Bruhad Dravya Sangrah (Gujarati). Samyagdarshananu Kathan.

< Previous Page   Next Page >


Page 183 of 272
PDF/HTML Page 195 of 284

 

background image
घटपटादिबहिर्द्रव्ये न वर्त्तते यतस्ततः कारणादभेदनयेनानेकद्रव्यात्मकैकपानकवत्तदेव
सम्यग्दर्शनं, तदेव सम्यग्ज्ञानं, तदेव सम्यक्चारित्रं, तदेव स्वात्मतत्त्वमित्युक्तलक्षणं
निजशुद्धात्मानमेव मुक्तिकारणं जानीहि
।।४०।।
एवं प्रथमस्थले सूत्रद्वयेन निश्चयव्यवहारमोक्षमार्गस्वरूपं संक्षेपेण व्याख्याय तदनन्तरं
द्वितीयस्थले गाथाषट्कपर्यन्तं सम्यक्त्वादित्रयं क्रमेण विवृणोति तत्रादौ सम्यक्त्वमाह :
जीवादीसद्दहणं सम्मत्तं रूवमप्पणो तं तु
दुरभिणिवेसविमुक्कं णाणं सम्मं खु होदि सदि जह्मि ।।४१।।
जीवादिश्रद्धानं सम्यक्त्वं रूपं आत्मनः तत् तु
दुरभिनिवेशविमुक्तं ज्ञानं सम्यक् खलु भवति सति यस्मिन् ।।४१।।
કહેલાં લક્ષણ નિશ્ચયરત્નત્રય શુદ્ધાત્માને છોડીને બીજે ઘટપટાદિ બહિર્દ્રવ્યોમાં રહેતાં
નથી. તે કારણે અભેદનયથી અનેકદ્રવ્યમય એક પીણાંની જેમ તે જ સમ્યગ્દર્શન છે, તે
જ સમ્યગ્જ્ઞાન છે, તે જ સમ્યક્ચારિત્ર છે, તે જ સ્વાત્મતત્ત્વ છે. એ પ્રમાણે ઉક્ત
લક્ષણવાળા નિજ શુદ્ધાત્માને જ મુક્તિનું કારણ તમે જાણો. ૪૦.
આ રીતે, પ્રથમ સ્થળમાં બે ગાથાઓ દ્વારા સંક્ષેપમાં નિશ્ચય અને વ્યવહાર
મોક્ષમાર્ગનું સ્વરૂપ કહીને, પછી બીજા સ્થળમાં છ ગાથા સુધી સમ્યક્ત્વ આદિ ત્રણનું
ક્રમપૂર્વક વર્ણન કરે છે. તેમાં પ્રથમ જ સમ્યગ્દર્શનનું કથન કરે છેઃ
ગાથા ૪૧
ગાથાર્થઃજીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે. તે સમ્યક્ત્વ આત્માનું
સ્વરૂપ છે. આ સમ્યક્ત્વ થતાં દુરભિનિવેશરહિત સમ્યક્જ્ઞાન થાય છે.
૧. અહીં સુખની મુખ્યતાથી નિશ્ચય સમ્યગ્દર્શન, નિશ્ચય સમ્યગ્જ્ઞાન અને નિશ્ચય ચારિત્રની વ્યાખ્યા છે. તેથી
સિદ્ધ થાય છે કેચતુર્થ ગુણસ્થાને જે શુદ્ધ સમ્યગ્દર્શન પ્રગટે છે તેની સાથે જ ભૂમિકા પ્રમાણે શુદ્ધ
આત્મિક સુખ પ્રગટે છે.
જીવાદિક તત્ત્વનિકી કરૈ, શ્રદ્ધા સો સમ્યક્ત્વ હૂઁ વરૈ;
યાહીતૈં સમ્યક્ હ્વૈ જ્ઞાન, દુર આશય - વિન આતમ માન. ૪૧.
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૮૩