Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 23-25 (Laghudravyasangrah).

< Previous Page   Next Page >


Page 269 of 272
PDF/HTML Page 281 of 284

 

background image
विसएसु पवट्टंतं चित्तं धारेत्तु अप्पणो अप्पा
झायइ अप्पाणेणं जो सो पावेइ खलु सेयं ।।२३।।
અર્થઃજે આત્મા, વિષયોમાં પ્રવર્તતા મનને રોકીને, પોતાના આત્માનું આત્મા
વડે ધ્યાન કરે છે, તે ખરેખર સુખ પામે છે. ૨૩.
सम्मं जीवादीया णच्चा सम्मं सुकित्तिदा जेहिं
मोहगयकेसरीणं णमो णमो ठाण साहूणं ।।२४।।
અર્થઃજીવાદિને સમ્યક્ પ્રકારે જાણીને, જેમણે તે જીવાદિનું યથાર્થ વર્ણન કર્યું
છે, જે મોહરૂપી ગજને માટે કેસરી સિંહ સમાન છે તે સાધુઓને અમારા નમસ્કાર હો,
નમસ્કાર હો ! ૨૪.
सोमच्छलेण रइया पयत्त्थलक्खणकराउ गाहाओ
भव्वुवयारणिमित्तं गणिणा सिरिणेमिचंदेण ।।२५।।
અર્થઃશ્રી સોમશ્રેષ્ઠીના નિમિત્તે, ભવ્ય જીવોના ઉપકારને માટે, શ્રી નેમિચન્દ્ર
આચાર્યદેવે પદાર્થોનાં લક્ષણ બતાવનારી ગાથાઓ રચી છે. ૨૫.
લઘુદ્રવ્યસંગ્રહ [ ૨૬૯