કોઈ કહે છે કે, સમ્યગ્દ્રષ્ટિઓને૧ ‘વીતરાગ’ વિશેષણનું શું પ્રયોજન છે? ‘રાગાદિ
હેય છે, એ ભાવ મારા નથી’ એ પ્રમાણે ભેદવિજ્ઞાન થતાં, તેને રાગનો અનુભવ થવા
છતાં પણ, જ્ઞાનમાત્રથી મોક્ષ થઈ જાય છે. (તો પછી ‘વીતરાગ’ વિશેષણનું શું પ્રયોજન
છે?) સમાધાનઃ — અંધારામાં બે મનુષ્યો છે, એકના હાથમાં દીવો છે અને બીજો દીવા
વિનાનો છે, તે (દીવા વિનાના) મનુષ્યને કૂવામાં પડવાનું કે સર્પાદિનું જ્ઞાન નથી, તેથી
તેનો વિનાશ થાય તો તેમાં તેનો દોષ નથી. પરંતુ જેના હાથમાં દીવો છે તે કૂવામાં પડવા
વગેરેથી વિનાશ પામે તો તેને દીવાનું ફળ ન મળ્યું. જે કૂવામાં પડવા વગેરેમાંથી બચે
છે તેને દીવો રાખવાનું ફળ છે. તેવી રીતે કોઈ પણ જીવ ‘રાગાદિ હેય છે, મારા ભાવ
નથી’ એ પ્રમાણે ભેદવિજ્ઞાન જાણતો નથી, ત્યાંસુધી તો તે કર્મથી બંધાય છે અને બીજો
કોઈ જીવ રાગાદિથી ભેદવિજ્ઞાન થવા છતાં પણ જેટલા અંશે રાગાદિનો અનુભવ કરે છે
તેટલા અંશે તે પણ બંધાય જ છે, તેને પણ રાગાદિના ભેદવિજ્ઞાનનું ફળ નથી. જે રાગાદિથી
ભેદવિજ્ઞાન થતાં રાગાદિનો ત્યાગ કરે છે તેને ભેદવિજ્ઞાનનું ફળ છે, એમ જાણવું. તે જ
કહ્યું છે — ‘ચક્ષુથી દેખવાનું ફળ સર્પાદિ દોષનો ત્યાગ કરવો તે છે; જોવા છતાં પણ સર્પના
દરમાં પડનારને નેત્ર નિરર્થક છે.’’૨
सद्दृष्टीनां वीतरागविशेषेणं किमर्थं, ‘‘रागादयो हेयो, मदीया न भवन्ति’’ इति भेदविज्ञाने
जाते सति रागानुभवेऽपि ज्ञानमात्रेण मोक्षो भवतीति । तत्र परिहारः । अन्धकारे पुरुषद्वयम्
एकः प्रदीपहस्तस्तिष्ठति, अन्यः पुनरेकः प्रदीपरहितस्तिष्ठति । स च कूपे पतनं सर्पादिकं
वा न जानाति, तस्य विनाशे दोषो नास्ति । यस्तु प्रदीपहस्तस्तस्य कूपपतनादिविनाशे
प्रदीपफलं नास्ति । यस्तु कूपपतनादिकं त्यजति तस्य प्रदीपफलमस्ति । तथा कोऽपि रागादयो
हेया मदीया न भवन्तीति भेदविज्ञानं न जानाति स कर्मणा बध्यते तावत्, अन्यः कोऽपि
रागादिभेदविज्ञाने जातेऽपि यावतांशेन रागादिकमनुभवति तावतांशेन सोऽपि बध्यत एव,
तस्यापि रागादिभेदविज्ञानफलं नास्ति । यस्तु रागादिभेदविज्ञाने जाते सति रागादिकं त्यजति
तस्य भेदविज्ञानफलमस्तीति ज्ञातव्यम् । तथा चोक्तं — ‘चक्खुस्स दंसणस्स य सारो
सप्पादिदोसपरिहार । चक्खू होइ णिरत्थं दट्ठूण विले पडंतस्स’ ।।३६।। एवं
૧. અહીં જે સરાગ સમ્યગ્દ્રષ્ટિઓ કહ્યા તે જીવોને સમ્યગ્દર્શન તો યથાર્થ જ પ્રગટ્યું છે, પણ ચારિત્ર
અપેક્ષાએ તેમને મુખ્યપણે રાગ હયાત હોવાથી તેમને ‘સરાગ સમ્યગ્દ્રષ્ટિઓ’ કહ્યા છે. વળી તેમને જે
શુભ અનુષ્ઠાન છે તે માત્ર ઉપચારથી જ ‘નિશ્ચય સાધક (નિશ્ચયના સાધનભૂત)’ કહેવામાં આવ્યું છે,
એમ સમજવું. (જુઓ, શ્રી પંચાસ્તિકાય સંગ્રહ, પા. ૨૫૯ ફૂટનોટ.)
૨. શ્રી ભગવતી આરાધના ગાથા ૧૨.
૧૭૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ