अथवा स्वशुद्धात्मभावनासाधकबहिर्द्रव्याश्रितो व्यवहारमोक्षमार्गः । केवलस्वसंवित्तिसमुत्पन्न-
रागादिविकल्पोपाधिरहितसुखानुभूतिरूपोनिश्चयमोक्षमार्गः । अथवा धातुपाषाणेऽग्निवत्साधको
व्यवहारमोक्षमार्गः, सुवर्णस्थानीयनिर्विकारस्वोपलब्धिसाध्यरूपो निश्चयमोक्षमार्गः । एवं संक्षेपेण
व्यवहारनिश्चयमोक्षमार्गलक्षणं ज्ञातव्यमिति ।।३९।।
अथाभेदेन सम्यग्दर्शनज्ञानचारित्राणि स्वशुद्धात्मैव तेन कारणेन
निश्चयेनात्मैव निश्चयमोक्षमार्ग इत्याख्याति । अथवा पूर्वोक्तमेव निश्चयमोक्षमार्गं प्रकारान्तरेण
दृढयति : —
रयणत्तयं ण वट्टइ अप्पाणं मुइत्तु अण्णदवियह्मि ।
तह्मा तत्तियमइउ होदि हु मुक्खस्स कारणं आदा ।।४०।।
અથવા સ્વશુદ્ધાત્મભાવનાનો સાધક૧, બાહ્યપદાર્થાશ્રિત વ્યવહારમોક્ષમાર્ગ છે; માત્ર
સ્વસંવેદનથી ઉત્પન્ન, રાગાદિ વિકલ્પની ઉપાધિથી રહિત — એવા સુખની અનુભૂતિરૂપ
નિશ્ચયમોક્ષમાર્ગ છે. અથવા ધાતુપાષાણની બાબતમાં અગ્નિસમાન૨ સાધક તે
વ્યવહારમોક્ષમાર્ગ છે અને સુવર્ણસમાન નિર્વિકાર નિજાત્માની ઉપલબ્ધિરૂપ સાધ્ય તે
નિશ્ચયમોક્ષમાર્ગ છે. આ પ્રમાણે સંક્ષેપથી વ્યવહાર અને નિશ્ચય મોક્ષમાર્ગનું લક્ષણ
જાણવું. ૩૯.
હવે, અભેદપણે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તે શુદ્ધાત્મા જ છે, તે કારણે નિશ્ચયથી
આત્મા જ નિશ્ચયમોક્ષમાર્ગ છે, એમ કહે છે. અથવા પૂર્વોક્ત નિશ્ચયમોક્ષમાર્ગ બીજા પ્રકારે
દ્રઢ કરે છેઃ —
૧. જેમને તે અનુષ્ઠાન છે તેને માત્ર ઉપચારથી જ સ્વશુદ્ધાત્માની ભાવનાનો સાધક કહેવામાં આવ્યો છે,
એમ સમજવું. ( પંચાસ્તિકાય સંગ્રહ ગુજરાતી, પૃષ્ઠ ૨૫૯ ફૂટનોટ.)
૨. જુઓ, શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૬૦ ટીકા પા. ૨૩૫ – ૨૩૬ બન્ને આચાર્યોની ટીકા. અગ્નિ તો
નિમિત્તમાત્ર છે તેમ વ્યવહાર નિમિત્તમાત્ર છે. આ ક્રિયાકાંડ પરિણતિ છે તે તો રાગ છે. ધર્મી જીવને
તેનું માહાત્મ્ય કેમ હોઈ શકે? જુઓ, શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૭૨ ટીકા પા. ૨૬૨.
દર્શન બોધ ચારિત્ર જુ તીન, આતમ – વિન પરમૈં ન પ્રવીન;
તાતૈં તીનાંમયી સુ આપ, કારન મોક્ષ કહ્યૌ વિન પાપ. ૪૦.
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૮૧