હોવાથી જે સ્વસંવેદ્ય આત્મસુખ છે તે વિશેષરૂપે અતીન્દ્રિય સુખ છે; અને જે ભાવકર્મ
– દ્રવ્યકર્મ – નોકર્મ રહિત, આત્માના સર્વપ્રદેશે આહ્લાદરૂપ એવા એક પારમાર્થિક
પરમાનંદપરિણત મુક્ત જીવોને જે અતીન્દ્રિય સુખ છે, તે અત્યંત વિશેષરૂપે અતીન્દ્રિય સુખ
જાણવું.
અહીં, શિષ્ય કહે છે — સંસારી જીવોને નિરંતર કર્મોનો બંધ થાય છે તેવી જ રીતે
કર્મોનો ઉદય પણ હોય છે, શુદ્ધાત્મભાવનાનો પ્રસંગ નથી; તો મોક્ષ કેવી રીતે થાય? તેનો
ઉત્તરઃ — જેવી રીતે કોઈ બુદ્ધિમાન મનુષ્ય, શત્રુની નિર્બળ અવસ્થા જોઈને વિચાર કરે
છે કે ‘આ મારે મારવાનો પ્રસંગ છે,’ પછી પુરુષાર્થ કરીને શત્રુને હણે છે, તેમ કર્મોની
પણ એકરૂપ અવસ્થા રહેતી નથી, જ્યારે કર્મની સ્થિતિ અને અનુભાગ હીન થતાં તે લઘુ
અને ક્ષીણ થાય છે, ત્યારે બુદ્ધિમાન ભવ્ય જીવ આગમભાષાથી૧ ‘खयउवसमियविसोही देसण
पाउग्ग करणलद्धी य । चत्तारि वि सामण्णा करणं पुण होदि सम्मत्ते ।। (અર્થઃ — ક્ષયોપશમ,
વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણલબ્ધિ; એમાંથી ચાર તો સામાન્ય છે અને કરણલબ્ધિ
સમ્યક્ત્વ થવાના સમયે થાય છે.)’ — આ ગાથામાં કહેલી પાંચ લબ્ધિ નામક
(નિર્મળભાવનાવિશેષરૂપ ખડ્ગથી) અને અધ્યાત્મભાષાથી નિજશુદ્ધાત્માભિમુખ પરિણામ
નામક વિશેષ પ્રકારની નિર્મળભાવનારૂપ ખડ્ગથી પુરુષાર્થ કરીને કર્મશત્રુને હણે છે.
અંતઃકોટાકોટીપ્રમાણ કર્મની સ્થિતિરૂપ તથા લતા અને કાષ્ઠસ્થાનીય અનુભાગરૂપ૧ કર્મનું
स्वसंवेद्यमात्मसुखं तद्विशेषेणातीन्द्रियम् । यच्च भावकर्मद्रव्यकर्मनोकर्मरहितानां सर्वप्रदेशाह्लादैक-
पारमार्थिकपरमानन्दपरिणतानां मुक्तात्मनामतीन्द्रियसुखं तदत्यन्तविशेषेण ज्ञातव्यम् । अत्राह
शिष्यः — संसारिणां निरन्तरं कर्मबन्धोस्ति, तथैवोदयोऽप्यस्ति, शुद्धात्मभावनाप्रस्तावो नास्ति,
कथं मोक्षो भवतीति ? तत्र प्रत्युत्तरं — यथा शत्रोः क्षीणावस्थां दृष्ट्वा कोऽपि धीमान्
पर्यालोचयत्ययं मम हनने प्रस्तावस्ततः पौरुषं कृत्वा शत्रुं हन्ति । तथा कर्मणामप्येकरूपावस्था
नास्ति, हीयमानस्थित्यनुभागत्वेन कृत्वा यदा लघुत्वं क्षीणत्वं भवति तदा धीमान् भव्य
आगमभाषया ‘खयउवसमिय विसोही देसण पाउग्ग करणलद्धी य । चत्तारि वि सामण्णा
करणं पुण होइ सम्मत्ते ।१।’ इति गाथाकथितलब्धिपञ्चकसंज्ञेनाध्यात्मभाषया
निजशुद्धात्माभिमुखपरिणामसंज्ञेन च निर्मलभावनाविशेषखड्गेन पौरुषं कृत्वा कर्मशत्रुं
हन्तीति । यत्पुनरन्तः कोटाकोटीप्रमितकर्मस्थितिरूपेण तथैव लतादारुस्थानीयानुभागरूपेण च
૧. શ્રી ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૬૫૦. સમ્યગ્દર્શન સંબંધી આ શાસ્ત્રની ગાથા ૪૧ ની ફૂટનોટમાં
કરણલબ્ધિની વિગત લખી છે તે વાંચવી.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૭૩