मानमायालोभमान्यतरोदयेन प्रथमौपशमिकसम्यक्त्वात्पतितो मिथ्यात्वं नाद्यापि
गच्छतीत्यन्तरालवर्त्ती सासादनः । निजशुद्धात्मादितत्त्वं वीतरागसर्वज्ञप्रणीतं परप्रणीतं च मन्यते
यः स दर्शनमोहनीयभेदमिश्रकर्मोदयेन दधिगुडमिश्रभाववत् मिश्रगुणस्थानवर्त्ती भवति । अथ
मतं — येन केनाप्येकेन मम देवेन प्रयोजनं तथा सर्वे देवा वन्दनीया न च निन्दनीया इत्यादि-
वैनयिकमिथ्यादृष्टिः संशयमिथ्यादृष्टिर्वा तथा मन्यते तेन सह सम्यग्मिथ्यादृष्टेः को विशेष
इति ? अत्र परिहारः — ‘‘स सर्वदेवेषु सर्वसमयेषु च भक्तिपरिणामेन येन केनाप्येकेन मम
ઉદયવડે પ્રથમ - ઉપશમસમ્યક્ત્વથી પડીને જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી
સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ બંનેની વચ્ચેના પરિણામવાળો જીવ ‘સાસાદન’ છે. ૨.
નિજશુદ્ધાત્માદિ વીતરાગસર્વજ્ઞપ્રણીત તત્ત્વોને અને પરપ્રણીત તત્ત્વોને પણ જે માને છે તે
મિશ્રદર્શનમોહનીયકર્મના ઉદયથી દહીં અને ગોળના મિશ્રણવાળા પદાર્થોની જેમ
‘મિશ્રગુણસ્થાન’વાળો જીવ છે. ૩.
અહીં શંકા — ‘જે કોઈ પણ ( – ગમે તે હો) એક દેવથી મારે તો પ્રયોજન છે’ તથા
‘બધા જ દેવ વંદનીય છે, નિન્દા કોઈ પણ દેવની ન કરવી જોઈએ’ ઇત્યાદિ વૈનયિક
મિથ્યાદ્રષ્ટિ અથવા સંશય મિથ્યાદ્રષ્ટિ માને છે, તો તેનામાં અને સમ્યગ્મિથ્યાદ્રષ્ટિમાં શો
તફાવત છે? તેનો ઉત્તર — તે તો સર્વ દેવો પ્રત્યે અને સર્વ શાસ્ત્રો પ્રત્યે ભક્તિના પરિણામ
કરવાને લીધે કોઈ પણ એકથી મને પુણ્ય થશે – એમ માનીને સંશયરૂપે ભક્તિ કરે છે, તેને
કોઈ એક દેવમાં નિશ્ચય નથી અને મિશ્રગુણસ્થાનવર્તી જીવને તો બન્નેમાં નિશ્ચય છે; —
એ તફાવત છે.
‘‘સ્વાભાવિક અનંતજ્ઞાનાદિ અનંત ગુણના આધારભૂત નિજપરમાત્મદ્રવ્ય ઉપાદેય છે
અને ઇન્દ્રિયસુખાદિ પરદ્રવ્ય હેય છે’’ એમ અર્હત્સર્વજ્ઞપ્રણીત નિશ્ચય૧ – વ્યવહારનયરૂપ
૧. અવિરત સમ્યગ્દ્રષ્ટિ જીવ ‘નિજ પરમાત્મદ્રવ્ય ઉપાદેય છે અને ઇન્દ્રિયસુખાદિ પરદ્રવ્ય હેય છે’ એમ
અંતરંગમાં આંશિક શુદ્ધ પરિણતિએ પરિણમીને નિરંતર માને છે (એટલે કે નિશ્ચયરૂપ સાધ્યભાવે – શુદ્ધ
સમ્યગ્દર્શનભાવે – પરિણમીને નિરંતર માને છે); વળી તે બહારમાં – વિકલ્પમાં નવતત્ત્વશ્રદ્ધાનાદિભાવે
પરિણમીને પણ એમ માને છે (એટલે કે વ્યવહારરૂપ સાધકભાવથી – નવતત્ત્વ – શ્રદ્ધાનાદિરૂપ
વિકલ્પભાવથી – પણ એમ માને છે). નિશ્ચય – વ્યવહારનો આવો સુમેળ હોય છે. આથી આમ તાત્પર્ય
ગ્રહવુંઃ — કોઈ જીવ એમ કહે કે ‘હું અંતરંગ શુદ્ધપરિણતિથી તો નિજદ્રવ્યની ઉપાદેયતા ને પરદ્રવ્યની
હેયતા માનું છું, પણ મને વિકલ્પમાં નવતત્ત્વશ્રદ્ધાનાદિથી વિરુદ્ધભાવો છે,’ તો તે વાત બરાબર નથી
અને તે જીવ સમ્યગ્દ્રષ્ટિ નથી જ. વળી કોઈ જીવ એમ કહે કે ‘હું નવતત્ત્વશ્રદ્ધાનાદિરૂપ વિકલ્પભાવમાં
તો નિજદ્રવ્યની ઉપાદેયતા ને પરદ્રવ્યની હેયતા બરાબર માનું છું, પણ મને અંતરંગ શુદ્ધ પરિણમન
નથી,’ તો તે જીવ પણ સમ્યગ્દ્રષ્ટિ નથી.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૩૯