Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 176 of 272
PDF/HTML Page 188 of 284

 

background image
कोपचतुष्कस्य निग्रहं परमम् दुर्दान्तेन्द्रियविजयं तपःसिद्धिविधौ कुरूद्योगम् ।। (અર્થઃ
મિથ્યાત્વરૂપી વિષનું વમન કરો, સમ્યગ્દર્શનની ભાવના કરો, ઉત્કૃષ્ટ ભક્તિ કરો અને
ભાવનમસ્કારમાં તત્પર થઈને સદા જ્ઞાનમાં જોડાઓ. પાંચ મહાવ્રતોની રક્ષા કરો,
ક્રોધાદિ ચાર કષાયોનો પૂર્ણ નિગ્રહ કરો, પ્રબળ ઇન્દ્રિયોનો વિજય કરો અને તપને
સિદ્ધ કરવાની વિધિનો ઉદ્યમ કરો.) આ રીતે ઉપરની બે આર્યામાં કહેલા લક્ષણવાળા
શુભોપયોગરૂપ પરિણામથી અને તેનાથી વિપરીત અશુભોપયોગરૂપ પરિણામથી યુક્ત
પરિણત જીવો પુણ્ય - પાપરૂપ થાય છે. હવે, પુણ્ય અને પાપના ભેદ કહે છે. ‘‘सादं
सुहाउ णामं गोदं पुण्णं’’ શાતાવેદનીય, શુભ આયુ, શુભ નામ અને ઉચ્ચ ગોત્ર
એ કર્મ તો પુણ્યરૂપ છે. ‘‘पराणि पावं च’’ તેનાથી અન્ય કર્મો પાપ છે. તે આ
પ્રમાણેશાતાવેદનીય એક, તિર્યંચ, મનુષ્ય અને દેવએ ત્રણ આયુષ્ય, સુભગ,
યશઃકીર્તિ, તીર્થંકરપણું વગેરે નામકર્મની સાડત્રીસ અને ઉચ્ચ ગોત્ર એકએ રીતે
કુલ બેંતાળીસ પુણ્યપ્રકૃતિઓ જાણવી, બાકીની બ્યાસી પાપપ્રકૃતિ છે. ‘દર્શનવિશુદ્ધિ,
વિનયસંપન્નતા, શીલ અને વ્રતોમાં અતિચારરહિત આચરણ, નિરંતર જ્ઞાનોપયોગ,
સંવેગ, શક્તિ અનુસાર ત્યાગ, શક્તિ અનુસાર તપ, સાધુસમાધિ, વૈયાવૃત્ય કરવી,
અર્હંતભક્તિ, આચાર્યભક્તિ, બહુશ્રુતભક્તિ, પ્રવચનભક્તિ, આવશ્યકોમાં હાનિ ન
કરવી, માર્ગ
- પ્રભાવના અને પ્રવચન - વાત્સલ્યએ તીર્થંકરપ્રકૃતિના બંધનાં કારણ છે.’
એ ઉપરોક્ત લક્ષણવાળા સોળ ભાવનાઓથી ઉત્પન્ન તીર્થંકર નામકર્મ વિશિષ્ટ પુણ્ય
पञ्चमहाव्रतरक्षां कोपचतुष्कस्य निग्रहं परमम् दुर्दान्तेन्द्रियविजयं तपःसिद्धिविधौ
कुरूद्योगम् ’’ इत्यार्याद्वयकथितलक्षणेन शुभोपयोगभावेन परिणामेन तद्वि-
लक्षणेनाशुभोपयोगपरिणामेन च युक्ताः परिणताः इदानीं पुण्यपापभेदान् कथयति ‘‘सादं
सुहाउ णामं गोदं पुण्णं’’ सद्वेद्यशुभायुर्नामगोत्राणि पुण्यं भवति ‘‘पराणि पावं च’’
तस्मादपराणि कर्माणि पापं चेति
तद्यथासद्वेद्यमेकं, तिर्यग्मनुष्यदेवायुस्त्रयं, सुभग-
यशःकीर्त्तितीर्थकरत्वादिनामप्रकृतीनां सप्तत्रिंशत्, तथोच्चैर्गोत्रमिति समुदायेन
द्विचत्वारिंशत्संख्याः पुण्यप्रकृतयो विज्ञेयाः
शेषा द्वयशीतिपापमिति तत्र ‘दर्शनविशुद्धि-
र्विनयसंपन्नता शीलव्रतेष्वनतिचारोऽभीक्ष्णज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसीसाधुसमाधि-
र्वैयावृत्त्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिमार्गप्रभावनाप्रवचनवत्सलत्वमिति
तीर्थकरत्वस्य’ इत्युक्तलक्षणषोडशभावनोत्पन्नतीर्थकरनामकर्मैव विशिष्टं पुण्यम्
૧. અજ્ઞાત શાસ્ત્ર.
૧૭૬ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ