Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 165 of 272
PDF/HTML Page 177 of 284

 

background image
ક્રમ પ્રમાણે મિથ્યાત્વ, રાગ આદિ વિકલ્પમળોના પ્રત્યાખ્યાનથી‘પરિહારથી’ વિશેષપણે
પોતાના આત્માની જે ‘શુદ્ધિ’ અર્થાત્ નિર્મળતા છે, તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે.
હવે, સૂક્ષ્મસાંપરાય ચારિત્રનું કથન કરે છેઃસૂક્ષ્મ અતીન્દ્રિય
નિજશુદ્ધાત્મસંવેદનના બળથી સૂક્ષ્મલોભ નામના સાંપરાયનોકષાયનો જ્યાં પૂર્ણપણે
ઉપશમ કે ક્ષય થાય છે, તે સૂક્ષ્મસાંપરાય ચારિત્ર છે.
હવે, યથાખ્યાત ચારિત્રનું કથન કરે છે‘યથા’ અર્થાત્ જેવું સહજ
શુદ્ધસ્વભાવપણાને લીધે, નિષ્કંપપણાને લીધે, નિષ્કષાય (કષાય વિનાનું) આત્માનું સ્વરૂપ
છે તેવું જ જે ‘આખ્યાત’ અર્થાત્ કહેવામાં આવ્યું છે, તે યથાખ્યાત ચારિત્ર છે.
હવે, સામાયિકાદિ પાંચ પ્રકારનાં ચારિત્રનું ગુણસ્થાનસ્વામિત્વ કહે છેપ્રમત્ત,
અપ્રમત્ત, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામનાં ચાર ગુણસ્થાનોમાં સામાયિકચારિત્ર અને
છેદોપસ્થાપન ચારિત્ર હોય છે. પરિહારવિશુદ્ધિ ચારિત્ર પ્રમત્ત અને અપ્રમત્ત
એ બે
ગુણસ્થાનોમાં હોય છે. સૂક્ષ્મસાંપરાય ચારિત્ર એક સૂક્ષ્મસાંપરાય (દશમા) ગુણસ્થાનમાં જ
હોય છે. યથાખ્યાત ચારિત્ર ઉપશાંતકષાય, ક્ષીણકષાય, સયોગીજિન અને અયોગીજિન
નામનાં ચાર ગુણસ્થાનોમાં હોય છે.
હવે, સંયમના પ્રતિપક્ષનું કથન કરે છે. દાર્શનિક આદિ અગિયાર પ્રતિમાના
ભેદવાળું, સંયમાસંયમ નામનું દેશચારિત્ર એક પાંચમા ગુણસ્થાનમાં જ જાણવું. અસંયમ
प्रत्याख्यानेन परिहारेण विशेषेण स्वात्मनः शुद्धिर्नैर्मल्यं परिहारविशुद्धिश्चारित्रमिति अथ
सूक्ष्मसाम्परायचारित्रं कथयति सूक्ष्मातीन्द्रियनिजशुद्धात्मसंवित्तिबलेन सूक्ष्मलोभाभिधान-
साम्परायस्य कषायस्य यत्र निरवशेषोपशमनं क्षपणं वा तत्सूक्ष्मसाम्परायचारित्रमिति अथ
यथाख्यातचारित्रं कथयतियथा सहजशुद्धस्वभावत्वेन निष्कम्पत्वेन निष्कषायमात्मस्वरूपं
तथैवाख्यातं कथितं यथाख्यातचारित्रमिति
इदानीं सामायिकादिचारित्रपञ्चकस्य गुणस्थानस्वामित्वं कथयति प्रमत्ता-
प्रमत्तापूर्वानिवृत्तिसंज्ञगुणस्थानचतुष्टये सामायिकचारित्रं भवति छेदोपस्थापनं च, परिहार-
विशुद्धिस्तुप्रमत्ताप्रमत्तगुणस्थानद्वये, सूक्ष्मसांपरायचारित्रं पुनरेकस्मिन्नेव सूक्ष्मसाम्परायगुणस्थाने,
यथाख्यातचारित्रमुपशान्तकषायक्षीणकषायसयोगिजिनायोगिजिनाभिधानगुणस्थानचतुष्टये
भवतीति
अथ संयमप्रतिपक्षं कथयतिसंयमासंयमसंज्ञं दार्शनिकाद्यैकादशभेदभिन्नं
देशचारित्रमेकस्मिन्नेव पञ्चमगुणस्थाने ज्ञातव्यम् असंयमस्तु मिथ्यादृष्टिसासादन-
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૬૫