મુખરૂપ ઉપાધિના વશે અનેક દર્પણોનાં પુદ્ગલો જ અનેક મુખના આકારરૂપે પરિણમ્યાં
છે, એક દેવદત્તનું મુખ અનેકરૂપે પરિણમ્યું નથી. જો દેવદત્તનું મુખ જ અનેક મુખરૂપે
પરિણમતું હોય તો તો દર્પણમાં રહેલ દેવદત્તના મુખનાં પ્રતિબિંબ પણ ચેતન બની જાય;
પણ એમ તો બનતું નથી. વળી, જો એક જ જીવ હોય તો એક જીવને સુખ - દુઃખ, જીવન
- મરણ આદિ પ્રાપ્ત થતાં તે જ ક્ષણે બધા જીવોને જીવન - મરણ આદિ પ્રાપ્ત થવાં જોઈએ;
પણ તેમ દેખાતું નથી. અથવા જે એમ કહે છે કે, ‘એક જ સમુદ્ર છે તે ક્યાંક ખારા
પાણીવાળો છે અને ક્યાંક મીઠા પાણીવાળો છે. તેમ એક જ જીવ બધાં શરીરોમાં વિદ્યમાન
છે.’ તેમનું એ કહેવું પણ ઘટતું નથી. કેમ નથી ઘટતું? સમુદ્રમાં જળરાશિની અપેક્ષાએ
એકતા છે, જળના કણોની અપેક્ષાએ એકતા નથી. જો જળકણોની અપેક્ષાએ એકતા હોય
તો સમુદ્રમાંથી થોડું જળ ગ્રહણ કરતાં બાકીનું બધું જળ તેની સાથે જ કેમ નથી આવતું?
તે કારણે એ સિદ્ધ થયું કે, સોળવલા સોનાના રાશિની જેમ અનંત જ્ઞાનાદિ લક્ષણની
અપેક્ષાએ જીવરાશિમાં એકતા છે પણ એક જીવની અપેક્ષાએ (સમસ્ત જીવરાશિમાં એક
જ જીવ હોવાની અપેક્ષાએ) જીવરાશિમાં એકતા નથી.
હવે, ‘અધ્યાત્મ’ શબ્દનો અર્થ કહેવામાં આવે છેઃ મિથ્યાત્વ, રાગ આદિ સમસ્ત
વિકલ્પજાળના ત્યાગથી સ્વશુદ્ધાત્મામાં જે અનુષ્ઠાન તેને ‘અધ્યાત્મ’ કહે છે.
એવી રીતે, ધ્યાનની સામગ્રીના વ્યાખ્યાનના ઉપસંહારરૂપે આ ગાથા પૂરી થઈ. ૫૭.
नानादर्पणस्थपुद्गला एव नानामुखाकारेण परिणता, न चैकं देवदत्तमुखं नानारूपेण
परिणतम् । परिणमतीति चेत् — तर्हि दर्पणस्थप्रतिबिम्बं चैतन्यं प्राप्नोतीति, न च तथा । किन्तु
यद्येक एव जीवो भवति, तदैकजीवस्य सुखदुःखजीवितमरणादिके प्राप्ते तस्मिन्नेव क्षणे सर्वेषां
जीवितमरणादिकं प्राप्नोति, न च तथा दृश्यते । अथवा ये वदन्ति यथैकोपि समुद्रः क्वापि
क्षारजलः क्वापि मिष्टजलस्तथैकोऽपि जीवः सर्वदेहेषु तिष्ठतीति । तदपि न घटते । कथमिति
चेत् — जलराश्यपेक्षया तत्रैकत्वं, न च जलपुद्गलापेक्षया तत्रैकत्वम् । यदि जलपुद्गलापेक्षया
भवत्येकत्वं तर्हि स्तोकजले गृहीते शेषजलं सहैव किन्नायाति । ततः स्थितं
षोडशवर्णिकासुवर्णराशिवदनन्तज्ञानादिलक्षणं प्रत्येकं जीवराशिं प्रति, न चैकजीवापेक्षयैति ।
अध्यात्मशब्दस्यार्थः कथ्यते । मिथ्यात्वरागादिसमस्तविकल्पजालरूपपरिहारेण
स्वशुद्धात्मन्यधि यदनुष्ठानं तदध्यात्ममिति । एवं ध्यानसामग्रीव्याख्यानोपसंहाररूपेण गाथा
गता ।।५७।।
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૬૧