છે. સોળ ભાવનાઓમાં પરમાગમની ભાષાથી ‘‘मूढत्रयं मदाश्चाष्टौ तथानायतनानि षट् ।
अष्टौ शंकादयश्चेति द्रग्दोषाः पञ्चविंशतिः ।। (અર્થઃ — ત્રણ૧ મૂઢતા, આઠ મદ, છ
અનાયતન અને આઠ શંકાદિ દોષ — એ પચીસ સમ્યગ્દર્શના દોષ છે.)’’ એ શ્લોકમાં
કહેલ પચીસ મળરહિત (સમ્યક્ત્વભાવના) અને અધ્યાત્મભાષાથી નિજ શુદ્ધાત્મા
ઉપાદેય છે એવી રુચિરૂપ સમ્યક્ત્વની ભાવના જ મુખ્ય છે, એમ જાણવું.
શંકાઃ — સમ્યગ્દ્રષ્ટિ જીવને તો પુણ્ય – પાપ બન્ને હેય છે, તો તે પુણ્ય કેમ કરે?
ત્યાં યુક્તિ સહિત સમાધાન આપે છે — જેમ કોઈ મનુષ્ય બીજા દેશમાં રહેતી (પોતાની)
મનોહર સ્ત્રીની પાસેથી આવેલ મનુષ્યોને તે અર્થે દાન આપે છે અને સન્માન વગેરે કરે છે,
તેમ સમ્યગ્દ્રષ્ટિ પણ ઉપાદેયરૂપે નિજ શુદ્ધાત્માની જ ભાવના કરે છે અને જ્યારે
ચારિત્રમોહના ઉદયથી તેમાં (શુદ્ધાત્માની ભાવના કરવામાં) અસમર્થ હોય છે; ત્યારે નિર્દોષ
પરમાત્મસ્વરૂપ અર્હંત અને સિદ્ધોની તથા તેમના આરાધક આચાર્ય, ઉપાધ્યાય અને
સાધુઓની, પરમાત્મપદની પ્રાપ્તિ માટે અને વિષય – કષાયોથી બચવા માટે, દાન - પૂજા
વગેરેથી અથવા ગુણોની સ્તુતિથી પરમભક્તિ કરે છે. તે ભોગાકાંક્ષાદિ નિદાનરહિત
પરિણામથી તથા નિઃસ્પૃહવૃત્તિથી વિશિષ્ટ પુણ્યનો આસ્રવ થાય છે, જેમ ખેડૂતને ચોખાની
ખેતી કરતાં ઘાસ, ફોતરાં વગેરે મળે જ છે તેમ. તે પુણ્યથી જીવ સ્વર્ગમાં દેવેન્દ્ર,
લોકાન્તિકદેવ વગેરેની વિભૂતિ પામીને વિમાન, પરિવાર વગેરે સંપદાઓને જીર્ણ તૃણસમાન
षोडशभावनासु मध्ये परमागमभाषया ‘‘मूढत्रयं मदाश्चाष्टौ तथानायतनानि षट् । अष्टौ
शंकादयश्चेतिं द्रग्दोषाः पञ्चविंशतिः ।१।’’ इति श्लोककथितपञ्चविंशतिमलरहिता
तथाध्यात्मभाषया निजशुद्धात्मोपादेयरुचिरूपा सम्यक्त्वभावनैव मुख्येति विज्ञेयम् ।
‘सम्यग्दृष्टेर्जीवस्य पुण्यपापद्वयमपि हेयम्,’ कथं पुण्यं करोतीति ? तत्र युक्तिमाह । यथा
कोऽपि देशान्तरस्थमनोहरस्त्रीसमीपादागतपुरुषाणां तदर्थे दानसन्मानादिकं करोति तथा
सम्यग्दृष्टिः अप्युपादेयरूपेण स्वशुद्धात्मानमेव भावयति चारित्रमोहोदयात्तत्रासमर्थः सन्
निर्दोषपरमात्मस्वरूपाणामर्हत्सिद्धानां तदाराधकाचार्योपाध्यायसाधूनां च परमात्मपदप्राप्त्यर्थं
विषयकषायवञ्चनार्थं च दानपूजादिना गुणस्तवनादिना वा परमभक्तिं करोति तेन
भोगाकाङ्क्षादिनिदानरहितपरिणामेन कुटुम्बिनां (कृषकानां) पलालमिव अनीहितवृत्त्या
विशिष्टपुण्यमास्रवति तेन च स्वर्गे देवेन्द्रलोकान्तिकादिविभूतिं प्राप्य विमानपरिवारादिसंपदं
૧. જ્ઞાનાર્ણવ પૃ. ૯૩
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૭૭