वण्ण – रस गंध – फासा विज्जंते जस्स जिणवरुद्दिट्ठा ।
मुत्तो पुग्गलकाओ पुढवी पहुदी हु सो सोढा ।।६।।
અર્થઃ — જેને વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ વિદ્યમાન છે તે મૂર્તિક પુદ્ગલકાય પૃથ્વી
વગેરે છ પ્રકારની શ્રી જિનેંદ્રદેવે કહી છે. ૬.
पुढवी जलं च छाया चउरिंदियविसय कम्म परमाणू ।
छव्विहभेयं भणियं पुग्गलदव्वं जिणिंदेहिं ।।७।।
અર્થઃ — પૃથ્વી, જળ, છાયા, (નેત્રેન્દ્રિય સિવાયની) ચાર ઇન્દ્રિયોના વિષયો,
કર્મવર્ગણા અને પરમાણુ; શ્રી જિનેંદ્રદેવે પુદ્ગલ દ્રવ્યને (ઉપરોક્ત) છ પ્રકારનું કહ્યું
છે. ૭.
गईपरिणयाण धम्मो पुग्गलजीवाण गमण – सहयारी ।
तोयं जह मच्छाणं अच्छंता णेव सो णेई ।।८।।
અર્થઃ — ગતિરૂપે પરિણમેલા પુદ્ગલ અને જીવોને ગમનમાં સહકારી ધર્મદ્રવ્ય છે,
જેમ માછલીને (ગમન કરવામાં) જળ સહકારી છે. ગમન ન કરનાર (પુદ્ગલ અને જીવો)
ને તે ( – ધર્મદ્રવ્ય) ગતિ કરાવતું નથી. ૮.
ठाणजुयाण अधम्मो पुग्गलजीवाण ठाण – सहयारी ।
छाया जह पहियाणं गच्छांता णेव सो धरई ।।९।।
અર્થઃ — સ્થિત થતા પુદ્ગલ અને જીવોને સ્થિર થવામાં સહકારી અધર્મદ્રવ્ય છે;
જેમ છાંયો મુસાફરોને સ્થિર થવામાં સહકારી છે. ગમન કરતા જીવ અને પુદ્ગલોને તે
(અધર્મ દ્રવ્ય) સ્થિર કરાવતું નથી. ૯.
अवगासदाणजोग्गं जीवादीणं वियाण आयासं ।
जेण्हं लोगागासं अल्लोगागासमिदि दुविहं ।।१०।।
અર્થઃ — જે જીવ આદિ દ્રવ્યોને અવકાશ દેવાને યોગ્ય છે તેને (શ્રી જિનેંદ્રદેવે
કહેલ) આકાશ દ્રવ્ય જાણો. જેના લોકાકાશ અને અલોકાકાશ એવા બે પ્રકાર છે. ૧૦.
द्रव्यपरियट्टजादो जो सो कालो हवेइ ववहारो ।
लोगागासपएसो एक्केक्काणु य परमट्ठो ।।११।।
૨૬૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ