પરિણામ? ‘‘सव्वस्स कम्मणो जो खयहेदू’’ સર્વ દ્રવ્ય – ભાવરૂપ મોહનીય આદિ ચાર
ઘાતીકર્મોના નાશનું જે કારણ છે તે.
દ્રવ્યમોક્ષનું કથન કરે છેઃ ‘‘दव्वविमुक्खो’’ અયોગી ગુણસ્થાનના છેલ્લા સમયે
દ્રવ્યમોક્ષ થાય છે. તે (દ્રવ્યમોક્ષ) કેવો છે? ‘‘कम्मपुहभावो’’ ટંકોત્કીર્ણ શુદ્ધ – બુદ્ધ જેનો એક
સ્વભાવ છે એવા પરમાત્માથી, આયુષ્ય આદિ શેષ ચાર અઘાતીકર્મોનું પણ અત્યંતપણે
પૃથક્ થવું – ભિન્ન થવું – છૂટી જવું, તે દ્રવ્યમોક્ષ છે.
તે મુક્તાત્માના સુખનું વર્ણન કરવામાં આવે છે — ‘‘આત્માના ઉપાદાનથી સિદ્ધ,
સ્વયં અતિશયતાવાળું, બાધારહિત, વિશાળ, વૃદ્ધિ અને હ્નાસથી રહિત, વિષયોથી રહિત,
પ્રતિપક્ષભાવ રહિત, અન્ય દ્રવ્યોની અપેક્ષા વિનાનું, નિરુપમ, અપાર, શાશ્વત, સર્વદા ઉત્કૃષ્ટ
તથા અનંતસારભૂત પરમસુખ તે સિદ્ધોને હોય છે.’’
શંકાઃ — ઇન્દ્રિયસુખ એ જ સુખ છે, સિદ્ધ જીવોને ઇન્દ્રિય અને શરીરનો અભાવ
હોવાથી પૂર્વોક્ત અતીન્દ્રિય સુખ કેવી રીતે હોઈ શકે? તેનો ઉત્તર આપવામાં આવે
છેઃ — સાંસારિક સુખ તો સ્ત્રી – સેવનાદિ પાંચ ઇન્દ્રિયના વિષયોથી જ ઉત્પન્ન થાય છે,
પરંતુ પાંચ ઇન્દ્રિયના વિષયોના વ્યાપારરહિત, અવ્યાકુળ ચિત્તવાળા મનુષ્યોને જે સુખ છે
તે અતીન્દ્રિય સુખ છે, તે અહીં પણ દેખવામાં આવે છે. પાંચ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન
થતા વિકલ્પોની જાળરહિત, નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત પરમ યોગીઓને રાગાદિનો અભાવ
‘‘सव्वस्स कम्मणो जो खयहेदू’’ सर्वस्य द्रव्यभावरूपमोहनीयादिघातिचतुष्टयकर्मणो यः
क्षयहेतुरिति । द्रव्यमोक्षं कथयति । ‘‘दव्वविमुक्खो’’ अयोगिचरमसमये द्रव्यविमोक्षो भवति ।
कोऽसौ ? ‘‘कम्मपुहभावो’’ टङ्कोत्कीर्णशुद्धबुद्धैकस्वभावपरमात्मन आयुरादिशेषाघाति-
कर्मणामपि य आत्यन्तिकपृथग्भावो विश्लेषो विघटनमिति ।
तस्य मुक्तात्मनः सुखं कथ्यते । ‘‘आत्मोपादानसिद्धं स्वयमतिशयवद्वीतबाधं विशालं
वृद्धिह्रासव्यपेतं विषयविरहितं निःप्रतिद्वन्द्वभावम् । अन्यद्रव्यानपेक्षं निरुपमममितं शाश्वतं
सर्वकालमुत्कृष्टानंतसारं परमसुखमतस्तस्य सिद्धस्य जातं ।१।’’ कश्चिदाह — इन्द्रियसुखमेव
सुखं, मुक्तात्मनामिन्द्रियशरीराभावे पूर्वोक्तमतीन्द्रियसुखं कथं घटत इति ? तत्रोत्तरं दीयते —
सांसारिकसुखं तावत् स्त्रीसेवनादिपञ्चेन्द्रियविषयप्रभवमेव, यत्पुनः पञ्चेन्द्रियविषय-
व्यापाररहितानां निर्व्याकुलचित्तानां पुरुषाणां सुखं तदतीन्द्रियसुखमत्रैव दृश्यते ।
पञ्चेन्द्रियमनोजनितविकल्पजालरहितानां निर्विकल्पसमाधिस्थानां परमयोगिनां रागादिरहितत्वेन
૧૭૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ