વશે ચિત્ત સ્થિર થઈ જાય છે ત્યારે શુદ્ધ – બુદ્ધ – એકસ્વભાવી નિજ શુદ્ધાત્માનું સ્વરૂપ જ
ધ્યેય હોય છે. વળી, ‘નિસ્પૃહ’ શબ્દથી, મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક,
ભય, જુગુપ્સા (એ છ) અને ક્રોધ, માન, માયા, લોભ (એ ચાર) — એ ચૌદ અભ્યંતર
પરિગ્રહથી રહિત અને ક્ષેત્ર, વાસ્તુ, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કુપ્ય અને
ભાંડ — એ દશ બહિરંગ પરિગ્રહોથી રહિત એવું ધ્યાતાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
‘એકાગ્રચિંતાનિરોધ’ પદથી, પૂર્વોક્ત જુદાજુદા પ્રકારના ધ્યેયભૂત (ધ્યાન કરવા યોગ્ય)
પદાર્થોમાં સ્થિરતાને – નિશ્ચલતાને ધ્યાનનું લક્ષણ કહ્યું છે. ‘નિશ્ચય’ શબ્દથી, પ્રાથમિક
(પુરુષ)ની અપેક્ષાએ વ્યવહાર – રત્નત્રયને અનુકૂળ એવો નિશ્ચય સમજવો અને જેને યોગ
નિષ્પન્ન થયો છે, એવા પુરુષની અપેક્ષાએ શુદ્ધોપયોગરૂપ વિવક્ષિત – એકદેશ – શુદ્ધનિશ્ચય
સમજવો. વિશેષ નિશ્ચયનું કથન આગળ કરવાનું છે.
આ પ્રમાણે સૂત્રાર્થ છે. ૫૫.
હવે, શુભાશુભ મન – વચન – કાયાનો નિરોધ કરતાં આત્મામાં સ્થિર થાય છે તે જ
પરમધ્યાન છે, એમ ઉપદેશે છેઃ —
शुद्धबुद्धैकस्वभावनिजशुद्धात्मस्वरूपमेव ध्येयमित्युक्तं भवति । निस्पृहवचनेन पुनर्मिथ्यात्वं
वेदत्रयं हास्यादिषट्कक्रोधादिचतुष्टयरूपचतुर्दशाऽभ्यन्तरपरिग्रहेण तथैव क्षेत्रवास्तुहिरण्यसुवर्ण-
धनधान्यदासीकुप्यभाण्डाऽभिधानदशविधबहिरङ्गपरिग्रहेण च रहितं ध्यातृस्वरूपमुक्तं भवति ।
एकाग्रचिन्तानिरोधेन च १पूर्वोक्तविविधध्येयवस्तुनि स्थिरत्वं निश्चलत्वं ध्यानलक्षणं
भणितमिति । निश्चयशब्देन तु प्राथमिकापेक्षया व्यवहाररत्नत्रयानुकूलनिश्चयो ग्राह्यः,
निष्पन्नयोगपुरुषापेक्षया तु शुद्धोपयोगलक्षणविवक्षितैकदेशशुद्धनिश्चयो ग्राह्यः । विशेषनिश्चयः
पुनरग्रे वक्ष्यमाणस्तिष्ठतीति सूत्रार्थः ।।५५।।
अथ शुभाशुभमनोवचनकायनिरोधे कृते सत्यात्मनि स्थिरो भवति तदेव
परमध्यानमित्युपदिशति : —
मा चिट्ठह मा जंपह मा चिन्तह किंवि जेण होइ थिरो ।
अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे ज्झाणं ।।५६।।
१. ‘पूर्वोक्तद्विविधं’ पाठान्तरम् ।
મન - વચ - કાય - ચેસટા તજો, જિમ થિર ચિત્ત હોય નિજ ભજો;
આપા માહિ આપ રત સોય, પરમધ્યાન ઇમ કરતૈં હોય. ૫૬.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૪૭