पञ्चमहाव्रतेषु वर्त्तेते यदा तदा दुःस्वप्नादिव्यक्ताव्यक्तप्रमादसहितोऽपि षष्ठगुणस्थानवर्त्ती
प्रमत्तसंयतो भवति ।६। स एव जलरेखादिसदृशसंज्वलनकषायमन्दोदये सति निष्प्रमदा-
शुद्धात्मसंवित्तिमलजनकव्यक्ताव्यक्तप्रमादरहितः सन्सप्तमगुणस्थानवर्ती अप्रमत्तसंयतो
भवति ।७। स एवातीतसंज्वलनकषायमन्दोदये सत्यपूर्वपरमाह्लादैकसुखानुभूतिलक्षणा-
पूर्वकरणोपशमकक्षपकसंज्ञोऽष्टमगुणस्थानवर्ती भवति ।८। दृष्टश्रुतानुभूतभोगाकांक्षादिरूप-
समस्तसंङ्कल्पविकल्परहितनिजनिश्चलपरमात्मतत्त्वैकाग्रध्यानपरिणामेन कृत्वा येषां
जीवानामेकसमये ये परस्परं पृथक्कर्तुं नायान्ति ते वर्णसंस्थानादिभेदेऽप्यनिवृत्ति-
करणौपशमिकक्षपकसंज्ञा द्वितीयकषायाद्येकविंशतिभेदभिन्नचारित्रमोहप्रकृतिनामुपशमन-
क्षपणसमर्था नवमगुणस्थानवर्तिनो भवन्ति ।९। सूक्ष्मपरमात्मतत्त्वभावनाबलेन सूक्ष्म-
कृष्टिगतलोभकषायस्योपशमकाः क्षपकाश्च दशमगुणस्थानवर्तिनो भवन्ति ।१०।
परमोपशममूर्तिनिजात्मस्वभावसंवित्तिबलेन सकलोपशान्तमोहा एकादशगुणस्थानवर्तिनो
भवन्ति ।११। उपशमश्रेणिविलक्षणेन क्षपकश्रेणिमार्गेण निष्कषायशुद्धात्मभावनाबलेन
પરિગ્રહની સંપૂર્ણપણે નિવૃત્તિ જેમનું લક્ષણ છે તેમાં — વર્તે છે ત્યારે, દુઃસ્વપ્ન આદિ વ્યક્ત
અને અવ્યક્ત પ્રમાદસહિત હોવા છતાં પણ, તે છઠ્ઠા ગુણસ્થાનવર્તી ‘પ્રમત્તસંયત’ છે. ૬.
તે જ જીવ જળની રેખા સમાન સંજ્વલન કષાયનો મંદ ઉદય હોતાં પ્રમાદરહિત
શુદ્ધાત્માનુભવમાં દોષ ઉત્પન્ન કરનાર વ્યક્ત અને અવ્યક્ત પ્રમાદરહિત વર્તતો થકો સાતમા
ગુણસ્થાનવર્તી ‘અપ્રમત્તસંયત’ છે. ૭. તે જ (જીવ) સંજ્વલન કષાયનો અત્યંત મંદ ઉદય
હોતાં અપૂર્વ (પરમ – આહ્લાદરૂપ એક સુખની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા) ‘અપૂર્વકરણ
- ઉપશમક કે ક્ષપક’ નામના આઠમા ગુણસ્થાનવર્તી છે. ૮. દ્રષ્ટ, શ્રુત અને અનુભૂત
ભોગાકાંક્ષાદિરૂપ સમસ્ત સંકલ્પ – વિકલ્પરહિત, નિજ નિશ્ચલ પરમાત્મસ્વરૂપમાં એકાગ્ર
ધ્યાનના પરિણામની અપેક્ષાએ જે જીવોને એક સમયમાં પરસ્પર અંતર હોતું નથી તેઓ,
વર્ણ અને સંસ્થાન આદિનો ભેદ હોવા છતાં, ‘અનિવૃત્તિકરણ – ઉપશમક કે ક્ષપક’ સંજ્ઞાના
ધારક, અપ્રત્યાખ્યાનાવરણરૂપ દ્વિતીય કષાયાદિ એકવીસ પ્રકારની ચારિત્રમોહનીય કર્મની
પ્રકૃતિઓના ઉપશમ કે ક્ષયમાં સમર્થ એવા, નવમા ગુણસ્થાનવર્તી જીવ છે. ૯. સૂક્ષ્મ
પરમાત્મતત્ત્વની ભાવનાના બળથી, સૂક્ષ્મ – અત્યંત કૃશ થયેલ લોભકષાયનો ઉપશમ કે ક્ષય
કરનારા જીવો દશમા ગુણસ્થાનવર્તી છે. ૧૦. પરમ – ઉપશમમૂર્તિ નિજાત્માના સ્વભાવના
અનુભવના બળથી સંપૂર્ણ મોહનો ઉપશમ કરનાર (જીવો) અગિયારમા ગુણસ્થાનવર્તી છે.
૧૧. ઉપશમશ્રેણીથી વિલક્ષણ એવા ક્ષપકશ્રેણીના માર્ગે નિષ્કષાય શુદ્ધાત્માની ભાવનાના
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૪૧
6