Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 168 of 272
PDF/HTML Page 180 of 284

 

background image
‘णिज्जरा’ભાવનિર્જરા. તે કોણ? નિર્વિકાર પરમચૈતન્યરૂપ ચિત્ચમત્કારના અનુભવથી
ઉત્પન્ન સહજાનંદ જેનો સ્વભાવ છે એવો સુખામૃતરસના આસ્વાદરૂપ ભાવતે
ભાવનિર્જરા છે. ‘जेण भावेण’જે ભાવથીજીવના પરિણામથી. શું થાય છે? ‘सडदि’
જીર્ણ થાય છેપડી જાય છેગળી જાય છેનાશ પામે છે. કોણ (નાશ પામે છે)?
‘कम्मपुग्गलं’ કર્મરૂપી શત્રુઓનો નાશ કરનાર પોતાના શુદ્ધાત્માથી વિપરીત કર્મરૂપી
પુદ્ગલદ્રવ્ય. કેવું થઈને? ‘भुत्तरसं’ પોતાના ઉદયનો કાળ પ્રાપ્ત થતાં જીવને સાંસારિક સુખ
કે દુઃખરૂપે ફળ આપીને. ક્યા કારણે ગળે છે? ‘जहकालेण’ પોતાના સમયે પાકતી કેરીની
જેમ સવિપાક નિર્જરાની અપેક્ષાએ અંતરંગમાં નિજ શુદ્ધાત્માના અનુભવરૂપ પરિણામના
બહિરંગ સહકારી કારણભૂત કાળલબ્ધિરૂપ યથાકાળે (નિર્જરે છે). માત્ર યથાકાળે જ નથી
નિર્જરતા, પરંતુ
‘तवेण य’ અકાળે પકવેલી કેરીઓની જેમ અવિપાક નિર્જરાની અપેક્ષાએ
તપથી પણ નિર્જરે છેકે જે તપ સમસ્ત પરદ્રવ્યોની ઇચ્છાના નિરોધરૂપ અભ્યંતર હોય
છે અને અંતઃતત્ત્વના, સંવેદનના સાધનભૂત અનશન વગેરે બાર પ્રકારનું બહિરંગ હોય
છે.
‘तस्सडणं’ કર્મનું જે ગળવું, તે દ્રવ્ય - નિર્જરા છે.
શંકાઃપહેલાં જે ‘सडदि’ કહ્યું હતું તેનાથી જ દ્રવ્ય - નિર્જરા આવી ગઈ, તો પછી
‘‘णिज्जरा’’ भाव निर्जरा सा का ? निर्विकारपरमचैतन्यचिच्चमत्कारानुभूतिसञ्जातसहजानन्द-
स्वभावसुखामृतरसास्वादरूपो भाव इत्यध्याहारः ‘‘जेण भावेण’’ येन भावेन जीवपरिणामेन
किं भवति ‘‘सडदि’’ विशीर्यते पतति गलति विनश्यति किं कर्तृ ? ‘‘कम्मपुग्गलं’’
कर्मारिविध्वंसकस्वकीयशुद्धात्मनो विलक्षणं कर्मपुद्गलद्रव्यं कथंभूतं ? ‘‘भुत्तरसं’’
स्वोदयकालं प्राप्य सांसारिकसुखदुःखरूपेण भुक्तरसं दत्तफलं केन कारणभूतेन गलति ?
‘‘जहकालेण’’ स्वकालपच्यमानाम्रफलवत्सविपाकनिर्जरापेक्षया, अभ्यन्तरे निजशुद्धात्म-
संवित्तिपरिणामस्य बहिरंगसहकारिकारणभूतेन काललब्धिसंज्ञेन यथाकालेन, न केवलं
यथाकालेन ‘‘तवेण य’’ अकालपच्यमानानामाम्रादिफलवदविपाकनिर्जरापेक्षया, अभ्यन्तरेण
समस्तपरद्रव्येच्छानिरोधलक्षणेन बहिरंगेणान्तस्तत्त्वसंवित्तिसाधकसंभूतेनानशनादिद्वादशविधेन
तपसा चेति
‘‘तस्सडणं’’ कर्म्मणो गलनं यच्च सा द्रव्यनिर्जरा ननु पूर्वं यदुक्तं ‘‘सडदि’’
૧. ચોથા ગુણસ્થાનથી ભાવનિર્જરા શરૂ થાય છે, તેથી તે ગુણસ્થાનથી નિર્વિકાર ચૈતન્યરૂપ ચિત્ચમત્કારના
અનુભવથી ઉત્પન્ન સહજાનંદમય સુખામૃત હોય છે, એમ સમજવું. શ્રી જયસેનાચાર્ય શ્રી પંચાસ્તિકાય
ગાથા ૧૬૩ ની ટીકામાં કહે છે કે ‘તે અનંત સુખને ભવ્ય જીવ જાણે છે, ઉપાદેયપણે શ્રદ્ધે છે અને
પોતપોતાના ગુણસ્થાન અનુસાર અનુભવે છે.’ (જુઓ, ગુજરાતી પંચાસ્તિકાય પા.
૨૪૧.)
૧૬૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ