Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Dharma Anupreksha.

< Previous Page   Next Page >


Page 161 of 272
PDF/HTML Page 173 of 284

 

background image
અત્યંત દુર્લભ એવી ‘બોધિ’ ને પામીને પણ પ્રમાદી થાય છે, તો તે બિચારો સંસારરૂપી
ભયંકર વનમાં લાંબા સમય સુધી ભ્રમણ કરે છે.
’’
વળી, મનુષ્યભવની દુર્લભતા વિષે કહ્યું છે‘‘અશુભ પરિણામોની બહુલતા,
સંસારની વિશાળતા, યોનિયોની અતિ મોટી વિપુલતાઆ બધું મનુષ્યયોનિને બહુ દુર્લભ
બનાવે છે. ૧.’’
હવે, બોધિ અને સમાધિનું લક્ષણ કહે છે. નહિ પ્રાપ્ત કરેલ સમ્યગ્દર્શન, જ્ઞાન,
ચારિત્રની પ્રાપ્તિ કરવી તે બોધિ છે અને તેમને (સમ્યગ્દર્શનાદિને) જ નિર્વિઘ્નપણે બીજા
ભવમાં સાથે લઈ જવાં તે સમાધિ છે. આ રીતે સંક્ષેપમાં (બોધિ) દુર્લભ અનુપ્રેક્ષા સમાપ્ત
થઈ. ૧૧.
હવે, ધર્મ અનુપ્રેક્ષા કહે છે. તે આ પ્રમાણેસંસારમાં પડતા જીવને ઉદ્ધારીને
નાગેન્દ્ર, ચક્રવર્તી, દેવેન્દ્ર વગેરેથી પૂજ્ય, અવ્યાબાધ અનંત સુખાદિ અનંત ગુણોરૂપ
લક્ષણવાળા મોક્ષપદમાં જે મૂકે છે તે ધર્મ છે. તે ધર્મના ભેદ કહેવામાં આવે છે.
અહિંસાલક્ષણવાળો, ગૃહસ્થ
અને મુનિરૂપ લક્ષણવાળો, ઉત્તમ ક્ષમાદિ લક્ષણવાળો, નિશ્ચય-
વ્યવહાર રત્નત્રયાત્મક અથવા શુદ્ધાત્માના સંવેદનરૂપ મોહક્ષોભરહિત આત્માના પરિણામ-
વાળો ધર્મ છે. આ ધર્મની પ્રાપ્તિ નહીં થવાથી અનંત ભૂતકાળમાં ‘‘णिच्चिदरधाउसत्त य तरुदस
‘‘अशुभपरिणामबहुलता लोकस्य विपुलता, महामहती योनिविपुलता च कुरुते सुदुर्लभां
मानुषीं योनिम् ’’ बोधिसमाधिलक्षणं कथ्यतेसम्यग्दर्शनज्ञानचारित्राणामप्राप्तप्रापणं
बोधिस्तेषामेव निर्विघ्नेन भवान्तरप्रापणं समाधिरिति एवं संक्षेपेण दुर्लभानुप्रेक्षा समाप्ता ।।११।।
अथ धर्मानुप्रेक्षां कथयति तद्यथासंसारे पतन्तं जीवमुद्धृत्य
नागेन्द्रनरेन्द्रदेवेन्द्रादिवन्द्ये अव्याबाधानंतसुखाद्यनंतगुणलक्षणे मोक्षपदे धरतीति धर्मः तस्य च
भेदाः कथ्यन्तेअहिंसालक्षणः सागारानगारलक्षणो वा उत्तमक्षमादिलक्षणो वा
निश्चयव्यवहाररत्नत्रयात्मको वा शुद्धात्मसंवित्त्यात्मकमोहक्षोभरहितात्मपरिणामो वा धर्मः
अस्य धर्मस्यालाभेऽतीतानन्तकाले ‘‘णिच्चिदरधाउसत्त य तरुदस वियलेंदियेसु छच्चेव
૧. પરમાત્મપ્રકાશ ગાથા ૯ ટીકા
૨. અજ્ઞાત શાસ્ત્રની ગાથાથી.
૩. શ્રી કુંદકુંદાચાર્યદેવ ધર્મઅનુપ્રેક્ષા ગાથા ૮૨ માં કહે છે કે
‘‘નિશ્ચયનયથી જીવ ગૃહસ્થધર્મ અને
મુનિધર્મથી ભિન્ન છે, માટે બન્ને ધર્મોમાં મધ્યસ્થ ભાવના રાખી નિરંતર શુદ્ધ આત્માનું ચિંતવન કરવું.’’
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૬૧