Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 174 of 272
PDF/HTML Page 186 of 284

 

background image
લઘુત્વ થવા છતાં પણ આ જીવ આગમભાષાથી અધઃકરણ, અપૂર્વકરણ અને
અનિવૃત્તિકરણ નામક અને અધ્યાત્મભાષાથી સ્વશુદ્ધાત્માભિમુખ પરિણતિરૂપ એવી
કર્મહનનબુદ્ધિ કોઈ પણ કાળે નહિ કરે, તો તે અભવ્યત્વગુણનું લક્ષણ જાણવું.
બીજાં પણ નવ દ્રષ્ટાંતો મોક્ષના વિષયમાં જાણવાં. ‘‘रयण दीव दिणयर दहिउ, दुद्धउ
घीव पहाणु सुण्णुरुप्पफलिहउ अगणि, णव दिट्ठंता जाणि ।। (અર્થઃરત્ન, દીપક, સૂર્ય, દૂધ,
દહીં, ઘી, પત્થર, સોનું, ચાંદી, સ્ફટિકમણિ અને અગ્નિએ રીતે નવ દ્રષ્ટાંત જાણવાં.).’’
શંકા :અનાદિકાળથી જીવ મોક્ષ પામે છે, તેથી આ જગત કદીક ખાલી થઈ જશે?
તેનું સમાધાાન :જેમ ભવિષ્યકાળના સમયો ક્રમેક્રમે પસાર થવાથી જોકે ભવિષ્યકાળની
સમયરાશિમાં ઘટાડો થાય છે, તોપણ તેનો કદી અંત થતો નથી. તેમ જીવો મોક્ષે જતાં જોકે
જીવોની રાશિમાં ઘટાડો થાય છે, તોપણ તેનો અંત થતો નથી. જો જીવ મોક્ષમાં જતાં સંસારમાં
જીવની શૂન્યતા થતી હોય તો ભૂતકાળમાં ઘણા જીવો મોક્ષે ગયા છે, તોપણ અત્યારે જગતમાં
જીવોની શૂન્યતા કેમ દેખાતી નથી? વળી અભવ્ય જીવો અને અભવ્ય સમાન ભવ્યજીવોનો
મોક્ષ નથી, તો પછી જગતમાં જીવોની શૂન્યતા કેવી રીતે થાય? ૩૭.
આવી રીતે, સંક્ષેપમાં મોક્ષતત્ત્વના વ્યાખ્યાનરૂપ એક સૂત્રથી પાંચમું સ્થળ સમાપ્ત
થયું.
कर्मलघुत्वे जाते अपि सत्ययं जीव आगमभाषया अधःप्रवृत्तिकरणापूर्व-
करणानिवृत्तिकरणसंज्ञामध्यात्मभाषया स्वशुद्धात्माभिमुखपरिणतिरूपां कर्महननबुद्धिं क्वापि
काले न करिष्यतीति तदभव्यत्वगुणस्यैव लक्षणं ज्ञातव्यमिति
अन्यदपि दृष्टान्तनवकं
मोक्षविषये ज्ञातव्यम्‘‘रयण दीव दिणयर दहिउ दुद्धउ घीव पहाणु सुण्णुरुप्पफलिहउ
अगणि, णव दिट्ठंता जाणि ’ नन्वनादिकाले मोक्षं गच्छतां जीवानां जगच्छून्यं
भविष्यतीति ? तत्र परिहारःयथा भाविकालसमयानां क्रमेण गच्छतां यद्यपि
भाविकालसमयराशेः स्तोकत्वं भवति तथाप्यवसानं नास्ति तथा मुक्तिं गच्छतां जीवानां
यद्यपि जीवराशेः स्तोकत्वं भवति तथाप्यवसानं नास्ति इति चेत्तर्हि पूर्वकाले बहवोऽपि जीवा
मोक्षं गता इदानीं जगतः शून्यत्वं किं न दृश्यते ? किञ्चाभव्यानामभव्यसमानभव्यानां च
मोक्षो नास्ति कथं शून्यत्वं भविष्यतीति
।।३७।। एवं संक्षेपेण मोक्षतत्त्वव्याख्यानेनैकसूत्रेण
पञ्चमं स्थलं गतम्
૧. શ્રી યોગસાર ગાથા ૫૭
૧૭૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ