मिच्छत्ताईचाओ संवर जिण भणइ णिज्जरादेसे ।
कम्माण खओ सो पुण अहिलसिओ अणहिलसिओ य ।।१७।।
અર્થઃ — શ્રી જિનેંદ્રદેવે મિથ્યાત્વ આદિના ત્યાગને સંવર કહેલ છે, કર્મોનો એકદેશ
ક્ષય તે નિર્જરા છે અને તે (નિર્જરા) અભિલાષા સહિત અને અભિલાષા રહિત ( – સકામ,
અકામ) એમ બે પ્રકારની છે. ૧૭.
कम्म बंधण – बद्धस्य सब्भूदस्संतरप्पणो ।
सव्वकम्म – विणिम्मुक्को मोक्खो होइ जिणेडिदो ।।१८।।
અર્થઃ — કર્મોના બંધનથી બદ્ધ સદ્ભૂત (પ્રશસ્ત) અંતરાત્માને જે સર્વકર્મોથી
(પૂર્ણપણે) મુક્ત થવું તે મોક્ષ છે — એમ શ્રી જિનેંદ્રદેવે વર્ણન કર્યું છે. ૧૮.
सादाऽऽउ – णामगोदाणं पयडीओ सुहा हवे ।
पुण्ण तित्त्थयरादी अण्णं पावं तु आगमे ।।१९।।
અર્થઃ — શાતાવેદનીય, શુભ આયુષ્ય, શુભ નામ અને શુભ ગોત્ર તેમ જ તીર્થંકર
આદિ પ્રકૃતિઓ તે પુણ્ય - પ્રકૃતિઓ છે; બાકીની બીજી પાપ - પ્રકૃતિઓ છે, એમ પરમાગમમાં
કહ્યું છે. ૧૯.
णासइ णर - पज्जाओ उप्पज्जइ देवपज्जओ तत्थ ।
जीवो स एव सव्वस्सभंगुप्पाया धुवा एवं ।।२०।।
અર્થઃ — મનુષ્ય પર્યાય નાશ પામે છે, દેવ પર્યાય ઉત્પન્ન થાય છે અને જીવ તેનો
તે જ રહે છે; એવી રીતે સર્વ દ્રવ્યોને ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય હોય છે. ૨૦.
उप्पादप्पद्धंसा वत्त्थूणं होंति पज्जय - णाएण (णयण) ।
दव्वट्ठिएण णिच्चा बोधव्वा सव्वजिणवुत्ता ।।२१।।
અર્થઃ — વસ્તુમાં ઉત્પાદ અને વ્યય પર્યાયનયથી થાય છે, દ્રવ્યદ્રષ્ટિથી વસ્તુ નિત્ય
છે એમ જાણવું; શ્રી સર્વજ્ઞ જિનેન્દ્રદેવે આમ કહ્યું છે. ૨૧.
एवं अहिगयसुत्तो सट्ठाणजुदो मणो णिरुंभिता ।
छंडउ रायं रोसं जइ इच्छइ कम्मणो णास (णासं) ।।२२।।
અર્થઃ — જો કર્મોનો નાશ કરવા ઇચ્છતા હો તો તે પ્રમાણે સૂત્રના જ્ઞાતા થઈને,
પોતાનામાં સ્થિત રહીને અને મનને રોકીને રાગ અને દ્વેષને છોડો. ૨૨.
૨૬૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ