અને પર્યાયરૂપ બે ધર્મોના આધારભૂત જીવ – ધર્મીને મોક્ષની પર્યાય પ્રગટ થતાં જેમ
ધ્યાનભાવનાપર્યાયરૂપે વિનાશ થાય છે, તેમ ધ્યેયભૂત જીવનો શુદ્ધપારિણમિકભાવલક્ષણ-
વાળા દ્રવ્યરૂપે પણ વિનાશ થશે. પરંતુ દ્રવ્યરૂપે તો જીવનો વિનાશ નથી. તેથી સિદ્ધ થયું
કે ‘શુદ્ધ પારિણામિકભાવથી (જીવને) બંધ અને મોક્ષ નથી.’
હવે, ‘આત્મા’ શબ્દનો અર્થ કહે છેઃ ‘‘अत्’’ ધાતુનો અર્થ ‘‘સતત ગમન’’ છે.
‘‘ગમન’’ શબ્દનો અહીં ‘‘જ્ઞાન’’ અર્થ થાય છે, કારણ કે ‘‘બધા ગતિરૂપ અર્થવાળા ધાતુઓ
જ્ઞાનરૂપ અર્થવાળા હોય છે’ એવું વચન છે. તે કારણે, યથાસંભવ જ્ઞાન – સુખાદિ ગુણોમાં
‘‘आ’’ અર્થાત્ સર્વપ્રકારે ‘‘अतति’’ અર્થાત્ વર્તે તે આત્મા છે અથવા શુભ – અશુભ મન
- વચન - કાયાની ક્રિયા દ્વારા યથાસંભવ તીવ્ર – મંદાદિરૂપે જે ‘‘आ’’ અર્થાત્ પૂર્ણરૂપે ‘‘अतति’’
વર્તે તે આત્મા છે. અથવા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે ધર્મોદ્વારા જે ‘‘आ’’
અર્થાત્ પૂર્ણરૂપે ‘‘अतति’’ અર્થાત્ વર્તે તે આત્મા છે.
જેમ એક જ ચંદ્રમા અનેક જળભરેલા ઘડાઓમાં દેખાય છે તેમ એક જ જીવ
અનેક શરીરોમાં રહે છે, એમ કેટલાક કહે છે પણ તે ઘટતું નથી. કેમ ઘટતું નથી? ચંદ્રનાં
કિરણરૂપ ઉપાધિના વશે ઘડામાંના જળનાં પુદ્ગલો જ અનેક ચંદ્રના આકારરૂપે પરિણમ્યાં
છે, એક ચંદ્રમા અનેકરૂપે પરિણમ્યો નથી. તે બાબતમાં દ્રષ્ટાંત કહે છે — જેમ દેવદત્તના
द्रव्यपर्यायरूपधर्मद्वयाधारभूतस्य जीवधर्मिणो मोक्षपर्याये जाते सति यथा
ध्यानभावनापर्यायरूपेण विनाशो भवति, तथा ध्येयभूतस्य जीवस्य
शुद्धपारिणामिकभावलक्षणद्रव्यरूपेणापि विनाशः प्राप्नोति, न च द्रव्यरूपेण विनाशोऽस्ति । ततः
स्थितं शुद्धपारिणामिकमेव बन्धमोक्षौ न भवत इति ।
अथात्मशब्दार्थः कथ्यते । ‘‘अत’’ धातुः सातत्यगमनेऽर्थे वर्तते । गमनशब्देनात्र ज्ञानं
भण्यते, ‘‘सर्वे गत्यर्था ज्ञानार्था’’ इति वचनात् । तेन कारणेन यथासंभवं ज्ञानसुखादिगुणेषु
आसमन्तात् अतति वर्तते यः स आत्मा भण्यते । अथवा शुभाशुभमनोवचनकाय-
व्यापारैर्यथासम्भवं तीव्रमन्दादिरूपेण आसमन्तादतति वर्तते यः स आत्मा । अथवा
उत्पादव्ययध्रौव्यैरासमन्तादतति वर्तते यः स आत्मा ।
किञ्च — यथैकोऽपि चन्द्रमा नानाजलघटेषु दृश्यते तथैकोऽपि जीवो नानाशरीरेषु
तिष्ठतीति वदन्ति तत्तु न घटते । कस्मादिति चेत् — चन्द्रकिरणोपाधिवशेन घटस्थजलपुद्गला
एव नानाचन्द्राकारेण परिणता, न चैकश्चन्द्रः । तत्र दृष्टान्तमाह — यथा देवदत्तमुखोपाधिवशेन
૨૬૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ