व्याख्या : — ‘‘जीवादीसद्दहणं सम्मत्तं’’ वीतरागसर्वज्ञप्रणीतशुद्धजीवादितत्त्वविषये
चलमलिनागाढरहितत्वेन श्रद्धानं रुचिर्निश्चय इदमेवेत्थमेवेति निश्चयबुद्धिः सम्यग्दर्शनम् ।
‘‘रूवमप्पणो तं तु’’ तच्चाभेदनयेन रूपं स्वरूपं तु; पुनः कस्य ? आत्मन आत्मपरिणाम
इत्यर्थः । तस्य सामर्थ्यं माहात्म्यं दर्शयति । ‘‘दुरभिणिवेसविमुक्कं णाणं सम्मं खु होदि सदि
जह्मि’’ यस्मिन् सम्यक्त्वे सति ज्ञानं सम्यग् भवति स्फु टं । कथम्भूतं सम्यग्भवति ?
‘‘दुरभिणिवेसविमुक्कं’’ चलितप्रतिपत्तिगच्छत्तृणस्पर्शशुक्तिकाशकलरजतविज्ञानसदृशैः संशय-
विभ्रमविमोहैर्मुक्तं रहितमित्यर्थः ।
ટીકાઃ — ‘‘जीवादीसद्दहणं सम्मत्तं’’ વીતરાગ – સર્વજ્ઞપ્રણીત શુદ્ધ જીવાદિ તત્ત્વોમાં
ચળ, મળ, અગાઢ (દોષ) રહિત શ્રદ્ધા – રુચિ – નિશ્ચય અને ‘આ જ છે, આવી રીતે જ છે,’
એવી નિશ્ચયબુદ્ધિ તે સમ્યગ્દર્શન છે. ‘‘रूवमप्पणो तं तु’’ અને તે સમ્યગ્દર્શન અભેદનયથી
સ્વરૂપ છે. કોનું સ્વરૂપ છે? આત્માનું; તે આત્માના પરિણામ૧ છે, એમ અર્થ છે.
તેનું (સમ્યગ્દર્શનનું) સામર્થ્ય અને માહાત્મ્ય દેખાડે છે; ‘‘दुरभिणिवेसविमुक्कं णाणं सम्मं
खु होदि सदि जह्मि’’ જે સમ્યક્ત્વ થતાં જ્ઞાન પ્રગટપણે સમ્યક્ થઈ જાય છે. કેવું સમ્યક્
થાય છે? ‘‘दुरभिणिवेसविमुक्कं’’ ચલાયમાન સંશયજ્ઞાન (અર્થાત્ આમ હશે કે આમ એવા)
સંશયથી, ગમન કરતાં તૃણસ્પર્શ થતાં ‘શેનો સ્પર્શ થયો’ તેના અનિશ્ચયરૂપ વિભ્રમથી અને
‘છીપના ટુકડામાં, ચાંદીનું જ્ઞાન થાય’ એવા વિમોહથી — એ ત્રણે દોષોથી રહિત સમ્યક્જ્ઞાન
થઈ જાય છે.
૧. તે આત્માના પરિણામ હોવાથી શુદ્ધ પરિણામ છે. સમ્યગ્દર્શન પ્રગટ થતી વખતે ‘‘નિષ્ક્રિય ચિન્માત્રભાવને
પામે છે.’’ એમ શ્રી પ્રવચનસાર ગાથા ૮૦ પા-૧૩૮ માં કહ્યું છે તે જ નિર્વિકલ્પ દશા છે. શ્રી
જયસેનાચાર્ય કહે છે કે ‘‘આગમની ભાષાથી અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ નામના
પરિણામવિશેષોના બળથી જે વિશેષભાવ દર્શનમોહનો અભાવ કરવાને સમર્થ છે, તેમાં પોતાના આત્માને
જોડે છે. ત્યારપછી નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ માટે — જેમ પર્યાયરૂપે મોતીના દાણા, ગુણરૂપે સફેદી
આદિ અભેદનયથી એક હારરૂપ જ માલૂમ પડે છે તેમ — પૂર્વે કહેલાં દ્રવ્ય – ગુણ – પર્યાય અભેદનયથી
આત્મા જ છે, એવી ભાવના કરતાં કરતાં દર્શનમોહનો અંધકાર નષ્ટ થઈ જાય છે.’’ (શ્રી પ્રવચનસાર
શ્રી જયસેનાચાર્ય ટીકા પા. ૧૩૮)
વળી, શ્રી પ્રવચનસાર ગાથા ૧૯૪ની ટીકામાં પણ નીચેના શબ્દોમાં તે જ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું
છે. (પા. ૩૫૮-૩૫૯)
ટીકાઃ — ‘‘યથોક્ત વિધિ વડે શુદ્ધાત્માને જે ધ્રુવ જાણે છે તેને તેમાં જ પ્રવૃત્તિ દ્વારા શુદ્ધાત્મતત્ત્વ
હોય છે, તેથી અનંત શક્તિવાળા ચિન્માત્ર પરમઆત્માનું એકાગ્ર સંચેતન – ધ્યાન હોય છે અને તેથી
૧૮૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ