૧૮૦ ]બૃહદ્ – દ્રવ્યસંગ્રહ
सम्यग्दर्शनं ज्ञानं चरणं मोक्षस्य कारणं जानीहि ।
व्यवहारात् निश्चयतः तत्त्रिकमयः निजः आत्मा ।।३९।।
व्याख्या — ‘‘सम्मद्दंसणणाणं चरणं मोक्खस्स कारणं जाणे ववहारा’’
सम्यग्दर्शनज्ञानचारित्रत्रयं मोक्षस्य कारणं, हे शिष्य ! जानीहि व्यवहारनयात् । ‘‘णिच्छयदो
तत्तियमइओ णिओ अप्पा’’ निश्चयतस्तत्त्रितयमयो निजात्मेति । तथाहि वीतरागसर्वज्ञप्रणीत-
षड्द्रव्यपञ्चास्तिकायसप्ततत्त्वनवपदार्थसम्यक्श्रद्धानज्ञानव्रताद्यनुष्ठानविकल्परूपो व्यवहारमोक्ष-
मार्गः । निजनिरञ्जनशुद्धात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणैकाग्य्रापरिणतिरूपो निश्चयमोक्षमार्गः ।
ગાથા ૩૯
ગાથાર્થઃ — સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રને વ્યવહારનયથી મોક્ષનું
કારણ જાણો. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રમય નિજ આત્માને નિશ્ચયથી
મોક્ષનું કારણ જાણો.
ટીકાઃ — ‘‘सम्मद्दंसणणाणं चरणं मोक्खस्स कारणं जाणे ववहारा’’ – હે શિષ્ય!
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર — એ ત્રણને વ્યવહારનયથી મોક્ષનું કારણ
જાણો. ‘‘णिच्छयदो तत्तियमइओ णिओ अप्पा’’ નિશ્ચયથી૧ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્ર — એ ત્રણમય નિજાત્મા જ મોક્ષનું કારણ છે. તે સમજાવવામાં આવે છેઃ —
વીતરાગસર્વજ્ઞપ્રણીત છ દ્રવ્ય, પંચાસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોનાં સમ્યક્શ્રદ્ધાન,
જ્ઞાન અને વ્રતાદિ આચરણના વિકલ્પરૂપ૨ વ્યવહારમોક્ષમાર્ગ છે; નિજ નિરંજન
શુદ્ધાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન – જ્ઞાન – આચરણની એકાગ્રપરિણતિરૂપ નિશ્ચયમોક્ષમાર્ગ છે.
૧. ‘‘જૈનશાસ્ત્રોનું પરમાર્થે વીતરાગપણું જ તાત્પર્ય છે. આ વીતરાગપણાને વ્યવહાર – નિશ્ચયના અવિરોધ
વડે જ અનુસરવામાં આવે તો ઇષ્ટસિદ્ધિ થાય છે, પરંતુ અન્યથા નહીં.’’ [જુઓ, શ્રી પંચાસ્તિકાય
ગાથા ૧૭૨ ટીકા પૃષ્ઠ ૨૫૪.] ‘‘છઠ્ઠા ગુણસ્થાને મુનિયોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી તેમજ
મહાવ્રતાદિ સંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય – વ્યવહારના અવિરોધનું (સુમેળનું)
ઉદાહરણ છે. પાંચમા ગુણસ્થાને તે ગુણસ્થાનને યોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી તેમજ દેશવ્રતાદિ
સંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય – વ્યવહારના અવિરોધનું ઉદાહરણ છે.’’ [જુઓ, શ્રી
પંચાસ્તિકાય ગાથા ૧૭૨, પૃષ્ઠ ૨૫૪ ફૂટનોટ. ૨]
૨. વિકલ્પ છે તે રાગ છે અને તેનો હર સમયે અંશે અભાવ થતો જાય છે અર્થાત્ કથંચિત્ ભિન્ન
સાધ્ય – સાધન ભાવનો અભાવ થતો જાય છે, તેથી તેને વ્યવહારમોક્ષમાર્ગ કહે છે. [ જુઓ,
પંચાસ્તિકાય પૃષ્ઠ ૨૩૫ – ૨૩૬.]