Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 188 of 272
PDF/HTML Page 200 of 284

 

background image
निरञ्जननिर्दोषपरमात्मैव देव इति निश्चयबुद्धिर्देवतामूढरहितत्वं विज्ञेयम् तथैव च
मिथ्यात्वरागादिमूढभावत्यागेन स्वशुद्धात्मन्येवावस्थानं लोकमूढरहितत्वं विज्ञेयम् तथैव च
समस्तशुभाशुभसंकल्पविकल्परूपपरभावत्यागेन निर्विकारतात्त्विकपरमानन्दैकलक्षणपरमसमरसी-
भावेन तस्मिन्नेव सम्यग्रूपेणायनं गमनं परिणमनं समयमूढरहितत्वं बोद्धव्यम्
इति मूढत्रयं
व्याख्यातम्
अथ मदाष्टस्वरूपं कथ्यते विज्ञानैश्वर्यज्ञानतपःकुलबलजातिरूपसंज्ञं मदाष्टकं
सरागसम्यग्दृष्टिभिस्त्याज्यमिति वीतरागसम्यग्दृष्टीनां पुनर्मानकषायादुत्पन्नमदमात्सर्यादिसमस्त-
विकल्पजालपरिहारेण ममकाराहंकाररहिते स्वशुद्धात्मनि भावनैव मदाष्टकत्याग इति
ममकाराहङ्कारलक्षणं कथयति कर्मजनितदेहपुत्रकलत्रादौ ममेदमिति ममकारस्तत्रैवाभेदेन
મનવચનકાયાની ગુપ્તિરૂપ અવસ્થા જેનું લક્ષણ છે એવા વીતરાગ સમ્યક્ત્વના
પ્રસંગે તો‘પોતાના નિરંજન, નિર્દોષ પરમાત્મા જ દેવ છે’ એવી નિશ્ચયબુદ્ધિ જ
દેવમૂઢતાથી રહિતપણું છે એમ જાણવું; તથા મિથ્યાત્વરાગાદિ મૂઢભાવોનો ત્યાગ કરીને
જે પોતાના શુદ્ધ આત્મામાં જ સ્થિતિ છે તે લોકમૂઢતાથી રહિતપણું છે એમ જાણવું; તેવી
જ રીતે સમસ્ત શુભાશુભ સંકલ્પ-વિકલ્પરૂપ પરભાવનો ત્યાગ કરીને, નિર્વિકાર તાત્ત્વિક
પરમાનંદ જેનું એક લક્ષણ છે એવા પરમ સમરસીભાવથી તેમાં જ (શુદ્ધાત્મામાં જ) સમ્યક્
પ્રકારે અયન
ગમનપરિણમન છે તે સમયમૂઢતાથી રહિતપણું છે, એમ જાણવું. એ પ્રમાણે
ત્રણ મૂઢતાનું વ્યાખ્યાન કર્યું.
હવે, આઠ મદોનું સ્વરૂપ કહે છેઃવિજ્ઞાન, ઐશ્વર્ય, જ્ઞાન, તપ, કુળ, બળ, જાતિ
અને રૂપએ આઠે મદોનો ત્યાગ સરાગ સમ્યગ્દ્રષ્ટિઓએ કરવો જોઈએ. વીતરાગ
સમ્યક્દ્રષ્ટિઓને તો માનકષાયથી ઉત્પન્ન થતા મદ, માત્સર્ય (ઇર્ષ્યા ) આદિ સમસ્ત
વિકલ્પજાળના ત્યાગ વડે, મમકારઅહંકાર રહિત નિજ શુદ્ધાત્મામાં ભાવના તે જ આઠ
મદોનો ત્યાગ છે. મમકાર અને અહંકારનું લક્ષણ કહે છેઃકર્મજનિત દેહ, પુત્ર, સ્ત્રી
૨. જે જીવોને યથાર્થ સમ્યગ્દર્શન તો ચતુર્થ ગુણસ્થાને પ્રગટ્યું છે અને ચારિત્ર અપેક્ષાએ જેને વીતરાગતા
પ્રગટી છે તેને વીતરાગ સમ્યક્ત્વી કહેવાય છે. બીજા સાચા સમ્યગ્દ્રષ્ટિને સાથે ચારિત્રદશામાં ચોથે,
પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને જે રાગ રહ્યો છે, તેનું જ્ઞાન કરાવવા તેને સરાગ સમ્યગ્દ્રષ્ટિ કહે છે. છઠ્ઠા
ગુણસ્થાનધારી મુનિને નિર્જરા અપેક્ષાએ વીતરાગસમ્યગ્દ્રષ્ટિ કહ્યા છે. (જુઓ, શ્રી સમયસાર, શ્રી
જયસેનાચાર્ય ટીકા ગા. ૨૦૧
૨).......તથા આસ્રવ અપેક્ષાએ તેને જ સરાગસમ્યગ્દ્રષ્ટિ કહ્યા છે. માટે
સર્વત્ર જે અપેક્ષાએ કથન કર્યું હોય તે અપેક્ષા યથાર્થપણે સમજવી. (જુઓ, શ્રી સમયસાર ગા. ૧૭૭
૧૭૮ ની શ્રી જયસેનાચાર્ય ટીકા.)
૧૮૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ