❀
લઘાુદ્રવ્યસંગ્રહ
❀
छद्दव्वं पंच अत्थी सत्त वि तच्चाणि णव पयत्था य ।
भंगुप्पाय – धुवत्ता णिद्दिट्ठा जेण सो जिणो जयउ ।।१।।
અર્થઃ — જેમણે છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ, નવ પદાર્થ અને ઉત્પાદ
- વ્યય - ધ્રૌવ્યનો નિર્દેશ કર્યો છે તે શ્રી જિનેન્દ્રદેવ જયવંત રહો. ૧.
जीवो पुग्गल धम्माऽधम्मागासो तहेव कालो य ।
दव्वाणि कालरहिया पदेश बाहुल्लदो अत्थिकाया य ।।२।।
અર્થઃ — જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ (એ છ) દ્રવ્યો છે; કાળ
સિવાયનાં બાકીનાં પાંચ દ્રવ્યો, બહુપ્રદેશી હોવાને કારણે અસ્તિકાય છે. ૨.
जीवाजीवासवबंध संवरो णिज्जरा तहा मोक्खो ।
तच्चाणि सत्त एदे सपुण्ण – पावा पयत्त्था य ।।३।।
અર્થઃ — જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો
છે; એ સાત તત્ત્વ પુણ્ય અને પાપ સહિત નવ પદાર્થ છે. ૩.
जीवो होइ अमुत्तो सदेहमित्तो सचेयणा कत्ता ।
भोत्ता सो पुण दुविहो सिद्धो संसारिओ णाणा ।।४।।
અર્થઃ — જીવ (દ્રવ્ય) અમૂર્તિક, સ્વદેહ – પ્રમાણ, સચેતન, કર્તા અને ભોક્તા છે.
તે જીવ બે પ્રકારના છે, સિદ્ધ અને સંસારી; સંસારી જીવ અનેક પ્રકારના છે. ૪.
अरसमरूवमगंधं अव्वत्तं चेयणागुणमसद्दं ।
जाण अलिंगग्गहणं जीवमणिदिट्ठ – संट्ठाणं ।।५।।
અર્થઃ — જીવને રસરહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત, શબ્દરહિત, લિંગ દ્વારા
ન ગ્રહી શકાય તેવો, જેનું સંસ્થાન નિર્દિષ્ટ નથી એવો અને ચેતના ગુણવાળો જાણવો. ૫.
લઘુદ્રવ્યસંગ્રહ [ ૨૬૫