અનુત્તર પટલમાં તેત્રીસ સાગરના ઉત્કૃષ્ટ આયુષ્યનું પ્રમાણ જાણવું.
સૌધર્મ આદિ સ્વર્ગમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે આયુષ્ય સર્વાર્થસિદ્ધિ સિવાય ઉપર
ઉપરના સ્વર્ગમાં જઘન્ય આયુષ્ય છે. બાકીનું વિશેષ વ્યાખ્યાન ત્રિલોકસાર આદિમાંથી
જાણવું.
વિશેષ — આદિ – મધ્ય – અંતરહિત, શુદ્ધ – બુદ્ધ એક – સ્વભાવ પરમાત્મામાં સકલ
નિર્મલ કેવળજ્ઞાનરૂપ નેત્ર વડે અરીસામાં પ્રતિબિંબોની પેઠે, શુદ્ધાત્મા આદિ પદાર્થો
આલોકિત થાય છે – દેખાય છે – જણાય છે – પરિચ્છિન્ન થાય છે; તેથી તે કારણે તે જ
(શુદ્ધાત્મા જ) નિશ્ચયલોક છે અથવા તે નિશ્ચયલોક નામના પોતાના શુદ્ધ પરમાત્મામાં
અવલોકન તે નિશ્ચયલોક છે. ‘‘सण्णाओ य तिलेस्सा इंदियवसदाय अत्तरुद्दाणि । णाणं च दुप्पउत्तं
मोहो पावप्पदा होंति ।। (શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૪૦.)
[અર્થઃ — સંજ્ઞા, ત્રણ લેશ્યા, ઇન્દ્રિયોને વશ થવું, આર્ત અને રૌદ્ર ધ્યાન, દુષ્પ્રયુક્ત
(ખોટા કામમાં જોડાયેલું ) જ્ઞાન અને મોહ – એ બધાં પાપ આપનાર છે.]’’ — આ ગાથામાં
કહેલા વિભાવપરિણામથી શરૂ કરીને સમસ્ત શુભાશુભ સંકલ્પ – વિકલ્પ ત્યાગીને, નિજ
શુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન પરમ – આહ્લાદરૂપ એક સુખામૃતના રસાસ્વાદના અનુભવથી જે
ભાવના હોય, તે જ નિશ્ચયલોકાનુપ્રેક્ષા છે. બાકીની વ્યવહારથી છે.
એ રીતે, સંક્ષેપથી લોક - અનુપ્રેક્ષાનું વ્યાખ્યાન સમાપ્ત થયું. ૧૦.
सौधर्मादिषु स्वर्गेषु यदुत्कृष्टं तत्परस्मिन् परस्मिन् स्वर्गे सर्वार्थसिद्धिं विहाय जघन्यं चेति ।
शेषं विशेषव्याख्यानं त्रिलोकसारादौ बोद्धव्यम् ।
किञ्च — आदिमध्यान्तमुक्ते शुद्धबुद्धैकस्वभावे परमात्मनि सकलविमलकेवल-
ज्ञानलोचनेनादर्शे विम्बानीव शुद्धात्मादिपदार्था लोक्यन्ते दृश्यन्ते ज्ञायन्ते परिच्छिद्यन्ते ।
यतस्तेन कारणेन स एव निश्चयलोकस्तस्मिन्निश्चयलोकाख्ये स्वकीयशुद्धपरमात्मनि अवलोकनं
वा स निश्चयलोकः । ‘‘सण्णाओ य तिलेस्सा इंदियवसदाय अत्तरुद्दाणि । णाणं च दुप्पउत्तं
मोहो पावप्पदा होंति ।१।’’ इति गाथोदितविभावपरिणाममादिं कृत्वा समस्त-
शुभाशुभसंकल्पविकल्पत्यागेन निजशुद्धात्मभावनोत्पन्नपरमाह्लादैकसुखामृतरसास्वादानुभवनेन च
या भावना सैव निश्चयलोकानुप्रेक्षा । शेषा पुनर्व्यवहारेणेत्येवं संक्षेपेण लोकानुप्रेक्षाव्याख्यानं
समाप्तम् ।।१०।।
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૫૯