અક્રિયાવાદીઓના ચોર્યાસી, અજ્ઞાનીઓના સડસઠ અને વૈનયિકોના બત્રીસ; એવી રીતે કુલ
પાખંડીઓના ત્રણસો ત્રેસઠ ભેદ છે.]’’ ‘‘जोगा पयडिपदेसा ठिदिअणुभागा कसायदो हुंति ।
अपरिणदुच्छिण्णेसु य बंधो ठिदिकारणं णत्थि ।।१ [અર્થઃ — યોગથી પ્રકૃતિ અને પ્રદેશ તથા
કષાયથી સ્થિતિ અને અનુભાગબંધ થાય છે, જેમને કષાયનો ઉદય નથી તથા કષાયોનો
ક્ષય થાય છે તેમને (ઉપશાન્ત કષાય, ક્ષીણકષાય અને સયોગી કેવળીને) તત્કાલબંધ (એક
સમયનો બંધ) સ્થિતિનું કારણ નથી.]’’ ૩૫.
આ રીતે, સંવરતત્ત્વના વ્યાખ્યાનમાં બે સૂત્રો વડે ત્રીજું સ્થળ પૂરું થયું.
હવે, સમ્યગ્દ્રષ્ટિ જીવને સંવર પૂર્વક નિર્જરાતત્ત્વ કહે છેઃ —
ગાથા ૩૬
ગાથાર્થઃ — (આત્માના) જે ભાવથી યથાસમય અથવા તપ વડે ફળ દઈને
કર્મપુદ્ગલો નષ્ટ થાય છે તે નિર્જરા (ભાવનિર્જરા) જાણવી તથા કર્મપુદ્ગલોનું નષ્ટ થવું
તે નિર્જરા (દ્રવ્યનિર્જરા) જાણવી. એ પ્રમાણે નિર્જરા બે પ્રકારની છે.
ટીકાઃ — ‘णेया’ વગેરે સૂત્રનું વ્યાખ્યાન કરે છેઃ ‘णेया’ – જાણવી. શું?
जोगा पयडिपदेसा ठिदिअणुभागा कसायदो हुंति । अपरिणदुच्छिण्णेसु य बंधो ठिदिकारणं
णत्थि ।२।’’ ।।३५।। एवं संवरतत्त्वव्याख्याने सूत्रद्वयेन तृतीयं स्थलं गतम् ।
अथ सम्यग्दृष्टिजीवस्य संवरपूर्वकं निर्जरातत्त्वं कथयति : —
जह कालेण तवेण य भुत्तरसं कम्मपुग्गलं जेण ।
भावेण सडदि णेया तस्सडणं चेदि णिज्जरा दुविहा ।।३६।।
यथाकालेन तपसा च भुक्तरसं कर्म्मपुद्गलं येन ।
भावेन सडति ज्ञेया तत्सडनं चेति निर्जरा द्विविधा ।।३६।।
व्याख्या : — ‘‘णेया’’ इत्यादिव्याख्यानं क्रियते — ‘‘णेया’’ ज्ञातव्या । का ?
૩. શ્રી ગોમ્મટસાર કર્મકાંડ ગાથા ૨૫૭.
જથા કાલ અર તપ – પરભાવ, કર્મ નિર્જરૈ રસ દે જાય;
જિનિ ભાવનિતૈં હોય સુભાવ, કર્મ ઝડૈ, ઇમ દોય ગિનાવ. ૩૬.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૬૭