गौरस्थूलादिदेहोऽहं राजाहमित्यहङ्कारलक्षणमिति ।
अथानायतनषट्कं कथयति । मिथ्यादेवो, मिथ्यादेवाराधका, मिथ्यातपो, मिथ्यातपस्वी,
मिथ्यागमो, मिथ्यागमधराः पुरुषाश्चेत्युक्तलक्षणमनायतनषट्कं सरागसम्यग्दृष्टीनां त्याज्यं
भवतीति । वीतरागसम्यग्दृष्टीनां पुनः समस्तदोषायतनभूतानां मिथ्यात्वविषयकषायरूपायतनानां
परिहारेणकेवलज्ञानाद्यनन्तगुणायतनभूते स्वशुद्धात्मनि निवास एवानायतनसेवापरिहार इति ।
अनायतनशब्दस्यार्थः कथ्यते । सम्यक्त्वादिगुणानामायतनं गृहमावास आश्रय आधारकरणं
निमित्तमायतनं भण्यते तद्विपक्षभूतमनायतनमिति ।
अतः परं शंकाद्यष्टमलत्यागं कथयति । निःशंकाद्यष्टगुणप्रतिपालनमेव शङ्काद्यष्ट-
मलत्यागो भण्यते । तद्यथा — रागादिदोषा अज्ञानं वाऽसत्यवचनकारणं तदुभयमपि वीतराग-
सर्वज्ञानां नास्ति, ततः कारणात्तत्प्रणीते हेयोपादेयतत्त्वे मोक्षे मोक्षमार्गे च भव्यैः शंका संशयः
આદિમાં ‘આ મારું છે’ એ પ્રકારની બુદ્ધિ તે મમકાર છે અને તેમાં જ અભેદપણે ‘ગોરું,
જાડું વગેરે શરીર તે હું છું, રાજા તે હું છું’ એ અહંકારનું લક્ષણ છે.
હવે, છ અનાયતનોનું કથન કરે છેઃ — મિથ્યાદેવ, મિથ્યાદેવોના આરાધકો,
મિથ્યાતપ, મિથ્યા તપસ્વી, મિથ્યા આગમ, મિથ્યાશાસ્ત્રના પંડિતો — એ ઉપરોક્ત
લક્ષણવાળાં છ અનાયતનોનો ત્યાગ સરાગસમ્યગ્દ્રષ્ટિઓએ કરવો જોઈએ. વીતરાગ
સમ્યગ્દ્રષ્ટિઓને તો સમસ્ત દોષોના સ્થાનભૂત મિથ્યાત્વ – વિષય – કષાયરૂપ આયતનોના
ત્યાગથી કેવળજ્ઞાનાદિ અનંતગુણના સ્થાનભૂત સ્વશુદ્ધાત્મામાં નિવાસ કરવો તે જ
અનાયતનોની સેવાનો ત્યાગ છે. અનાયતન શબ્દનો અર્થ કહેવામાં આવે છે.
સમ્યક્ત્વાદિ ગુણોના આયતન – ઘર – આવાસ – આશ્રય – આધારના નિમિત્તને ‘આયતન’ કહે
છે અને તેનાથી વિપરીત તે ‘અનાયતન’ છે.
હવે પછી, શંકા આદિ આઠ દોષોના ત્યાગનું કથન કરે છે — નિઃશંકતા આદિ
આઠ ગુણોનું પાલન કરવું તે જ શંકાદિ આઠ દોષોનો ત્યાગ કહેવાય છે. તે આ
રીતે છે — રાગાદિ દોષો અથવા અજ્ઞાન અસત્ય વચનનું કારણ છે અને એ બન્નેય
(રાગાદિ અને અજ્ઞાન) વીતરાગ – સર્વજ્ઞદેવમાં નથી, તે કારણે તેમનાં કહેલાં હેય –
ઉપાદેય તત્ત્વમાં, મોક્ષમાં અને મોક્ષમાર્ગમાં ભવ્યોએ શંકા – સંશય – સંદેહ કરવા યોગ્ય
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૮૯