन्येन साधिकपल्यं, उत्कर्षेण
साधिकसागरोपमद्वयं, सानत्कुमार माहेन्द्रयोः साधिकसागरोपमसप्तकं, ब्रह्मब्रह्मोत्तरयोः
साधिकसागरोपमदशकं, लान्तवकापिष्टयोः साधिकानि चतुर्दशसागरोपमानि, शुक्रमहाशुक्रयोः
षोडश साधिकानि, शतारसहस्रारयोरष्टादशसाधिकानि, आनतप्राणतयोर्विंशतिरेव,
आरणाच्युतयोर्द्धाविंशतिरिति । अतः परमच्युतादूर्ध्वं कल्पातीतनवग्रैवेयकेषु द्वाविंशतिसागरोपम-
प्रमाणादूर्ध्वमेकैकसागरोपमे वर्धमाने सत्येकत्रिंशत्सागरोपमान्यवसानग्रैवेयके भवन्ति ।
नवानुदिशपटले द्वात्रिंशत्, पञ्चानुत्तरपटले त्रयस्त्रिंशत्, उत्कृष्टायुः प्रमाणं ज्ञातव्यम् । तदायुः
૧૫૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ