Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 37 : Moksha Tattvanu Kathan.

< Previous Page   Next Page >


Page 171 of 272
PDF/HTML Page 183 of 284

 

background image
આ પ્રમાણે નિર્જરાતત્ત્વના વ્યાખ્યાનમાં એક સૂત્રથી ચોથું સ્થળ પૂરું થયું. ૩૬.
હવે, મોક્ષતત્ત્વનું કથન કરે છેઃ
ગાથા ૩૭
ગાથાર્થઃજે સર્વ કર્મોના નાશનું કારણ છે એવા આત્માના પરિણામ તેને
ભાવમોક્ષ જાણવો; કર્મોનું આત્માથી સર્વથા પૃથક્ થવું તે દ્રવ્યમોક્ષ છે.
ટીકાઃજોકે સામાન્યપણે સંપૂર્ણ કર્મમળ - કલંકરહિત, શરીરરહિત આત્માનું
આત્યંતિક, સ્વાભાવિક, અચિંત્ય, અદ્ભુત, અનુપમ, સંપૂર્ણ - નિર્મળ કેવળજ્ઞાનાદિ અનંત
ગુણોનાં સ્થાનરૂપ જે અવસ્થાન્તર (આવી જે વિશિષ્ટ અવસ્થા) તે જ મોક્ષ કહેવાય છે,
તોપણ વિશેષપણે ભાવ અને દ્રવ્યના ભેદથી તે (મોક્ષ) બે પ્રકારનો છેએમ વાર્ત્તિક છે.
તે આ રીતે છે‘णेयो स भावमुक्खो’ તેને ભાવમોક્ષ જાણવો. તે કોણ? ‘‘अप्पणो हु
परिणामो’’ નિશ્ચયરત્નત્રયાત્મક કારણ સમયસારરૂપ ‘हु’ પ્રગટ આત્માના પરિણામ. કેવા
निर्जराव्याख्याने सूत्रेणैकेन चतुर्थस्थलं गतम्
अथ मोक्षतत्त्वमावेदयति :
सव्वस्स कम्मणो जो खयहेदू अप्पणो हु परिणामो
णेयो स भावमुक्खो दव्वविमुक्खो य कम्मपुहभावो ।।३७।।
सर्वस्य कर्मणः यः क्षयहेतुः आत्मनः हि परिणामः
ज्ञेयः सः भावमोक्षः द्रव्यविमोक्षः च कर्म्मपृथग्भावः ।।३७।।
व्याख्यायद्यपि सामान्येन निरवशेषनिराकृतकर्ममलकलंकस्याशरीरस्यात्मन
आत्यन्तिकस्वाभाविकाचिन्त्याद्भुतानुपमसकलविमलकेवलज्ञानाद्यनन्तगुणास्पदमवस्थान्तरं मोक्षो
भण्यते तथापि विशेषेण भावद्रव्यरूपेण द्विधा भवतीति वार्तिकम्
तद्यथा‘‘णेयो स
भावमुक्खो’’ णेयो ज्ञातव्यः स भावमोक्षः स कः ? ‘‘अप्पणो हु परिणामो’’
निश्चयरत्नत्रयात्मककारणसमयसाररूपो ‘‘हु’’ स्फु टमात्मनः परिणामः कथंभूतः ?
સર્વ કર્મકા ક્ષયકર ભાવ, ચેતનકૈ હ્વૈ મોક્ષસુભાવ;
કર્મજીવ ન્યારે જો હોય, દ્રવ્ય - વિમોક્ષ કહાવૈ સોય. ૩૭.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૭૧