હવે, બોધિદુર્લભ૧ અનુપ્રેક્ષા કહે છેઃ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી,
પર્યાપ્ત, મનુષ્ય, ઉત્તમદેશ, ઉત્તમકુળ, સુંદરરૂપ, ઇન્દ્રિયોની પૂર્ણતા, નીરોગપણું, લાંબું
આયુષ્ય, ઉત્તમ બુદ્ધિ, સત્ધર્મનું શ્રવણ, ગ્રહણ, ધારણ તથા શ્રદ્ધાન, સંયમ, વિષયસુખથી
છૂટવું અને ક્રોધાદિ કષાયોની નિવૃત્તિ — એ બધાં ઉત્તરોત્તર દુર્લભ છે. કદાચ કાકતાલીય
ન્યાયથી એ બધાં પ્રાપ્ત થવા છતાં તેમની પ્રાપ્તિરૂપ ‘બોધિ’ના ફળભૂત એવી સ્વશુદ્ધાત્માના
સંવેદનાત્મક૨ નિર્મળ ધર્મધ્યાન – શુક્લધ્યાનરૂપ પરમ સમાધિ દુર્લભ છે. જો પ્રશ્ન કરવામાં
આવે કે પરમસમાધિ દુર્લભ કેમ છે? સમાધાન — તેને (પરમસમાધિને) રોકનાર મિથ્યાત્વ,
વિષય, કષાય, નિદાનબંધ આદિ વિભાવપરિણામોનું (જીવમાં) પ્રબલપણું છે તેથી
(પરમસમાધિ દુર્લભ છે). માટે જે (પરમસમાધિ) જ નિરંતર ભાવવા યોગ્ય છે. તેની
ભાવના રહિત જીવોનું ફરી ફરી સંસારમાં પતન થાય છે. કહ્યું છે કેઃ — ‘‘જો મનુષ્ય
अथ बोधिदुर्लभानुप्रेक्षां कथयति । तथाहि एकेन्द्रियविकलेन्द्रियपंचेन्द्रियसंज्ञिपर्याप्त-
मनुष्यदेशकुलरूपेन्द्रियपटुत्वनिर्व्याध्यायुष्कवरबुद्धिसद्धर्मश्रवणग्रहणधारणश्रद्धानसंयमविषयसुख-
व्यावर्त्तनक्रोधादिकषायनिवर्त्तनेषु परं परं दुर्लभेषु कथंचित् काकतालीयन्यायेन लब्धेष्वपि
तल्लब्धिरूपबोधेः फलभूतस्वशुद्धात्मसंवित्त्यात्मकनिर्मलधर्मध्यानशुक्लध्यानरूपः परमसमाधि-
र्दुर्लभः । कस्मादिति चेत्तत्प्रतिबन्धकमिथ्यात्वविषयकषायनिदानबन्धादिविभावपरिणामानां
प्रवलत्वादिति । तस्मात् स एव निरन्तरं भावनीयः । तद्भावनारहितानां पुनरपि संसारे
पतनमिति । तथा चोक्तम् — ‘‘इत्यतिदुर्लभरूपां बोधिं लब्ध्वा यदि प्रमादी स्यात् ।
संसृतिभीमारण्ये भ्रमति वराको नरः सुचिरम् ।१।’’ पुनश्चोक्तं मनुष्यभवदुर्लभत्वम् —
૧. બોધિદુર્લભ અનુપ્રેક્ષા સંબંધમાં શ્રી જયચંદ્રજી પંડિત કૃત ‘બાર ભાવના’ ગ્રંથમાં કહ્યું છે કેઃ —
बोधि आपका भाव है निश्चय दुर्लभ नाहि ।
भवमें प्राप्ति कठिन है यह व्यवहार कहाहि ।। (बोधि दुर्लभ)
અર્થઃ — બોધિ (જ્ઞાન) આત્માનો સ્વભાવ છે, તેથી તે નિશ્ચયથી દુર્લભ નથી. સંસારમાં આત્મજ્ઞાન
(બોધિ) ને દુર્લભ તો વ્યવહારનયથી કહેલ છે.
૨. શ્રી કુંદકુંદાચાર્યદેવ દ્વાદશાનુપ્રેક્ષા શાસ્ત્રની ગાથા ૮૪ માં કહે છે કેઃ — ‘‘કર્મોદયથી થતી પર્યાયના કારણે
ક્ષાયોપશમિક જ્ઞાન હેય છે તથા નિજ આત્મદ્રવ્ય ઉપાદેય છે, એવો નિશ્ચય થવો તે સમ્યગ્જ્ઞાન છે.’’
તથા ગાથા ૮૬ માં કહે છે કેઃ — ‘‘એ પ્રકારે સ્વદ્રવ્ય તથા પરદ્રવ્યનું ચિંતવન કરવાથી હેય – ઉપાદેયનું
જ્ઞાન થાય છે, પણ નિશ્ચયનયમાં હેય – ઉપાદેયનો વિકલ્પ નથી. મુનિઓએ સંસારનો વિરામ કરવા માટે
બોધિનું ચિંતવન કરવું જોઈએ.’’ (બોધિદુર્લભ ભાવના.)
૧૬૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ