– ૩ –
મોક્ષમાર્ગ અધિાકાર
अतः ऊर्ध्वं विंशतिगाथापर्यन्तं मोक्षमार्गं कथयति । तत्रादौ ‘‘सम्मद्दंसण’’
इत्याद्यष्टगाथाभिर्निश्चयमोक्षमार्गव्यवहारमोक्षमार्गप्रतिपादकमुख्यत्वेन प्रथमः अन्तराधिकारस्ततः
परम् ‘‘दुविहं पि मुक्खहेउं’’ इति प्रभृतिद्वादशसूत्रैर्ध्यानध्यातृध्येयध्यानफलकथनमुख्यत्वेन
द्वितीयोऽन्तराधिकारः । इति तृतीयाधिकारे समुदायेन पातनिका ।
अथ प्रथमतः सूत्रपूर्वार्धेन व्यवहारमोक्षमार्गमुत्तरार्धेन च निश्चयमोक्षमार्ग
निरूपयति : —
सम्मद्दंसणणाणं चरणं मोक्खस्स कारणं जाणे ।
ववहारा णिच्छयदो तत्तियमइओ णिओ अप्पा ।।३९।।
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૭૯
અહીંથી આગળ, વીસ ગાથા સુધી મોક્ષમાર્ગનું કથન કરે છે. ત્યાં પ્રારંભમાં
‘‘सम्मद्दंसण’’ ઇત્યાદિ આઠ ગાથાઓ દ્વારા નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગના
પ્રતિપાદનની મુખ્યતાથી પ્રથમ અંતરાધિકાર છે, ત્યારપછી ‘‘दुविहं पि मुक्खहेउं’’ વગેરે
બાર સૂત્રો દ્વારા ધ્યાન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનફળના કથનની મુખ્યતાથી દ્વિતીય
અંતરાધિકાર છે. એ પ્રમાણે ત્રીજા અધિકારમાં સમૂહરૂપે ભૂમિકા છે.
હવે, પ્રથમ જ સૂત્રના પૂર્વાર્ધથી વ્યવહારમોક્ષમાર્ગ અને ઉત્તરાર્ધથી
નિશ્ચયમોક્ષમાર્ગ કહે છેઃ
અબ સુનિ દર્શન જ્ઞાન સુસાર, ચારિત, શિવ - કારન વ્યવહાર;
નિશ્ચય એક આતમા જાનિ, તીનાંમયી મોક્ષમગ માનિ. ૩૯.