એ રીતે, સંક્ષેપમાં ધર્મ – અનુપ્રેક્ષા સમાપ્ત થઈ. ૧૨.
એ રીતે, પૂર્વોક્ત લક્ષણવાળી અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ,
અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મતત્ત્વના ચિંતનરૂપ
સંજ્ઞાવાળી, આસ્રવરહિત શુદ્ધાત્મતત્ત્વમાં પરિણતિરૂપ સંવરના કારણભૂત બાર અનુપ્રેક્ષા
સમાપ્ત થઈ.
હવે, પરિષહજયનું કથન કરે છે — ભૂખ, તરસ, શીત, ગરમી, ડાંસ – મચ્છર,
નગ્નપણું, અરતિ, સ્ત્રી, ગમન, આસન, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ,
તૃણસ્પર્શ, મળ, સત્કાર – પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન — એ બાવીસ પરિષહો
જાણવા. તે ક્ષુધાદિ વેદનાઓનો તીવ્ર ઉદય થવા છતાં પણ, સુખ – દુઃખ, જીવન – મરણ,
લાભ – અલાભ, નિંદા – પ્રશંસા આદિમાં સમતારૂપ પરમ સામાયિક વડે — કે જે (પરમ-
સામાયિક) નવાં શુભાશુભ કર્મોનો સંવર કરવામાં અને જૂનાં શુભાશુભ કર્મોની નિર્જરા
કરવામાં સમર્થ છે તેના વડે — નિજ પરમાત્મભાવનાથી ઉત્પન્ન નિર્વિકાર, નિત્યાનંદલક્ષણ
સુખામૃતના અનુભવમાંથી ચલિત ન થવું તે પરિષહજય છે.
હવે, ચારિત્રનું કથન કરે છે — શુદ્ધોપયોગલક્ષણ નિશ્ચયરત્નત્રયમયી પરિણતિરૂપ
નિજશુદ્ધાત્મસ્વરૂપમાં જે ચરવું – સ્થિતિ કરવી તે ચારિત્ર છે. તે તારતમ્યભેદથી પાંચ પ્રકારનું
संक्षेपेण धर्मानुप्रेक्षा समाप्ता ।।१२।।
इत्युक्तलक्षणा अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वास्रवसंवरनिर्जरालोकबोधिदुर्लभ-
धर्मतत्त्वानुचिन्तनसंज्ञा निरास्रवशुद्धात्मतत्त्वपरिणतिरूपस्य संवरस्य कारणभूता द्वादशानुप्रेक्षाः
समाप्ताः ।
अथ परीषहजयः कथ्यते — क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्या-
शय्याऽऽक्रोशवधयाचनालाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाऽज्ञानादर्शनानीति द्वाविंशति-
परीषहा विज्ञेयाः । तेषां क्षुधादिवेदनानां तीव्रोदयेऽपि सुखदुःखजीवितमरणलाभालाभनिंदा-
प्रशंसादिसमतारूपपरमसामायिकेन नवतरशुभाशुभकर्मसंवरणचिरंतनशुभाशुभकर्मनिर्जरण-
समर्थेनायं निजपरमात्मभावनासंजातनिर्विकारनित्यानंदलक्षणसुखामृतसंवित्तेरचलनं स परीषहजय
इति ।
अथ चारित्रं कथयति । शुद्धोपयोगलक्षणनिश्चयरत्नत्रयपरिणते स्वशुद्धात्मस्वरूपे
चरणमवस्थानं चारित्रम् । तच्च तारतम्यभेदेन पञ्चविधम् । तथाहि — सर्वे जीवाः केवलज्ञानमया
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૬૩