साधिता, कंसेन च नारायणविनाशार्थं बह्व्योऽपि विद्याः समाराधितास्ताभिः कृतं न किमपि
रामस्वामिपाण्डवनारायणानाम् । तैस्तु यद्यपि मिथ्यादेवता १नानुकूलितास्तथापि निर्मल-
सम्यक्त्वोपार्जितेन पूर्वकृतपुण्येन सर्वं निर्विघ्नं जातमिति । अथ लोकमूढत्वं कथयति ।
गङ्गादिनदीतीर्थस्थानसमुद्रस्नानप्रातःस्नानजलप्रवेशमरणाग्निप्रवेशमरणगोग्रहणादिमरणभूम्यग्निवट-
वृक्षपूजादीनि पुण्यकारणानि भवन्तीति यद्वदन्ति तल्लोकमूढत्वं विज्ञेयम् । अन्यदपि
लौकिकपारमार्थिकहेयोपादेयस्वपरज्ञानरहितानामज्ञानिजनानां प्रवाहेन यद्धर्मानुष्ठानं तदपि
लोकमूढत्वं विज्ञेयमिति । अथ समयमूढत्वमाह । अज्ञानिजनचिच्चमत्कारोत्पादकं ज्योतिष्कमन्त्र-
वादादिकं दृष्ट्वा वीतरागसर्वज्ञप्रणीतसमयं विहाय कुदेवागमलिङ्गिनां भयाशास्नेहलोभैर्धर्मार्थं
प्रणामविनयपूजापुरस्कारादिकरणं समयमूढत्वमिति । एवमुक्तलक्षणं मूढत्रयं सराग-
सम्यग्दृष्टयवस्थायां परिहरणीयमिति । त्रिगुप्तावस्थालक्षणवीतरागसम्यक्त्वप्रस्तावे पुनर्निज-
થયું નહિ. તેમણે (રામ વગેરેએ) જોકે મિથ્યાદેવોની આરાધના ન કરી, તોપણ નિર્મળ
સમ્યક્ત્વથી ઉપાર્જિત૨ પૂર્વે કરેલાં પુણ્યથી તેમનાં સર્વ વિઘ્ન દૂર થયાં.
હવે, લોકમૂઢતાનું કથન કરે છેઃ ‘ગંગા આદિ નદીરૂપ તીર્થોમાં સ્નાન, સમુદ્રમાં
સ્નાન, પ્રાતઃકાળમાં સ્નાન, જળમાં પ્રવેશ કરીને મરવું, અગ્નિમાં પ્રવેશ કરીને મરવું, ગાયનું
પૂંછડું પકડીને મરવું, ભૂમિ – અગ્નિ – વડવૃક્ષની પૂજા કરવી — એ બધાં પુણ્યનાં કારણ છે’,
એમ જે કહે છે તેને લોકમૂઢતા જાણવી. લૌકિક – પારમાર્થિક હેય – ઉપાદેય અને સ્વ –
પરજ્ઞાનરહિત અજ્ઞાનીઓનું પ્રવાહથી (કુળ પરંપરાથી) ચાલ્યું આવતું બીજું પણ જે કાંઈ
ધર્માચરણ છે તે પણ લોકમૂઢતા છે, એમ જાણવું.
હવે, સમયમૂઢતા કહે છેઃ — અજ્ઞાનીઓના મનમાં ચમત્કાર (આશ્ચર્ય) ઉત્પન્ન
કરનાર જ્યોતિષ, મંત્રવાદ વગેરે દેખીને વીતરાગ – સર્વજ્ઞપ્રણીત ધર્મ છોડી દઈને ખોટા દેવ –
શાસ્ત્ર અને વેશધારીઓને ભય, આશા, સ્નેહ અને લોભથી ધર્મને માટે પ્રણામ, વિનય,
પૂજા, સત્કાર વગેરે કરવાં તે સમયમૂઢતા છે.
આ ઉક્ત લક્ષણવાળી ત્રણે મૂઢતા ૩સરાગસમ્યગ્દ્રષ્ટિની અવસ્થામાં ત્યાગવા યોગ્ય
છે.
१. ‘आराधना न कृता’ इति पाठान्तरं
૨. નિર્મળ સમ્યક્ત્વ સાથે રહેલા શુભરાગથી ઉપાર્જિત પુણ્ય — એમ અહીં સમજવું.
૩. સરાગસમ્યગ્દ્રષ્ટિના અર્થ માટે જુઓ પા. ૧૭૩ ફૂટનોટ.
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૮૭