ગાથા ૫૬
ગાથાર્થઃ — (હે ભવ્યો!) કાંઈ પણ ચેષ્ટા ન કરો, કાંઈ પણ ન બોલો, કાંઈ
પણ ચિંતવન ન કરો, જેથી આત્મા નિજાત્મામાં તલ્લીનપણે સ્થિર થઈ જાય. આ જ
(આત્મામાં લીનતા જ) પરમ ધ્યાન છે.
ટીકાઃ — ‘‘मा चिट्ठइ मा जंपह मा चिंतह किंवि’’ હે વિવેકી પુરુષો! નિત્ય નિરંજન
અને નિષ્ક્રિય એવા નિજ શુદ્ધાત્માની અનુભૂતિને રોકનાર શુભાશુભ ચેષ્ટારૂપ કાયવ્યાપાર,
શુભાશુભ અંતર્બહિર્જલ્પરૂપ વચન - વ્યાપાર અને શુભાશુભ વિકલ્પજાળરૂપ ચિત્ત - વ્યાપાર
જરા પણ ન કરો; ‘‘जेण होइ थिरो’’ જેથી અર્થાત્ ત્રણે યોગના નિરોધથી સ્થિર થાય છે.
કોણ? ‘‘अप्पा’’ આત્મા. કેવો સ્થિર થાય છે? ‘‘अपग्मि रओ’’ સહજશુદ્ધ –
જ્ઞાનદર્શનસ્વભાવી પરમાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન – જ્ઞાન – આચરણરૂપ અભેદરત્નત્રયાત્મક
પરમસમાધિથી ઉત્પન્ન, સર્વ પ્રદેશોમાં આનંદ ઉત્પન્ન કરનાર સુખના આસ્વાદરૂપ
પરિણતિસહિત નિજાત્મામાં રત – પરિણત – તલ્લીન – તચ્ચિત્ત – તન્મય થાય છે. ‘‘इणमेव परं
हवे ज्झाणं’’ આ જે આત્માના સુખસ્વરૂપમાં તન્મયપણું તે જ નિશ્ચયથી પરમ અર્થાત્ ઉત્કૃષ્ટ
ધ્યાન છે.
તે પરમધ્યાનમાં સ્થિત જીવોને જે વીતરાગ પરમાનંદરૂપ સુખનો પ્રતિભાસ થાય
मा चेष्टत मा जल्पत मा चिन्तयत किम् अपि येन भवति स्थिरः ।
आत्मा आत्मनि रतः इदं एव परं ध्यानं भवति ।।५६।।
व्याख्या — ‘‘मा चिट्ठह मा जंपह मा चिंतह किंवि’’ नित्यनिरञ्जननिष्क्रियनिज-
शुद्धात्मानुभूतिप्रतिबन्धकं शुभाशुभचेष्टारूपं कायव्यापारं, तथैव शुभाशुभान्तर्बहिर्जल्परूपं
वचनव्यापारं, तथैव शुभाशुभविकल्पजालरूपं चित्तव्यापारं च किमपि मा कुरुत हे
विवेकीजनाः ! ‘‘जेण होइ थिरो’’ येन योगत्रयनिरोधेन स्थिरो भवति । स कः ? ‘‘अप्पा’’
आत्मा । कथम्भूतः स्थिरो भवति ? ‘‘अप्पम्मि रओ’’ सहजशुद्धज्ञानदर्शनस्वभावपरमात्म-
तत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपाभेदरत्नत्रयात्मकपरमसमाधिसमुद्भूतसर्वप्रदेशाह्लादजनक-
सुखास्वादपरिणतिसहिते निजात्मनि रतः परिणतस्तल्लीयमानस्तच्चित्तस्तन्मयो भवति ।
‘‘इणमेव परं हवे ज्झाणं’’ इदमेवात्मसुखस्वरूपे तन्मयत्वं निश्चयेन परमुत्कृष्टं ध्यानं भवति ।
तस्मिन् ध्याने स्थितानां यद्वीतरागपरमानन्दसुखं प्रतिभाति, तदेव
૨૪૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ