ज्ञातव्याः । कतिसंख्योपेतैः ? ‘‘चउदसहि’’ प्रत्येकं चतुर्दशभिः । कस्मात् ? ‘असुद्धणया’’
अशुद्धनयात् सकाशात् । इत्थंभूताः के भवन्ति ? ‘‘संसारी’’ संसारिजीवाः । ‘‘सव्वे सुद्धा
हु सुद्धणया’’ त एव सर्वे संसारिणः शुद्धाः सहजशुद्धज्ञायकैकस्वभावाः । कस्मात् ?
शुद्धनयात् शुद्धनिश्चयनयादिति । अथागमप्रसिद्धगाथाद्वयेन गुणस्थाननामानि कथयति ।
‘‘मिच्छो सासण मिस्सो अविरदसम्मो य देसविरदो य । विरया पमत्त इयरो अपुव्व अणियठ्ठि
सुहमो य । १ । उवसंत खीणमोहो सजोगिकेवलिजिणो अजोगी य । चउदस गुणठाणाणि य
कमेण सिद्धा य णायव्वा ।२।’’ इदानीं तेषामेव गुणस्थानानां प्रत्येकं संक्षेपलक्षणं कथ्यते ।
तथाहि — सहजशुद्धकेवलज्ञानदर्शनरूपाखण्डैकप्रत्यक्षप्रतिभासमयनिजपरमात्मप्रभृतिषड्द्रव्य-
पञ्चास्तिकायसप्ततत्त्वनवपदार्थेषु मूढत्रयादिपञ्चविंशतिमलरहितं वीतरागसर्वज्ञप्रणीत-
नयविभागेन यस्य श्रद्धानं नास्ति स मिथ्यादृष्टिर्भवति । पाषाणरेखासदृशानन्तानुबन्धिक्रोध-
છે એમ સમજવું. (માર્ગણા અને ગુણસ્થાનથી) કેટલી સંખ્યાવાળા થાય છે? ‘‘चउदसहि’’
પ્રત્યેક ચૌદ – ચૌદ સંખ્યાવાળા થાય છે. કઈ અપેક્ષાએ? ‘‘असुद्धणया’’ અશુદ્ધનયની
અપેક્ષાએ. આ પ્રકાના કોણ થાય છે? ‘‘संसारी’’ સંસારી જીવો થાય છે. ‘‘सव्वे सुद्धा हु
सुद्धणया’’ તે જ બધા સંસારી જીવો શુદ્ધ છે અર્થાત્ જેનો સહજશુદ્ધજ્ઞાયક એકસ્વભાવ છે
એવા છે. કઈ અપેક્ષાએ? શુદ્ધનયની અપેક્ષાએ – શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ.
હવે આગમપ્રસિદ્ધ બે ગાથાઓ દ્વારા ગુણસ્થાનોનાં નામ કહે છેઃ મિથ્યાત્વ,
સાસાદન, મિશ્ર, અવિરત સમ્યક્ત્વ, દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત, અપૂર્વકરણ,
અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસાંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગીકેવળી અને અયોગીકેવળી.
આ રીતે ક્રમપૂર્વક ચૌદ ગુણસ્થાન જાણવા૧.
હવે, તે ગુણસ્થાનોમાંથી પ્રત્યેકનું સંક્ષેપથી લક્ષણ કહે છે. તે આ રીતે — સહજશુદ્ધ
કેવળજ્ઞાનદર્શનરૂપ અખંડ - એક - પ્રત્યક્ષ - પ્રતિભાસમય નિજપરમાત્મા વગેરે છ દ્રવ્ય, પાંચ
અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોમાં, ત્રણ મૂઢતા વગેરે પચ્ચીસ દોષરહિત, વીતરાગ
- સર્વજ્ઞપ્રણીત નયવિભાગ અનુસાર૨ જે જીવને શ્રદ્ધાન નથી તે જીવ ‘મિથ્યાદ્રષ્ટિ’ છે. ૧.
પથ્થરમાં કોરેલી રેખા સમાન અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભમાંથી કોઈ એકના
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૯ – ૧૦
૨. સર્વજ્ઞપ્રણીત નયવિભાગમાં શુદ્ધ-બુદ્ધ એકસ્વભાવ પરમાત્મદ્રવ્ય ઉપાદેય છે, અન્ય સર્વ હેય છે. જુઓ
ગાથા ૧૫ ભૂમિકા તથા ચૂલિકા.
૩૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ