અર્થઃ — જે દ્રવ્યોના પરિવર્તનથી ઉત્પન્ન થાય છે તે વ્યવહારકાળ છે; લોકાકાશમાં
દરેક પ્રદેશ ઉપર એકેક કાલાણુ સ્થિત છે, તે પરમાર્થ (નિશ્ચય) કાળ છે. ૧૧.
लोयायासपदेसे एक्केक्के जि ट्ठिया हु एक्केक्का ।
रयणाणं रासीमिव ते कालाणू असंखदव्वाणि ।।१२।।
અર્થઃ — જે લોકાકાશના એકેક પ્રદેશ ઉપર રત્નોની રાશિ જેમ એકેક (કાલાણુ)
સ્થિત છે, તે કાલાણુ અસંખ્યાત દ્રવ્ય છે. ૧૨.
संखातीदा जीवे धम्माऽधम्मे अणंत आयासे ।
संखादासंखादा मुत्ति पदेसाउ संति णो काले ।।१३।।
અર્થઃ — એક જીવદ્રવ્યમાં, ધર્મદ્રવ્યમાં અને અધર્મદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશો છે,
આકાશ દ્રવ્યમાં અનંત પ્રદેશ છે, પુદ્ગલમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો છે;
કાળમાં પ્રદેશો નથી. (કાળાણુ એકપ્રદેશી છે, તેમાં શક્તિ અથવા વ્યક્તિની અપેક્ષાએ
બહુપ્રદેશીપણું નથી.) ૧૩.
जावदियं आयासं अविभागीपुग्लाणुवट्टद्धं ।
तं खु पदेसं जाणे सव्वाणुट्ठाणदाणरिहं ।।१४।।
અર્થઃ — અવિભાગી પુદ્ગલ અણુ વડે જેટલું આકાશ રોકાય તેને પ્રદેશ જાણો.
તે પ્રદેશ બધા (પુદ્ગલ) પરમાણુઓને સ્થાન દેવામાં સમર્થ છે. ૧૪.
जीवो णाणी पुग्गल – धम्माऽधम्मायासा तहेव कालो य ।
अज्जीवा जिणभणिओ ण हु मण्णइ जो हु सो मिच्छो ।।१५।।
અર્થઃ — જીવ જ્ઞાની છે, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અજીવ છે,
એમ શ્રી જિનેંદ્રદેવે કહ્યું છે, જે આમ નથી માનતો તે મિથ્યાદ્રષ્ટિ છે. ૧૫.
मिच्छत्तं हिंसाई कसाय - जोगा य आसवो बंधो ।
सकसाई जं जीवो परिगिण्हइ पोग्गलं विविहं ।।१६।।
અર્થઃ — મિથ્યાત્વ, હિંસા આદિ (અવ્રત), કષાય અને યોગોથી આસ્રવ થાય છે;
કષાય સહિત જીવ જે વિવિધ પ્રકારનાં પુદ્ગલોને ગ્રહણ કરે છે તે બંધ છે. ૧૬.
લઘુદ્રવ્યસંગ્રહ [ ૨૬૭