Bruhad Dravya Sangrah (Gujarati). Pachish Dosh Rahit Samyaktvanu Kathan.

< Previous Page   Next Page >


Page 186 of 272
PDF/HTML Page 198 of 284

 

background image
भावनाबलेन त्रयोऽपि मोक्षं गताः शेषाः पश्चदशशतप्रमितब्राह्मणा जिनदीक्षां गृहीत्वा
यथासम्भवं स्वर्गं मोक्षं च गताः अभव्यसेनः पुनरेकादशाङ्गधारकोऽपि सम्यक्त्वं विना
मिथ्याज्ञानी सञ्जात इति एवं सम्यक्त्वमाहात्म्येन ज्ञानतपश्चरणव्रतोपशमध्यानादिकं
मिथ्यारूपमपि सम्यग्भवति तदभावे विषयुक्तदुग्धमिव सर्वं वृथेति ज्ञातव्यम्
तच्च सम्यक्त्वं पञ्चविंशतिमलरहितं भवति तद्यथादेवतामूढलोकमूढसमयमूढभेदेन
मूढत्रयं भवति तत्र क्षुधाद्यष्टादशदोषरहितमनन्तज्ञानाद्यनन्तगुणसहितं वीतरागसर्वज्ञदेवता-
स्वरूपमजानन् ख्यातिपूजालाभरूपलावण्यसौभाग्यपुत्रकलत्रराज्यादिविभूतिनिमित्तं रागद्वेषो-
पहतार्त्तरौद्रपरिणतक्षेत्रपालचण्डिकादिमिथ्यादेवानां यदाराधनं करोति जीवस्तद्देवतामूढत्वं
भण्यते
न च ते देवाः किमपि फलं प्रयच्छन्ति कथमिति चेत् ? रावणेन रामस्वामि-
लक्ष्मीधरविनाशार्थं बहुरूपिणी विद्या साधिता, कौरवैस्तु पाण्डवनिर्मूलनार्थं कात्यायनी विद्या
ભાવનાના બળથી મોક્ષ પામ્યા. બાકીના પંદરસો બ્રાહ્મણો જિનદીક્ષા લઈને યથાસંભવ સ્વર્ગે
કે મોક્ષે ગયા. પરંતુ અભવ્યસેન અગિયાર અંગનો પાઠી હોવા છતાં પણ સમ્યક્ત્વ વિના
મિથ્યાજ્ઞાની રહ્યો. આ રીતે સમ્યક્ત્વના માહાત્મ્યથી જ્ઞાન, તપશ્ચરણ
, વ્રત, ઉપશમ, ધ્યાન
વગેરે મિથ્યારૂપ હોય તે પણ સમ્યક્ થઈ જાય છે. અને તેના (સમ્યક્ત્વના) વિના એ
બધાં ઝેર સહિતના દૂધની જેમ વૃથા છે, એમ જાણવું.
અને તે સમ્યક્ત્વ પચીસ દોષરહિત હોય છે. તે આ પ્રમાણેદેવમૂઢતા, લોકમૂઢતા
અને સમયમૂઢતાએ ત્રણ મૂઢતા છે.
ક્ષુધા આદિ અઢાર દોષરહિત, અનંતજ્ઞાનાદિ અનંતગુણસહિત વીતરાગસર્વજ્ઞદેવનું
સ્વરૂપ નહિ જાણતો જે જીવ ખ્યાતિ, પૂજા, લાભ, રૂપ, લાવણ્ય, સૌભાગ્ય, પુત્ર, સ્ત્રી,
રાજ્ય આદિ વૈભવને માટે, રાગ
દ્વેષથી હણાયેલા, આર્ત અને રૌદ્ર પરિણામોવાળા
ક્ષેત્રપાળ, ચંડિકા આદિ મિથ્યાદેવોનું આરાધન કરે છે તેને દેવમૂઢતા કહે છે. તે દેવો કાંઈ
પણ ફળ આપતા નથી.
પ્રશ્નઃ(ફળ નથી દેતા) તે કઈ રીતે? ઉત્તરરાવણે રામચંદ્ર અને લક્ષ્મણનો
વિનાશ કરવા માટે બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરી; કૌરવોએ પાંડવોનો નાશ કરવા માટે
કાત્યાયની વિદ્યા સાધી; કંસે નારાયણનો (કૃષ્ણનો) વિનાશ કરવા માટે ઘણી વિદ્યાઓ
સાધી; પરંતુ તે વિદ્યાઓ દ્વારા રામચંદ્ર, પાંડવો અને કૃષ્ણ નારાયણનું કાંઈ પણ અનિષ્ટ
૧. સમ્યક્ત્વ પામ્યા વિનાનું જ્ઞાન, તપશ્ચરણ, વ્રત, નિયમ, ધ્યાન વગેરે સર્વે મિથ્યા છે, એમ સમજવું.
માટે સમ્યગ્દર્શન પ્રગટ કરવા પ્રથમ પ્રયત્નપુરુષાર્થ કરવો એવી ભગવાનની આજ્ઞા સમજવી.
૧૮૬ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ