Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 182 of 272
PDF/HTML Page 194 of 284

 

background image
रत्नत्रयं न वर्त्तते आत्मानं मुक्त्वा अन्यद्रव्ये
तस्मात् तत्त्रिकमयः भवति खलु मोक्षस्य कारणं आत्मा ।।४०।।
व्याख्या :‘रयणत्तयं ण वट्टइ अप्पाणं मुइत्तु अण्णदवियह्मि’ रत्नत्रयं न वर्त्तते
स्वकीयशुद्धात्मानं मुक्त्वा अन्याचेतने द्रव्ये ‘तह्मा तत्तियमइउ होदि हु मुक्खस्स कारणं
आदा’ तस्मात्तत्त्रितयमय आत्मैव निश्चयेन मोक्षस्य कारणं भवतीति जानीहि अथ विस्तरः
रागादिविकल्पोपाधिरहितचिच्चमत्कारभावनोत्पन्नमधुररसास्वादसुखोऽहमिति निश्चयरुचिरूपं
सम्यग्दर्शनं, तस्यैव सुखस्य समस्तविभावेभ्यः स्वसंवेदनज्ञानेन पृथक् परिच्छेदनं सम्यग्ज्ञानं,
तथैव दृष्टश्रुतानुभूतभोगाकाङ्क्षाप्रभृतिसमस्तापध्यानरूपमनोरथजनितसंकल्पविकल्पजालत्यागेन
तत्रैव सुखे रतस्य सन्तुष्टस्य तृप्तस्यैकाकारपरमसमरसीभावेन द्रवीभूतचित्तस्य पुनः पुनः
स्थिरीकरणं सम्यक्चारित्रम्
इत्युक्तलक्षणं निश्चयरत्नत्रयं शुद्धात्मानं विहायान्यत्र
ગાથા ૪૦
ગાથાર્થઃઆત્મા સિવાય અન્ય દ્રવ્યમાં રત્નત્રય રહેતાં નથી, તે કારણે
રત્નત્રયમયી આત્મા જ મોક્ષનું કારણ છે.
ટીકાઃ‘‘रयणत्तयं ण वट्टइ अप्पाणं मुइत्तु अण्णदवियह्मि’’ નિજ શુદ્ધાત્માને છોડીને
અન્ય અચેતન દ્રવ્યમાં રત્નત્રય વર્તતાંરહેતાં નથી. ‘‘तह्मा तत्तियमइउ होदि हु मुक्खस्स कारणं
आदा’’તેથી તે રત્નત્રયમય આત્મા જ નિશ્ચયથી મોક્ષનું કારણ થાય છે, એમ તું જાણ.
હવે વિસ્તાર કરે છે‘રાગાદિવિકલ્પઉપાધિરહિત, ચિત્ચમત્કારની ભાવનાથી ઉત્પન્ન
મધુરરસના આસ્વાદરૂપ સુખ હું છું’ એવી નિશ્ચય રુચિરૂપ સમ્યક્દર્શન છે. તે જ સુખને
સમસ્ત વિભાવોથી સ્વસંવેદનજ્ઞાનવડે પૃથક્ જાણવું, તે સમ્યગ્જ્ઞાન છે. તેવી જ રીતે દ્રષ્ટ
શ્રુતઅનુભૂત ભોગોની આકાંક્ષા વગેરે સમસ્ત ખોટા ધ્યાનરૂપ મનોરથથી ઉત્પન્ન સંકલ્પ
વિકલ્પની જાળના ત્યાગ વડે તે જ સુખમાં લીનસંતુષ્ટતૃપ્ત અને એકાકાર પરમ -
સમરસીભાવથી ભીંજાયેલા ચિત્તને ફરી ફરીને સ્થિર કરવું તે સમ્યક્ચારિત્ર છે. આ પ્રમાણે
૧. આ ગાથામાં સ્વાત્મતત્ત્વસ્વરૂપ નિજ શુદ્ધાત્માને જએટલે કે નિશ્ચય રત્નત્રયમય શુદ્ધાત્માને જમોક્ષનું
કારણ કહ્યું છે. તેથી સિદ્ધ થયું કે વિકલ્પરાગ ખરેખર મોક્ષનું કારણ નથી, પર્યાયે પર્યાયે રાગનો અભાવ
થતો જાય છે અને શુદ્ધિ વધતી જાય છે. એ રીતે સાતમા ગુણસ્થાનના સાતિશય વિભાગમાં નિર્વિકલ્પતા
વધતાં ક્ષપકશ્રેણીમાં આઠમે, નવમે, દશમે ગુણસ્થાને ચડતાં દશમાને અંતે સંપૂર્ણ વીતરાગ થઈ, બારમે
ગુણસ્થાને સંપૂર્ણ વીતરાગપણે રહી, તેના અંતે કેવળજ્ઞાનરૂપ ભાવમોક્ષ પ્રગટ કરે છે.
૧૮૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ