Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 162 of 272
PDF/HTML Page 174 of 284

 

background image
वियलेंदियेसु छच्चेव सुरणिरयतिरियचउरो चउदस मणुयेसु सदसहस्सा ।।’’ [અર્થઃવનસ્પતિમાં
સાત લાખ, ઇતર નિગોદ વનસ્પતિમાં સાત લાખ, પૃથ્વીકાયમાં સાત લાખ, જળકાયમાં
સાત લાખ, તેજકાયમાં સાત લાખ, વાયુકાયમાં સાત લાખ, પ્રત્યેક વનસ્પતિમાં દસ લાખ,
બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચૌરિન્દ્રિયમાં બબ્બે લાખ, દેવ
નારકી અને તિર્યંચમાં ચાર
ચાર લાખ તથા મનુષ્યોમાં ચૌદ લાખ]’’ એ પ્રમાણે આ ગાથામાં કહ્યા પ્રમાણે ચોર્યાસી
લાખ યોનિઓમાં, પરમ સ્વાસ્થ્ય ભાવનાથી ઉત્પન્ન નિર્વ્યાકુળ પારમાર્થિકસુખથી વિપરીત
પંચેન્દ્રિય સુખની અભિલાષાથી ઉત્પન્ન વ્યાકુળતાને ઉત્પન્ન કરનારાં દુઃખોને સહન કરતો
આ જીવ ભમ્યો છે. જ્યારે જીવને આવા પ્રકારના વિશિષ્ટ ગુણવાળા ધર્મની પ્રાપ્તિ થાય
છે ત્યારે રાજાધિરાજ, અર્ધમાંડલિક, મહામાંડલિક, બળદેવ, વાસુદેવ, કામદેવ, ચક્રવર્તી,
દેવેન્દ્ર, ગણધરદેવ અને તીર્થંકર પરમદેવના પદ તથા તીર્થંકરના પ્રથમ ત્રણ કલ્યાણકો (ગર્ભ,
જન્મ અને તપ) સુધીના વિવિધ પ્રકારના વૈભવનાં સુખો પામીને પછી અભેદ રત્નત્રયની
ભાવનાના બળથી અક્ષય અનંત સુખાદિ ગુણોનાં સ્થાનભૂત અર્હંતપદ અને સિદ્ધપદને પ્રાપ્ત
કરે છે. તે કારણે ધર્મ જ પરમરસનું રસાયણ, નિધિઓનું નિધાન, કલ્પવૃક્ષ, કામધેનુ અને
ચિન્તામણિ છે. વિશેષ શું કહેવું? જેઓ જિનેન્દ્રદેવે કહેલા ધર્મને પામીને દ્રઢ શ્રદ્ધાવાળા
(સમ્યક્દ્રષ્ટિ) થયા છે, તે જ ધન્ય છે. કહ્યું પણ છે કે
‘‘धन्या ये प्रतिबुद्धा धर्मे खलु जिनवरैः
समुपदिष्टे ये प्रतिपन्ना धर्मं स्वभावनोपस्थितमनीषाः ।।’’ [અર્થઃજિનવરોએ સમ્યક્ પ્રકારે
ઉપદેશેલા ધર્મથી જેઓ પ્રતિબોધ પામ્યા છે, તે ખરેખર ધન્ય છે અને જેઓએ સ્વ
ભાવનામાં પોતાની બુદ્ધિ જોડીને ધર્મ પ્રાપ્ત કર્યો છે, તેઓને ધન્ય છે.]’’
सुरणिरयतिरियचउरो चउदस मणुयेसु सदसहस्सा ’’ इति गाथाकथितचतुरशीतियोनिलक्षेषु
मध्ये परमस्वास्थ्यभावनोत्पन्ननिर्व्याकुलपारमार्थिकसुखविलक्षणानि पञ्चेन्द्रियसुखाभिलाषजनित-
व्याकुलत्वोत्पादकानि दुःखानि सहमानः सन् भ्रमितोऽयं जीवः
यदा पुनरेवंगुणविशिष्टस्य
धर्मस्य लाभो भवति तदा राजाधिराजार्द्धमाण्डलिकमहामाण्डलिकबलदेववासुदेवकामदेव-
सकलचक्रवर्त्तिदेवेन्द्रगणधरदेवतीर्थंकरपरमदेव प्रथमकल्याणत्रयपर्यन्तं विविधाभ्युदयसुखं प्राप्य
पश्चादभेदरत्नत्रयभावनाबलेनाक्षयानंतसुखादिगुणास्पदमर्हत्पदं सिद्धपदं च लभते
तेन कारणेन
धर्म एव परमरसरसायनं निधिनिधानं कल्पवृक्षः कामधेनुश्चिन्तामणिरिति किं बहुना, ये
जिनेश्वरप्रणीतं धर्मं प्राप्य दृढमतयो जातास्त एव धन्याः तथा चोक्तम् ‘‘धन्या ये प्रतिबुद्धा
धर्मे खलु जिनवरैः समुपदिष्टे ये प्रतिपन्ना धर्मं स्वभावनोपस्थितमनीषाः ’’ इति
૧. શ્રી ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૮૯૨. અજ્ઞાત શાસ્ત્રની ગાથાથી.
૧૬૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ