હવે, ગ્રન્થકાર પોતાના અભિમાનના પરિહારનું કથન કરે છેઃ —
ગાથા ૫૮
ગાથાર્થઃ — અલ્પશ્રુતના ધારક નેમિચન્દ્ર મુનિએ જે આ દ્રવ્યસંગ્રહ રચ્યું છે તેનું
દોષોથી રહિત અને શ્રુતજ્ઞાનથી પૂર્ણ એવા આચાર્યો શોધન કરો.
ટીકાઃ — ‘‘सोधयंतु’’ શુદ્ધ કરો. કોણ શુદ્ધ કરો? ‘‘मुणिणाहा’’ મુનિનાથ,
મુનિઓમાં પ્રધાન, કેવા મુનિનાથો? ‘‘दोससंचयचुदा’’ નિર્દોષ પરમાત્માથી વિલક્ષણ જે
રાગાદિ દોષો અને નિર્દોષ પરમાત્માદિ તત્ત્વોને જાણવામાં જે સંશય – વિમોહ – વિભ્રમરૂપ
દોષો – તેનાથી રહિત હોવાથી જેઓ ‘દોષસંચયચ્યુત’ છે. વળી કેવા મુનિનાથો? ‘‘सुदपुण्णा’’
વર્તમાન પરમાગમ નામક દ્રવ્યશ્રુતથી અને તે પરમાગમના આધારે ઉત્પન્ન નિર્વિકાર –
સ્વસંવેદનજ્ઞાનરૂપ ભાવશ્રુતથી પરિપૂર્ણ હોવાથી શ્રુતપૂર્ણ છે. (તેઓ) કોને શુદ્ધ કરો?
‘‘दव्वसंगहमिणं’’ શુદ્ધ - બુદ્ધ - એકસ્વભાવ પરમાત્મા આદિ દ્રવ્યોનો સંગ્રહ તે દ્રવ્યસંગ્રહ, એવા
अथौद्धत्यपरिहारं कथयति : —
दव्वसंगहमिणं मुणिणाहा दोससंचयचुदा सुदपुण्णा ।
सोधयंतु तणुसुत्तधरेण णेमिचन्दमुणिणा भणियं जं ।।५८।।
द्रव्यसंग्रहं इमं मुनिनाथाः दोषसंचयच्युताः श्रुतपूर्णाः ।
शोधयन्तु तनुश्रुतधरेण नेमिचन्द्रमुनिना भणितं यत् ।।५८।।
व्याख्या — ‘‘सोधयंतु’’ शुद्धं कुर्वन्तु । के कर्तारः ? ‘‘मुणिणाहा’’ मुनिनाथा
मुनिप्रधानाः । किं विशिष्टाः ? ‘‘दोससंचयचुदा’’ निर्दोषपरमात्मनो विलक्षणा ये
रागादिदोषास्तथैव च निर्दोषपरमात्मादितत्त्वपरिज्ञानविषये संशयविमोहविभ्रमास्तैश्च्युता रहिता
दोषसंचयच्युताः । पुनरपि कथम्भूताः ? ‘‘सुदपुण्णा’’ वर्तमानपरमागमाभिधानद्रव्यश्रुतेन तथैव
तदाधारोत्पन्ननिर्विकारस्वसम्वेदनज्ञानरूपभावश्रुतेन च पूर्णाः समग्राः श्रुतपूर्णाः । कं
शोधयन्तु ? ‘‘दव्वसंगहमिणं’’ शुद्धबुद्धैकस्वभावपरमात्मादिद्रव्याणां संग्रहो द्रव्यसंग्रहस्तं
નેમિચંદ્ર મુનિ તનુ શ્રુત લિયો, ગ્રંથ દ્રવ્યસંગ્રહ મૈં કિયો;
જે મહાન્ મુનિ બહુ - શ્રુત - ધાર, દોષ - રહિત તે સોધહુ તાર. ૫૮.
૨૬૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ