ફરીવાર ‘सडणं’ શબ્દ શા માટે કહ્યો? સમાધાન — પહેલાં જે ‘सडदि’ શબ્દ કહ્યો હતો તેના
દ્વારા નિર્મળ આત્માના અનુભવનું ગ્રહણ કરનાર ભાવ – નિર્જરા નામના પરિણામના
સામર્થ્યનું કથન કર્યું હતું, દ્રવ્ય – નિર્જરાનું નહિ. ‘इदि दुविहा’ એ રીતે દ્રવ્ય અને ભાવરૂપ
નિર્જરા બે પ્રકારની છે.
અહીં, શિષ્ય પૂછે છે — સવિપાક નિર્જરા નરકાદિ ગતિઓમાં અજ્ઞાનીઓને પણ
(થતી) જોવામાં આવે છે. તે સમ્યગ્જ્ઞાનીઓને જ હોય એવો નિયમ નથી. તેનો ઉત્તર —
અહીં જે સંવર – પૂર્વકની મોક્ષના કારણરૂપ નિર્જરા છે, તે જ ગ્રહણ કરવી. જે
અજ્ઞાનીઓની નિર્જરા છે તે તો ગજસ્નાનવત્ નિષ્ફળ છે, કારણ કે થોડાં કર્મ ખરે છે અને
તે ઘણાં વધારે બાંધે છે, તે કારણે તે ગ્રહણ કરવા યોગ્ય નથી. સરાગ સમ્યગ્દ્રષ્ટિઓની૧
જે નિર્જરા છે તે જો કે અશુભ કર્મોનો વિનાશ કરે છે, તોપણ સંસારની સ્થિતિ ઘટાડે
છે, તે ભવમાં તીર્થંકર પ્રકૃતિ આદિ વિશિષ્ટ પ્રકારના પુણ્યબંધનું કારણ થાય છે અને
પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. વીતરાગ સમ્યગ્દ્રષ્ટિઓને પુણ્ય અને પાપ બન્નેનો નાશ
થતાં તે ભવમાં પણ મુક્તિનું કારણ થાય છે. શ્રીકુંદકુંદાચાર્યદેવે તે જ કહ્યું છેઃ ‘‘અજ્ઞાની
જે કર્મો લાખ કરોડ ભવોમાં ખપાવે છે તે કર્મો જ્ઞાની ત્રિગુપ્તિમાં ગુપ્ત થઈને
ઉચ્છ્વાસમાત્રમાં ખપાવે છે.’’૧
तेनैव द्रव्यनिर्जरा लब्धा, पुनरपि, ‘‘सडणं’’ किमर्थं भणितम् ? तत्रोत्तरम् — तेन
सडदिशब्देन निर्मलात्मानुभूतिग्रहणभावनिर्जराभिधानपरिणामस्य सामर्थ्यमुक्तं, न च
द्रव्यनिर्जरेति । ‘‘इदि दुविहा’’ इति द्रव्यभावरूपेण निर्जरा द्विविधा भवति ।
अत्राह शिष्य : — सविपाकनिर्जरा नरकादिगतिष्वज्ञानिनामपि दृश्यते संज्ञानिनामेवेति
नियमो नास्ति । तत्रोत्तरम् — अत्रैवमोक्षकारणं या संवरपूर्विका निर्जरा सैव ग्राह्या । या
पुनरज्ञानिनां निर्जरा सा गजस्नानवन्निष्फला । यतः स्तोकं कर्म निर्जरयति बहुतरं बध्नाति,
तेन कारणेन सा न ग्राह्या । या तु सरागसद्दृष्टीनां निर्जरा सा यद्यप्यशुभकर्मविनाशं करोति
तथापि संसारस्थितिं स्तोकां कुरुते । तद्भवे तीर्थकरप्रकृत्यादिविशिष्टपुण्यबन्धकारणं भवति
पारम्पर्येण मुक्तिकारणं चेति । वीतरागसद्दृष्टीनां पुनः पुण्यपापद्वयविनाशे तद्भवेऽपि
मुक्तिकारणमिति । उक्तं च श्री कुन्दकुन्दाचार्यदेवैः ‘‘जं अण्णाणी कम्मं खवेदि
भवसदसहस्सकोडीहिं । तं णाणी तिहिंगुत्तो खवेदि उस्सासमेत्तेण ।१।’’ कश्चिदाह —
૧. શ્રી પ્રવચનસાર ગાથા ૨૩૮.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૬૯