इतो विस्तार : — सम्यक्त्वे सति ज्ञानं सम्यग्भवतीति यदुक्तं तस्य विवरणं क्रियते ।
तथाहि — गौतमाग्निभूतिवायुभूतिनामानो विप्राः पञ्चपञ्चशतब्राह्मणोपाध्याया वेदचतुष्टयं,
ज्योतिष्कव्याकरणादिषडङ्गानि, मनुस्मृत्याद्यष्टादशस्मृतिशास्त्राणि तथा भारताद्यष्टादशपुराणानि
मीमांसान्यायविस्तर इत्यादिलौकिकसर्वशास्त्राणि यद्यपि जानन्ति तथापि तेषां हि ज्ञानं
सम्यक्त्वं विना मिथ्याज्ञानमेव । यदा पुनः प्रसिद्धकथान्यायेन श्रीवीरवर्द्धमानस्वामितीर्थकर-
परमदेवसमवसरणे मानस्तम्भावलोकनमात्रादेवागमभाषया दर्शनचारित्रमोहनीयोपशमक्षय-
संज्ञेनाध्यात्मभाषया स्वशुद्धात्माभिमुखपरिणामसंज्ञेन च कालादिलब्धिविशेषेण मिथ्यात्वं विलयं
गतं तदा तदेव मिथ्याज्ञानं सम्यग्ज्ञानं जातम् । ततश्च ‘जयति भगवान्’ इत्यादि नमस्कारं
कृत्वा जिनदीक्षां गृहीत्वा कचलोचानन्तरमेव चतुर्ज्ञानसप्तर्द्धिसम्पन्नास्त्रयोऽपि गणधरदेवाः
संजाताः गौतमस्वामी भव्योपकारार्थं द्वादशाङ्गश्रुतरचनां कृतवान्; पश्चान्निश्चयरत्नत्रय-
એનો વિસ્તાર — ‘સમ્યગ્દર્શન થતાં જ્ઞાન સમ્યક્ થાય છે’ એમ જે કહ્યું તેનું વિવરણ
કરવામાં આવે છેઃ – પાંચસો પાંચસો બ્રાહ્મણોને ભણાવનાર ગૌતમ, અગ્નિભૂતિ અને
વાયુભૂતિ નામના બ્રાહ્મણો ચાર વેદ, જ્યોતિષ – વ્યાકરણ વગેરે છ અંગ, મનુસ્મૃતિ વગેરે
અઢાર સ્મૃતિશાસ્ત્રો, મહાભારતાદિ અઢાર પુરાણો, મીમાંસા, ન્યાયવિસ્તાર વગેરે સમસ્ત
લૌકિક શાસ્ત્રો જાણતા હતા, તોપણ તેમનું જ્ઞાન સમ્યક્ત્વ વિના મિથ્યાજ્ઞાન જ હતું. જ્યારે
પ્રસિદ્ધ કથા પ્રમાણે શ્રી મહાવીર વર્દ્ધમાન તીર્થંકર પરમદેવના સમવસરણમાં માનસ્તંભને
જોવા માત્રથી જ આગમભાષા – અપેક્ષાએ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયકર્મના
ઉપશમ – ક્ષય નામક (કાલાદિલબ્ધિ વિશેષથી) અને અધ્યાત્મભાષાની અપેક્ષાએ
નિજશુદ્ધાત્માભિમુખ પરિણામ નામક કાલાદિલબ્ધિ વિશેષથી મિથ્યાત્વ નાશ પામ્યું, ત્યારે
તે જ મિથ્યાજ્ઞાન સમ્યગ્જ્ઞાન થયું. પછી ‘ભગવાનનો વિજય હો’ ઇત્યાદિ પ્રકારે નમસ્કાર
કરીને જિનદીક્ષા લઈને કેશલોચ કરતાં જ ચાર જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય)
અને સાત ૠદ્ધિસંપન્ન થઈને ત્રણેય ગણધરદેવ થઈ ગયા. ગૌતમસ્વામીએ ભવ્ય જીવોના
ઉપકારને માટે બાર અંગરૂપ શ્રુતની રચના કરી. પછી તે ત્રણેય નિશ્ચયરત્નત્રયની૧
સાકાર ઉપયોગવાળાને કે અનાકાર ઉપયોગવાળાને – બન્નેને અવિશેષપણે એકાગ્રસંચેતનની પ્રસિદ્ધિ
હોવાથી અનાદિ સંસારથી બંધાયેલી અતિદ્રઢ મોહગ્રંથિ (મોહની દુષ્ટ ગાંઠ) છૂટી જાય છે.
આથી એમ કહ્યું કે — મોહગ્રંથિભેદ (દર્શનમોહરૂપી ગાંઠનું ભેદાવું – તૂટવું) તે શુદ્ધાત્માની ઉપલબ્ધિનું
ફળ છે.’’
૧. વ્યવહાર રત્નત્રયનો ક્રમે ક્રમે અભાવ થતાં અને શુદ્ધિ ક્રમે ક્રમે હરેક સમયે વૃદ્ધિંગત થતાં
નિશ્ચયરત્નત્રયની પૂર્ણતા કરી મોક્ષ પામ્યા, એમ સમજવું.
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૮૫