છે. તે આ પ્રમાણે — સર્વે જીવો કેવળજ્ઞાનમય છે એવી ભાવનાથી જે સમતારૂપ પરિણામ
તે સામાયિક છે અથવા પરમ સ્વાસ્થ્યના બળથી યુગપત્ સમસ્ત શુભાશુભ સંકલ્પ
– વિકલ્પોના ત્યાગરૂપ સમાધિ જેનું લક્ષણ છે તે સામાયિક છે અથવા નિર્વિકાર સ્વસંવેદનના
બળથી રાગ – દ્વેષના પરિહારરૂપ સામાયિક છે અથવા નિજ શુદ્ધાત્માના અનુભવના બળથી
આર્ત અને રૌદ્રધ્યાનના પરિત્યાગરૂપ સામાયિક છે અથવા સમસ્ત સુખ – દુઃખાદિમાં
મધ્યસ્થભાવરૂપ સામાયિક છે.
હવે, છેદોપસ્થાપનનું કથન કરે છેઃ જ્યારે એક સાથે સમસ્ત વિકલ્પોના ત્યાગરૂપ
પરમ સામાયિકમાં સ્થિત થવાને આ જીવ અશક્ત હોય છે, ત્યારે ‘સમસ્ત હિંસા, અસત્ય,
ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરતિ તે વ્રત છે’ — એ પ્રમાણે આ પાંચ પ્રકારના વિકલ્પ-
ભેદ વડે – વ્રતરૂપ છેદ વડે રાગાદિ વિકલ્પરૂપ સાવદ્યોથી પોતાને પાછો વાળીને
નિજશુદ્ધાત્મામાં પોતાને સ્થાપે છે, તે છેદોપસ્થાપન છે અથવા છેદ અર્થાત્ વ્રતનો ભંગ
થતાં નિર્વિકાર સ્વસંવેદનરૂપ નિશ્ચય – પ્રાયશ્ચિત્તથી અથવા તેના સાધક બહિરંગ
વ્યવહારપ્રાયશ્ચિત્તથી પોતાના આત્મામાં સ્થિત થવું, તે છેદોપસ્થાપન છે. હવે,
પરિહારવિશુદ્ધિનું કથન કરે છેઃ ‘‘तीसं वासो जम्मे वासपुहत्तं खु तित्थयरमूले । पच्चक्खाणं पढिदो
संज्झूण दुगाउ य विहारो ।।૧ (અર્થઃ — જે જન્મથી ત્રીસ વર્ષ સુધી સુખમાં વ્યતીત કરીને,
વર્ષ પૃથક્ત્વ (આઠ વર્ષ) સુધી તીર્થંકરનાં ચરણોમાં પ્રત્યાખ્યાન નામનું નવમું પૂર્વ ભણીને,
ત્રણે સંધ્યાકાળ સિવાયના સમયે દરરોજ બે કોશ ગમન કરે છે)’’ — આ ગાથામાં કહેલા
इति भावनारूपेण समतालक्षणं सामायिकम्, अथवा परमस्वास्थ्यबलेन युगपत्समस्त-
शुभाशुभसंकल्पविकल्पत्यागरूपसमाधिलक्षणं वा, निर्विकारस्वसंवित्तिबलेन रागद्वेषपरिहाररूपं
वा, स्वशुद्धात्मानुभूतिबलेनार्त्तरौद्रपरित्यागरूपं वा, समस्तसुखदुःखादिमध्यस्थरूपं चेति । अथ
छेदोपस्थापनं कथयति — यदा युगपत्समस्तविकल्पत्यागरूपे परमसामायिके स्थातुमशक्तोऽयं
जीवस्तदा समस्तहिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतमित्यनेन पञ्चप्रकारविकल्पभेदेन
व्रतच्छेदेन रागादिविकल्परूपसावद्येभ्यो निवर्त्य निजशुद्धात्मन्यात्मानमुपस्थापयतीति
छेदोपस्थापनम् । अथवा छेदे व्रतखण्डे सति निर्विकारस्वसंवित्तिरूपनिश्चयप्रायश्चित्तेन
तत्साधकबहिरंगव्यवहारप्रायश्चित्तेन वा स्वात्मन्युपस्थापनं छेदोपस्थापनमिति । अथ
परिहारविशुद्धिं कथयति — ‘‘तीसं वासो जम्मे वासपुहत्तं खु तित्थयरमूले । पच्चक्खाणं पढिदो
संज्झूण दुगाउ य विहारो ।१।’’ इति गाथाकथितक्रमेण मिथ्यात्वरागादिविकल्पमलानां
૧. શ્રી ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૪૭૩.
૧૬૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ