Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 166 of 272
PDF/HTML Page 178 of 284

 

background image
મિથ્યાદ્રષ્ટિ, સાસાદન, મિશ્ર અને અવિરત સમ્યગ્દ્રષ્ટિ નામનાં ચાર ગુણસ્થાનોમાં હોય છે.
આ રીતે ચારિત્રનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
આ રીતે વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, બાર અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્રરૂપ
ભાવસંવરનાં કારણોનું જે વ્યાખ્યાન કર્યું; તેમાં નિશ્ચયરત્નત્રયના સાધક વ્યવહાર - રત્નત્રયરૂપ
શુભોપયોગનું પ્રતિપાદન કરનારાં જે વાક્યો છે તેને પાપાસ્રવના સંવરનાં કારણ જાણવાં.
અને જે વ્યવહારરત્નત્રયથી સાધ્ય શુદ્ધોપયોગલક્ષણવાળા નિશ્ચયરત્નત્રયનું પ્રતિપાદન
કરનારાં વાક્યો છે, તેને પુણ્ય
પાપ એ બન્નેના સંવરનાં કારણ જાણવાં..
અહીં, સોમ નામના રાજશ્રેષ્ઠી કહે છે કે હે ભગવાન્! આ વ્રતાદિ સંવરનાં
કારણોમાં સંવરઅનુપ્રેક્ષા જ સારભૂત છે, તે જ સંવર કરશે, તો પછી વિશેષ વિસ્તારથી
શો લાભ? ભગવાન નેમિચન્દ્ર આચાર્ય કહે છેત્રિગુપ્તિલક્ષણવાળી નિર્વિકલ્પસમાધિમાં
સ્થિત મુનિઓને તેનાથી જ (સંવર - અનુપ્રેક્ષાથી જ) સંવર થઈ જાય છે પણ તેમાં અસમર્થ
જીવોને અનેક પ્રકારે સંવરનો પ્રતિપક્ષી એવો મોહ ઉત્પન્ન થાય છે, તે કારણે આચાર્યો
વ્રતાદિનું વિસ્તાર
કથન કરે છે. ‘‘असिदिसदं किरियाणं अक्किरियाणं तु होइ चुलसीदी सत्तट्ठी
अण्णाणीयं वेणइयाणं हुंति बत्तीसं ।। [અર્થઃક્રિયાવાદીઓના એકસો એંસી,
मिश्राविरतसम्यग्दृष्टिसंज्ञगुणस्थानचतुष्टये भवति इति चारित्रव्याख्यानं समाप्तम्
एवं व्रतसमितिगुप्तिधर्मद्वादशानुप्रेक्षापरीषहजयचारित्राणां भावसंवरकारणभूतानां
यद्व्याख्यानं कृतं, तत्र निश्चयरत्नत्रयसाधकव्यवहाररत्नत्रयरूपस्य शुभोपयोगस्य प्रतिपादकानि
यानि वाक्यानि तानि पापास्रवसंवरणानि ज्ञातव्यानि
यानि तु व्यवहाररत्नत्रयसाध्यस्य
शुद्धोपयोगलक्षणनिश्चयरत्नत्रयस्य प्रतिपादकानि तानि पुण्यपापद्वयसंवरकारणानि भवन्तीति
ज्ञातव्यम्
अत्राह सोमनामराजश्रेष्ठीभगवन्नेतेषु व्रतादिसंवरकारणेषु मध्ये संवरानुप्रेक्षैव
सारभूता, सा चैव संवरं करिष्यति किं विशेषप्रपञ्चेनेति भगवानाह
त्रिगुप्तिलक्षणनिर्विकल्पसमाधिस्थानां यतीनां तयैव पूर्यते तत्रासमर्थानां पुनर्बहुप्रकारेण
संवरप्रतिपक्षभूतो मोहो विजृम्भते, तेन कारणेन व्रतादिविस्तरं कथयन्त्याचार्याः ‘‘असिदिसदं
किरियाणं अक्किरियाणं तु होइ चुलसीदी
सत्तट्ठी अण्णाणीणं वेणइयाणं हुंति बत्तीसं
૧. વ્યવહારકારણ છે. નિશ્ચયનયે ત્રિકાળ શુદ્ધઆત્માને આશ્રયે થતી શુદ્ધતા તે પાપના સંવરરૂપ છે. (જુઓ,
શ્રી પંચાસ્તિકાય ગાથા. ૧૪૧ ટીકા.)
૨. જુઓ, શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૪૨ ટીકા.૩.શ્રી ગોમ્મટસાર કર્મકાંડ ગાથા ૮૭૬
૧૬૬ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ