‘દ્રવ્યસંગ્રહ’ નામના આ — પ્રત્યક્ષ ગ્રન્થને. કેવા દ્રવ્યસંગ્રહ ગ્રન્થને? ‘‘भणियं जं’’ જે ગ્રન્થનું
પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેને. કોણે પ્રતિપાદન કર્યું છે? ‘‘णेमिचन्दमुणिणा’’
સમ્યગ્દર્શન આદિ નિશ્ચય - વ્યવહારરૂપ૧ પંચાચાર સહિત આચાર્ય શ્રી નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ
નામના મુનિએ.
કેવા નેમિચંદ્ર મુનિએ? ‘‘तणुसुत्तधरेण’’ અલ્પશ્રુતધારીએ. જે અલ્પશ્રુતને ધારણ કરે
તે અલ્પશ્રુતધારી છે. (તેમણે આ ગ્રંથનું પ્રતિપાદન કર્યું છે.) એ પ્રમાણે ક્રિયા અને કારકોનો
સંબંધ છે.
એ રીતે ધ્યાનના ઉપસંહારરૂપ ત્રણ ગાથાઓ વડે અને ઉદ્ધતપણાના ત્યાગને માટે
એક પ્રાકૃત છંદથી બીજા અન્તરાધિકારમાં ત્રીજું સ્થળ સમાપ્ત થયું. ૫૮.
એવી રીતે બે અંતરાધિકારો દ્વારા વીસ ગાથાઓથી મોક્ષમાર્ગનો પ્રતિપાદક ત્રીજો
અધિકાર સમાપ્ત થયો.
આ ગ્રંથમાં ‘વિવક્ષિત વિષયની સંધિ થાય છે’ એ વચન પ્રમાણે પદોની સંધિનો
નિયમ નથી. (ક્યાંક સંધિ કરવામાં આવી છે, ક્યાંક નહિ.) સરળતાથી બોધ થાય માટે
વાક્યો નાનાં નાનાં બનાવવામાં આવ્યાં છે. લિંગ, વચન, ક્રિયાકારકસંબંધ, સમાસ, વિશેષણ
અને વાક્યસમાપ્તિ આદિ દોષ અને શુદ્ધાત્મા આદિ તત્ત્વોના કથનમાં વિસ્મરણનો દોષ
द्रव्यसंग्रहाभिधानम् ग्रन्थमिमं प्रत्यक्षीभूतम् । किं विशिष्टं ? ‘‘भणियं जं’’ भणितः
प्रतिपादितो यौ ग्रन्थः । केन कर्तृभूतेन ? ‘‘णेमिचन्दमुणिणा’’ श्री नेमिचन्द्रमुनिना श्री
नेमिचन्द्रसिद्धान्तिदेवाभिधानेन मुनिना सम्यग्दर्शनादिनिश्चयव्यवहाररूपपञ्चाचारोपेताचार्येण ।
कथम्भूतेन ? ‘‘तणुसुत्तधरेण’ तनुश्रुतधरेण तनुश्रुतं स्तोकं श्रुतं तद्धरतीति तनुश्रुतधरस्तेन ।
इति क्रियाकारकसम्बन्धः । एवं ध्यानोपसंहारगाथात्रयेण, औद्धत्यपरिहारार्थं प्राकृतवृत्तेन च
द्वितीयान्तराधिकारे तृतीयं स्थलं गतम् ।।५८।। इत्यन्तराधिकारद्वयेन विंशतिगाथाभिर्मोक्ष-
मार्गप्रतिपादकनामा तृतीयोऽधिकारः समाप्तः ।
अत्र ग्रन्थे ‘विवक्षितस्य सन्धिर्भवति’ इति वचनात्पदानां सन्धिनियमो नास्ति ।
वाक्यानि च स्तोकस्तोकानि कृतानि सुखबोधनार्थम् । तथैव लिङ्गवचनक्रियाकारक-
सम्बन्धसमासविशेषणवाक्यसमाप्त्यादिदूषणं तथा च शुद्धात्मादिप्रतिपादनविषये विस्मृतिदूषणं च
૧. નિશ્ચય - વ્યવહાર પંચાચાર એક સાથે ભાવલિંગી મુનિઓને જ હોય છે, એમ અહીં સ્પષ્ટ કર્યું છે.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૬૩